________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ પ્રમાણે આ જીવ કષાયભાવો વડે પીડિત બની મહાદુ:ખી થાય છે.
વળી જે પ્રયોજન અર્થે કષાયભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો જ આ દુઃખ દૂર થઈ મને સુખ થાય, એમ વિચારી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરવા તેને તે દુઃખ દૂર થવાના ઉપાય માને છે.
હવે કષાયભાવોથી જે દુ:ખ થાય છે તે તો સાચું છે કારણ કે પ્રત્યક્ષ પોતે જ દુ:ખી થઈ રહ્યો છે, પરંતુ એ દુ:ખ મટવા માટે જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
ક્રોધમાં અન્યનું બૂરું કરવાનો, માનમાં અન્યને હલકો પાડી પોતે ઊંચો થવાનો, માયામાં છલ-પ્રપંચવડે કાર્ય સિદ્ધ કરવાનો, લોભમાં ઇષ્ટ વસ્તુને મેળવવાનો, હાસ્યમાં વિકસિત (પ્રફુલ્લિત ) થવાનાં કારણો બન્યાં રાખવાનો, રતિમાં ઇષ્ટ વસ્તુનો સંયોગ બન્યો રાખવાનો, અરતિમાં અનિષ્ટ વસ્તુને દૂર કરવાનો, શોકમાં શોકનાં કારણ મટાડવાનો, ભયમાં ભયનાં કારણ મટાડવાનો, જુગુપ્સામાં જુગુપ્સાનાં કારણો દૂર કરવાનો, પુરુષવેદમાં સ્ત્રી સાથે રમવાનો, સ્ત્રીવેદમાં પુરુષ સાથે ૨મવાનો તથા નપુંસકવેદમાં સ્ત્રી-પુરુષ બંનેની સાથે રમવાનો ઉપાય કરે છે એ પ્રયોજન તેને હોય છે.
હવે એ પ્રયોજનોની સિદ્ધિ થાય તો કષાય ઉપશમવાથી દુઃખ દૂર થઈ જીવ સુખી થાય, પરંતુ એ પ્રયોજનોની સિદ્ધિ તેના ઉપર પ્રમાણે કરેલા ઉપાયોને આધીન નથી પણ ભવિતવ્યઆધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો કરતા જોઈએ છીએ પણ તેની સિદ્ધિ થતી નથી. વળી એ ઉપાયો બનવા પણ પોતાને આધીન નથી પરંતુ ભવિતવ્યઆધીન છે, કારણ કે અનેકને એ ઉપાયો કરવાની ઇચ્છા છતાં એક પણ ઉપાય ન બની શક્યો હોય એમ પ્રત્યક્ષ જોઈએ છીએ.
કદાચિત્ કાકતાલીય ન્યાયાનુસા૨ જેવું પોતાનું પ્રયોજન હોય તેવું જ ભવિતવ્ય હોય અને તેવો જ ઉપાય બની જાય તો તેથી કાર્યની સિદ્ધિ પણ થઈ જાય અને તેથી એ કાર્યસંબંધી કોઈ કષાયનો ઉપશમ થાય, પરંતુ ત્યાં થંભાવ થતો નથી, કારણ જ્યાંસુધી એ કાર્ય સિદ્ધ ન થયું હોય ત્યાંસુધી તો એ કાર્ય સંબંધી કષાય હતો પણ જે સમયે એ કાર્ય સિદ્ધિ થયું તે જ સમય અન્ય કાર્ય સંબંધી કષાય હતો પણ જે સમયે એ કાર્ય સિદ્ધ થયું તે જ સમય અન્ય કાર્ય સંબંધી કષાય થાય છે. એક સમયમાત્ર પણ જીવ નિરાકુલ રહેતો નથી. જેમ કોઈ ક્રોધવડે અન્યનું બૂરું થવું ઇચ્છતો હતો, તેનું બૂરું થતાં પાછો કોઈ અન્ય ઉપર ક્રોધ કરીને તેનું બૂરું ઇચ્છવા લાગ્યો. અથવા જ્યારે થોડી શક્તિ હતી ત્યારે તો તે પોતાનાથી નાનાઓનું બૂરું ચાહતો હતો, અને ઘણી થતાં પોતાનાથી મોટાઓનું બૂરું ચાહવા લાગ્યો, એ જ પ્રમાણે માન-માયાલોભાદિ વડે જે કાર્ય વિચાર્યું હતું તે સિદ્ધ થતાં કોઈ અન્ય કાર્યમાં માનાદિક ઉપજાવી તેને સિદ્ધ કરવાની ઇચ્છા કરવા લાગ્યો. જ્યારે થોડી શક્તિ હતી ત્યારે નાનાં નાનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com