________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૪૭
શરીરમાં હાડ-માંસાદિક છે તેમ પવન પણ છે. વળી જેમ હાથ વગેરે વડ કાર્ય કરીએ છીએ તેમ પવન વડે પણ કાર્ય કરીએ છીએ. મોંઢામાં મૂકેલા ગ્રાસને પવન વડે પેટમાં ઉતારીએ છીએ અને મલાદિક પણ પવનથી જ બહાર કાઢીએ છીએ, એમ અન્ય પણ જાણવું.
નાડી, વાયુરોગ અને વાયુનો ગોળો એ વગેરે પવનરૂપ શરીરનાં અંગ જાણવાં. વળી સ્વર છે તે શબ્દ છે. તે જેમ વીણાની તાંતને હલાવતાં ભાષા-રૂપ હોવા યોગ્ય પુદ્ગલસ્કન્ધો છે તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે તેમ તાળુ, હોઠ ઇત્યાદિ અંગોને હલાવતાં
પ્તિમાં ગ્રહેલા જે પુદગલસ્કંધો છે તે સાક્ષર વા અનક્ષર શબ્દરૂપ પરિણમે છે. વળી શુભ-અશુભ ગમનાદિક થાય છે ત્યાં એમ જાણવું કે જેમ બે પુરુષોને એકદંડી બેડી હોય ત્યાં એક પુરૂષ ગમનાદિ કરવા ઈચ્છે તો ગમનાદિ ન થઈ શકે, પણ બીજો ગમનાદિ કરે તો જ ગમનાદિ થઇ શકે, પણ બંનેમાંથી એક બેસી રહે તો ગમનાદિ થઈ શકે નહિ. તથા બંનેમાંથી એક બળવાન હોય તો તે બીજાને પણ ઘસડી જાય. તેમ આત્માને અને શરીરાદિરૂપ પુગલને એકત્રાવગાહરૂપ બંધાન છે. ત્યાં આત્મા હુલન-ચલનાદિ કરવા ઈચ્છે પણ પુગલ એ શક્તિવર્ડ રહિત બની હલન-ચલન ન કરે વા પુદ્ગલમાં શક્તિ હોવા છતાં પણ આત્માની ઇચ્છા ન હોય તો હલન-ચલનાદિ થઈ શકે નહિ. તથા એ બંનેમાં પુદ્ગલ બળવાન થઈ હાલવા-ચાલવા લાગે તો તેની સાથે ઇચ્છા વિના પણ આત્મા હાલવા-ચાલવા લાગે. એ પ્રમાણે હલન-ચલનાદિ ક્રિયા થાય છે વળી તેને અપજશ આદિ બાહ્ય નિમિત્ત બને છે. એમ એ કાર્ય નિપજે છે. એ વડે મોહ અનુસાર આત્મા સુખી-દુઃખી પણ થાય છે. એમ નામકર્મના ઉદયથી
સ્વયમેવ નાના પ્રકારરૂપ રચના થાય છે, અન્ય કોઈ કરવાવાળો નથી. તીર્થકરાદિ પ્રકૃતિ તો (આ કાળે અહીં છે જ નહિ.
ગોત્રકર્મોદયજન્ય અવસ્થા
ગોત્રકર્મથી નીચ-ઉચ્ચ કુલોમાં આત્માનું ઊપજવું થાય છે, ત્યાં પોતાનું હીન-અધિકપણું પ્રાપ્ત થાય છે, મોહના નિમિત્તથી આત્મા સુખી-દુઃખી પણ થાય છે.
એ પ્રમાણે અઘાતિ કર્મોના નિમિત્તથી અવસ્થાઓ થાય છે. એમ આ અનાદિ સંસારમાં ઘાતિ-અઘાતિ કર્મોના ઉદય અનુસાર આત્માની અવસ્થાઓ થાય છે. હે ભવ્ય! તારા અંતરંગમાં તું વિચાર કરીને જો કે એમ જ છે કે નહિ? વિચાર કરતાં તો તને એમ જ પ્રતિભાસશે જો એમ જ છે તો તું એમ માન કે “મને અનાદિ સંસાર રોગ છે તેના નાશનો મારે ઉપાય કરવો આવશ્યક છે,” એ વિચારથી તારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર વિષે સંસાર-અવસ્થા-નિરૂપક
બીજો અધિકાર સમાસ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com