________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
| [ ૪૯
થાય છે. ચારિત્રમોહના ઉદયથી થયેલો કષાયભાવ તેનું જ નામ અસંયમ છે, જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન પ્રવર્તતાં અન્યથા પ્રવર્તે છે. એ પ્રમાણે એ મિથ્યા-દર્શનાદિક છે તે જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે. એ કેવી રીતે? તે અહીં કહીએ છીએ.
મિથ્યાત્વનું સ્વરૂપ
મિથ્યાદર્શનાદિકથી જીવને સ્વ-પરનો વિવેક થઈ શક્તો નથી. પોતે એક આત્મા તથા અનંત પુદ્ગલપરમાણમય શરીર-એના સંયોગરૂપ મનુષ્યાદિક પર્યાય નીપજે છે તે પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. આત્માના જ્ઞાન-દર્શનાદિ સ્વભાવ છે તે વડે કિંચિત્ જાણવું-દેખવું થાય છે, કર્મઉપાધિથી થયેલા ક્રોધાદિભાવરૂપ પરિણમન થાય છે, અને શરીરને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે તથા સ્કૂલ-કૃષાદિક-સ્પર્શાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ ઇંદ્રિય અને મન દ્વારા થાય છે તેથી આ જીવ એમ માને છે કે- ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધાં મારાં અંગ છે, એ વડે હું દેખું-જાણું છું, એવી માન્યતાથી ઈન્દ્રિયોમાં પ્રીતિ હોય છે.
મોહજનિત વિષયઅભિલાષા
મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ત્યાં એ વિષયોનું ગ્રહણ થતાં એ ઇચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. જેમ કૂતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે “આ હાડનો સ્વાદ આવે છે,” તેમ આ જીવ વિષયોને જાણે છે તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે “આ વિષયનો સ્વાદ છે, ” પણ વિષયમાં તો સ્વાદ છે જ નહિ. પોતે જ ઇચ્છા કરી હતી તેને પોતે જ જાણી પોતે જ આનંદ માન્યો, પરંતુ “હું અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા છું” એવો નિ:કેવલ (પરથી કેવળ ભિન્ન) જ્ઞાનનો અનુભવ છે જ નહિ. પરંતુ “મેં નૃત્ય દીઠું, રાગ સાંભળ્યો, ફૂલ સૂછ્યું, પદાર્થ સ્પર્ધો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યાં, મારે આ જાણવું જોઈએ” એ પ્રકારના જ્ઞયમિશ્રિત જ્ઞાનના અનુભવવડે વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઇચ્છા હોય છે.
હવે ઇચ્છા ત્રિકાલવર્તી સર્વ વિષયોને ગ્રહણ કરવાની છે કે “હું સર્વને સ્પર્શ, સર્વને સ્વાદું, સર્વને સૂવું, સર્વને દેખું, સર્વને સાંભળું અને સર્વને જાણું.” એટલી બધી ઇચ્છા હોવા છતાં શક્તિ તો એટલી જ છે કે ઇન્દ્રિયોના સન્મુખ થયેલા વર્તમાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દમાંથી કોઈને કિંચિત્માત્ર ગ્રહણ કરે વા સ્મરણાદિકવડે મનથી કિંચિત્ જાણે, અને તે પણ બાહ્ય અનેક કારણ મળતાં જ સિદ્ધ થાય. તેથી કોઇ કાળે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com