________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
[ ૫૫
પરિણમાવવા ઇચ્છે તો પોતે જ દુ:ખી થાય. પણ તેને યથાર્થ માનવા અને એ મારા પરિણમાવ્યા અન્ય પ્રકારે પરિણમવાના નથી એમ માનવું એ જ એ દુ:ખ દૂર થવાનો ઉપાય છે. ભ્રમજનિત દુઃખનો ઉપાય ભ્રમ દૂર કરવો એ જ છે. ભ્રમ દૂર થવાથી સમ્યકશ્રદ્ધા થાય એ જ સાચો ઉપાય જાણવો.
ચારિત્રમોહથી દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું
ચારિત્રમોહના ઉદયથી જીવના ભાવ ક્રોધાદિ કષાયરૂપ વા હાસ્યાદિ નોકષાયરૂપ થાય છે ત્યારે આ જીવ કલેશવાન બની દુઃખી થતો વિહલ થઈ નાનાપ્રકારનાં કુકાર્યોમાં પ્રવર્તે છે-એ અહીં દર્શાવીએ છીએ.
જ્યારે ક્રોધ ઊપજે ત્યારે અન્યનું બૂરું કરવાની ઇચ્છા થાય અને એ અર્થે અનેક ઉપાય વિચારે. મચ્છેદક-ગાળી પ્રદાનાદિરૂપ વચન બોલે, પોતાનાં અંગોવ વા શસ્ત્ર-પાષાણાદિકવડ ઘાત કરે, અનેક કષ્ટ સહન કરી, ધનાદિ ખર્ચ કરી વા મરણાદિ વડે પોતાનું પણ બૂરું કરી અન્યનું બૂરું કરવાનો ઉદ્યમ કરે અથવા અન્ય દ્વારા બૂરું થવું જાણે તો એ અન્ય દ્વારા બૂર કરાવે. તેનું સ્વયં બરું થાય તો પોતે અનુમોદન કરે, બૂરું થતાં પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ ન થતું હોય તો પણ તેનું બૂર કરે, ક્રોધ થતાં કોઈ પૂજ્ય વા ઈષ્ટજન વચ્ચે આવે તો તેમને પણ બુરું કહે-મારવા લાગી જાય, ક્રોધના આવેશમાં કાંઈ વિચાર જ રહેતો નથી. વળી અન્યનું બૂર ન થાય તો પોતાના અંતરંગમાં પોતે જ ઘણો સંતાપવાન થાય, પોતાનાં જ અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે; એ આદિ અવસ્થા ક્રોધ થતાં થાય છે.
માન કષાય ઊપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય. એ અર્થે અનેક ઉપાયો વિચારે, અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે, અનેક પ્રકારે અન્યનો મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે, ઘણાં ઘણાં કષ્ટ વડે ધનાદિનો સંગ્રહ કર્યો હોય તેને વિવાહાદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે વા દેવું કરીને પણ ખર્ચે, મરણ પછી મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો મહીમા વધારવા પ્રયત્ન કરે, જો કોઈ પોતાનું સન્માનાદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી, દુ:ખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે. માનનો ઉદય થતાં કોઈ પૂજ્ય હોય-મોટા હોય તેમનું પણ સન્માન ન કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી એમ કરતાં પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય તો પોતાના અંતરંગમાં પોતે ઘણો જ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે; એ આદિ અવસ્થા માન થતાં થાય છે.
માયા કષાય ઊપજે ત્યારે છલવડે કાર્ય સિદ્ધ કરવાની ઇચ્છા થાય. એ અર્થે અનેક ઉપાય વિચારે, નાના પ્રકારનાં કપટના વચન કહે, શરીરની કપટરૂપ અવસ્થા બનાવે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com