________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
સુખ જેવો આભાસ થાય, પરંતુ એ બધાય સર્વ પ્રકારે (કિંચિત્ પણ ) એ ઇચ્છે તેમ તો પરિણમતાં નથી તેથી અભિપ્રાયમાં તો અનેક આકુળતા નિરંતર રહ્યા જ કરે છે. વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ કોઈ ઠેકાણે આ જીવ, એ શરીરપુત્રાદિકમાં અહંકાર-મમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડે નિરંતર વ્યાકુળ રહે છે, નાના પ્રકારનાં દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે. વળી જે વિષયોની ઇચ્છા થાય છે તે કષાયભાવ છે, બાહ્ય સામગ્રીમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે, અન્યથા ઉપાયો કરે છે, સાચા ઉપાયનું શ્રદ્ધાન કરતો નથી તથા અન્ય કલ્પના કરે છે, એ બધાનું મૂળ કારણ એક મિથ્યાદર્શન છે. તેનો નાશ થતાં એ સર્વનો નાશ થાય છે. માટે સર્વ દુઃખોનું મૂળ એ મિથ્યાદર્શન છે. તેના નાશનો ઉપાય પણ કાંઈ કરતો નથી. અન્યથા શ્રદ્ધાને સત્ય શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે ?
વળી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કોઈ વેળા તત્ત્વનિશ્ચય કરવાનો ઉપાય વિચારે છતાં ત્યાં
અભાગ્યથી કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઊલટું અતત્ત્વશ્રદ્ધાન પુષ્ટ થઈ જાય. તે તો જાણે કે-એનાથી મારું ભલું થશે પરંતુ એ એવા ઉપાય કરે કે–જેથી આ અચેતન બની જાય. વસ્તુસ્વરૂપ વિચારવાનો ઉદ્યમી થાય છતાં વિપરીત વિચારમાં દૃઢ થઈ જાય છે અને તેથી વિષયકષાયની વાસના વધવાથી વધારે દુ:ખી થાય છે.
કદાચિત્ સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રનું નિમિત્ત પણ બની જાય તો ત્યાં તેમના નિશ્ચય ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી, પણ માત્ર વ્યવહારશ્રદ્ધાવડે તે અતત્ત્વશ્રદ્ધાળુ જ રહે છે. ત્યાં જો મંદ કષાય હોય તથા વિષયની ઇચ્છા ઘટે તો થોડો દુ:ખી થાય પણ પાછો જેવો ને તેવો બની જાય. માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે.
વળી આ સંસારી જીવનો એક આ ઉપાય છે કે-પોતાને જેવું શ્રદ્ધાન છે તેમ પદાર્થોને પરિણમાવવા ઇચ્છે છે. હવે જો એ પ્રમાણે તે પદાર્થો પરિણમે તો તેનું શ્રદ્ધાન સાચું થઈ જાય, પરંતુ અનાદિનિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદાપૂર્વક પરિણમે છે, કોઈ કોઈ ને આધીન નથી તેમ કોઈ (પદાર્થ) કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી છતાં તેને આ જીવ પોતાની ઇચ્છાનુસાર પરિણમાવવા ઇચ્છે છે એ કોઈ ઉપાય નથી, એ તો મિથ્યાદર્શન જ છે, તો સાચો ઉપાય શો છે?
જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધાન થાય તો જ સર્વ દુઃખ દૂર થાય. જેમ કોઈ મોહમુગ્ધ બની મડદાંને જીવતું માને વા તેને જીવાડવા ઇચ્છે તો તેથી પોતે જ દુ:ખી થાય. પણ તેને મડદું માનવું વા તે જીવાડયું જીવવાનું નથી એમ માનવું એ જ એ દુ:ખ દૂર થવાનો ઉપાય છે. તેમ મિથ્યાદષ્ટિ બની પદાર્થોને અન્યથા માની અન્યથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com