________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
આયુકર્મોદયજન્ય અવસ્થા
આયુકર્મના ઉદયવડે મનુષ્યાદિ પર્યાયોની સ્થિતિ રહે છે. જ્યાંસુધી આયુકર્મનો ઉદય રહે છે ત્યાંસુધી રોગાદિક અનેક કારણો મળવાં છતાં પણ શરીરથી સંબંધ છુટતો નથી તથા જ્યારે આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ શરીરથી સંબંધ રહેતો નથી, પણ તે જ વખતે આત્મા અને શરીર જુદાં થઈ જાય છે. આ સંસારમાં જન્મ, જીવન અને મરણનું કારણ આયુકર્મ જ છે. જ્યારે નવીન આયુનો ઉદય થાય છે ત્યારે નવીન પર્યાયમાં જન્મ થાય છે. વળી ત્યાં પણ જ્યાં સુધી આયુનો ઉદય રહે ત્યાં સુધી તે પર્યાયરૂપ પ્રાણોના ધારણથી જીવવું થાય છે અને આયુનો ક્ષય થતાં એ પર્યાયરૂપ પ્રાણોના છુટવાથી મરણ થાય છે. સહજ જ એવું આયુકર્મનું નિમિત્ત છે. અન્ય કોઈ ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો નથી એવો નિશ્ચય કરવો. વળી જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે પછી તેને છોડી કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ કરી રહે પછી તેને છોડી અન્ય નવીન શરીર ધારણ કરે છે. માટે શરીરસંબંધની અપેક્ષાએ જન્માદિક છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય છે, તોપણ મોહી જીવને ભૂત-ભવિષ્યનો વિચાર નથી, તેથી પામેલ પર્યાયમાત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે છે. એ પ્રમાણે આયુકર્મ વડે પર્યાયની સ્થિતિ જાણવી.
નામકર્મોદયજન્ય અવસ્થા
નામકર્મના ઉદયથી આ જીવને મનુષ્યાદિ ગતિઓ પ્રાપ્ત થાય છે. તે પર્યાયરૂપ પોતાની અવસ્થા થાય છે. ત્યાં ત્રણ-સ્થાવરાદિક ભેદ હોય છે. તથા ત્યાં એકેન્દ્રિયાદિ જાતિને ધારણ કરે છે. એ જાતિકર્મના ઉદયને અને મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમને નિમિત્ત-નૈમિત્તિકપણું જાણવું. જેવો ક્ષયોપશમ હોય તેવી જાતિ પામે. વળી શરીરનો સંબંધ હોય છે ત્યાં શરીરના પરમાણુ અને આત્માના પ્રદેશોનું એક બંધાન થાય છે. તથા સંકોચ વિસ્તારરૂપ થઈને આત્મા શરીરપ્રમાણ રહે છે. નોકર્મરૂપ શરીરમાં અંગોપાંગાદિકના યોગ્ય સ્થાન પ્રમાણસહિત હોય છે. એ વડ જ સ્પર્શન રસના આદિ દ્રવ્યઇન્દ્રિયો નિપજે છે. વા હૃદયસ્થાનમાં આપાંખડીવાળા ખીલેલા કમળના આકાર જેવું દ્રવ્યમાન થાય છે. વળી એ શરીરમાં જ આકારાદિકના ભેદ વા વર્ણાદિકના વિશેષ હોવા તથા સ્યુલસૂક્ષ્માદિક હોવા ઇત્યાદિ કાર્ય થાય છે. શરીરરૂપ પરિણમેલા પરમાણુઓ આ પ્રકારે પરિણમે છે. શ્વાસોચ્છવાસ અથવા સ્વર નિપજે છે એ પણ પુદ્ગલના પિંડ છે તથા એ શરીરથી એક બંધાનરૂપ છે. એમાં પણ આત્માના પ્રદેશો વ્યાપ્ત છે. શ્વાસોચ્છવાસ એ પવન છે. હવે જેમ આહારને ગ્રહણ કરીએ, નિહારને બહાર કાઢીએ તો જ જીવી શકાય, તેમ બહારના પવનને ગ્રહણ કરીએ અને અભ્યતર પવનને કાઢીએ તો જ જીવિતવ્ય રહે. માટે શ્વાસોચ્છવાસ જીવિતવ્યનું કારણ છે. જેમ આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com