________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
જાણવા યોગ્ય કિંચિત્માત્ર ત્રિકાલ સંબંધી દૂર વા સમીપક્ષેત્રવર્તી રૂપી, અરૂપી, દ્રવ્ય વા પર્યાયને અત્યંત અસ્પષ્ટ જાણે છે. તે પણ ઇંદ્રિયોવડે જેનું જ્ઞાન થયું હોય વા અનુમાનાદિક જેનું કર્યું હોય તેને જ જાણી શકે. કદાચિત્ પોતાની કલ્પના વડે અસત્ત્ને જાણે. જેમ સ્વપ્નમાં વા જાગૃતિમાં પણ જે કદાચિત્ કયાંય પણ ન હોય એવા આકારાદિક ચિંતવે છે વા જેવા નથી તેવા માને છે એ પ્રમાણે મનવડે જાણવું થાય છે. એ ઇંદ્રિયો તથા મનદ્વારા જે જ્ઞાન થાય છે તેનું નામ મતિજ્ઞાન છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયોને સ્પર્શનું જ જ્ઞાન છે. ઇયળ, શંખ આદિ બેઇદ્રિય જીવોને સ્પર્શ અને રસનું જ્ઞાન છે. કીડી, મકોડા આદિ તેઈદ્રિય જીવોને સ્પર્શ, ૨સ અને ગંધનું જ્ઞાન છે. ભમરો, માખી અને પતંગાદિક ચૌરિન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું જ્ઞાન છે. તથા મચ્છ, ગાય, કબુતર આદિ તિર્યંચ તથા મનુષ્ય, દેવ, નારકી આદિ પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું જ્ઞાન છે. વળી
તીર્થંચોમાં કોઈ સંજ્ઞી છે તથા કોઈ અસંશી છે. તેમાં સંશીઓને તો મન-નિત જ્ઞાન હોય છે પણ અસંશીઓને નહિ. તથા મનુષ્ય, દેવ અને નારકી જીવો સંજ્ઞી જ છે તે સર્વને મનનિત જ્ઞાન હોય છે. એ પ્રમાણે મતિજ્ઞાનની પ્રવૃત્તિ જાણવી.
શ્રુતજ્ઞાનની પરાધીન પ્રવૃતિ
66
વળી મતિજ્ઞાનવડે જે અર્થને જાણ્યો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે વડે જાણીએ તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. અક્ષરાત્મક તથા અનક્ષરાત્મક. ત્યાં જેમ “ ઘટ” એ બે અક્ષર સાંભળ્યા વા દીઠા તે તો મતિજ્ઞાન થયું. હવે તેના સંબંધથી ઘટ પદાર્થનું જાણવું થયું તે શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ જાણવું. એ તો અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાણવું થયું તો મતિજ્ઞાન છે અને તેના સંબંધથી આ હિતકારી નથી, તેથી ચાલ્યા જવું” ઈત્યાદિરૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ સમજવું. હવે એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને તો અનક્ષરાત્મક જ શ્રુતજ્ઞાન હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બંને જ્ઞાન હોય છે. એ શ્રુતજ્ઞાન છે તે અનેક પ્રકારથી પરાધીન એવા મતિજ્ઞાનને પણ આધીન છે, વા અન્ય અનેક કારણોને આધીન છે તેથી મહાપરાધીન જાણવું.
વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્ર-કાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે જાણવામાં આવે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાન દેવો અને નારકીઓમાં તો સર્વને હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોમાં પણ કોઈ કોઈને હોય છે અને અસંજ્ઞી સુધીના જીવોને તો આ જ્ઞાન હોતું જ નથી. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પુદ્દગલોને આધીન છે. અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે. દેશાધિ, પરમાધિ અને સર્વાવિધ. એ ત્રણેમાં થોડા ક્ષેત્રકાળની મર્યાદા-પૂર્વક કિંચિત્માત્ર રૂપી પદાર્થને જાણવાવાળું દેશાવવધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com