________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૩૯
જ્ઞાન છે. તે કોઈક જીવને હોય છે, તથા પરમાવધિ, સર્વાવધિ અને મન:પર્યય એ ત્રણ જ્ઞાન મોક્ષમાર્ગમાં જ પ્રગટે છે. કેવલજ્ઞાન મોક્ષસ્વરૂપ છે. તેથી આ અનાદિ સંસાર અવસ્થામાં તેનો સદ્ભાવ જ નથી. એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે.
ચક્ષુ-અચકુદર્શનની પ્રવૃત્તિ
વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતાં પ્રથમ કાળમાં, મતિજ્ઞાન પહેલાં જે સત્તામાત્ર અવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુદર્શન વા અચક્ષુદર્શન છે. ત્યાં નેત્રઇન્દ્રિયવડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુદર્શન છે, તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તથા સ્પર્શન, રસના, ઘાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન થાય તેનું નામ અચક્ષુદર્શન છે. તે યથાયોગ્ય એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. વળી અવધિને વિષયોનો સંબંધ થતાં અવધિજ્ઞાન પહેલાં જે સત્તામાત્રઅવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ અવધિદર્શન છે. જેને અવધિજ્ઞાન હોય તેને જ આ અવધિદર્શન હોય છે. ચક્ષુ, અચકું અને 'અવધિદર્શન છે તે મતિજ્ઞાન-અવધિજ્ઞાનવત્ પરાધીન જાણવાં તથા કેવલદર્શન મોક્ષસ્વરૂપ છે તેનો અહીં સદ્ભાવ જ નથી. એ પ્રમાણે દર્શનનો સભાવ હોય છે.
જ્ઞાન-દર્શનોપયોગાદિની પ્રવૃત્તિ
ઉપર પ્રમાણે જ્ઞાન-દર્શનનો સદ્દભાવ જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમ અનુસાર હોય છે. જયારે ક્ષયોપશમ થોડો હોય ત્યારે જ્ઞાન-દર્શનની શક્તિ પણ થોડી હોય છે તથા જયારે ઘણો હોય ત્યારે ઘણી હોય છે. વળી ક્ષયોપશમથી શક્તિ તો એવી બની રહે પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું વા જાણવું થાય છે. એ પરિણમનનું નામ જ ઉપયોગ છે. હવે એક જીવને એક કાળમાં કાં તો જ્ઞાનોપયોગ હોય છે વા દર્શનોપયોગ હોય છે. વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. જેમ મતિજ્ઞાન હોય ત્યારે અન્ય જ્ઞાન ન હોય. વળી એક ભેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ સ્પર્શને જાણતો હોય તે વેળા રસાદિકને ન જાણે. વળી એક વિષયમાં પણ તેના કોઈ એક અંગમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ ઉષ્ણ સ્પર્શને જાણતો હોય તે વેળા રુક્ષાદિને ન જ જાણે. એ પ્રમાણે એક જીવને એક
૧. શ્રુતદર્શન અને મન:પર્યયદર્શન હોતા નથી કેમકે શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે( તત્ત્વાર્થસૂત્ર અ.૧
સૂત્ર ૨૨). તથા મન:પર્યય જ્ઞાન મતિજ્ઞાનના ભેદરૂપ ઈહામતિજ્ઞાનપૂર્વક થાય છે. (દ્રવ્યસંગ્રહુ ગા. ૪૪ની સં. ટીકા) મતિજ્ઞાન દર્શનોપયોગપૂર્વક થાય છે તેથી શ્રુતદર્શન અને મન:પર્યયદર્શન-એવા બે ભેદ દર્શનોપયોગમાં હોઇ શકે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com