________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
[ ૫૧
ઉપાય કરે છે અને શીધ્ર શીધ્ર તેનું ગ્રહણ કર્યા કરે છે. વળી ઈન્દ્રિયોવડે તો એક કાળમાં કોઈ એક જ વિષયનું ગ્રહણ થાય છે, પણ આ જીવ ઘણા ઘણા વિષયો ગ્રહણ કરવા ઇચ્છે છે તેથી ઉતાવળો બની જલદી જલદી એક વિષયને છોડી અન્યને ગ્રહણ કરે છે, વળી તેને છોડી અન્યને ગ્રહણ કરે છે. એ પ્રમાણે વિષયને અર્થે વલખાં મારે છે અને પોતાને જે ભાસે તેવા ઉપાય કર્યા કરે છે, પણ એ ઉપાય જૂઠા છે, કારણ કે પ્રથમ તો એ બધાનું એ જ પ્રમાણે થવું પોતાને આધીન નથી, મહા કઠણ છે. કદાચિત્ કર્મઉદયાનુસાર એ જ પ્રમાણે વિધિ મળી જાય તોપણ ઈન્દ્રિયોને પ્રબળ કરવાથી કાંઈ વિષયગ્રહણની શક્તિ વધતી નથી, એ તો જ્ઞાન-દર્શન વધવાથી જ વધે. પણ એ કર્મના ક્ષયોપશમને આધીન છે. જુઓ, કોઈનું શરીર પુષ્ટ હોવા છતાં તેનામાં એવી શક્તિ ઓછી જોવામાં આવે છે, તથા કોઈનું શરીર દુર્બળ હોય છતાં તેનામાં એવી શક્તિ અધિક જોવામાં આવે છે. માટે ભોજનાદિક વડે ઈન્દ્રિયો પુષ્ટ કરવાથી કાંઈ સિદ્ધિ થતી નથી, પરંતુ કષાયાદિક ઘટવાથી કર્મનો ક્ષયોપશમ થતાં જ્ઞાન-દર્શન વધે છે અને ત્યારે જ વિષયગ્રહણની શક્તિ વધે છે.
વળી વિષયોનો સંયોગ મેળવે છે, પણ તે ઘણા વખત સુધી ટક્તો નથી અથવા સર્વ વિષયોનો સંયોગ મળતો જ નથી તેથી એ આકુળતા રહ્યા જ કરે છે. વળી એ વિષયોને પોતાના આધીન રાખી જલદી જલદી ગ્રહણ કરવા ઇચ્છે છે પણ તે પોતાના આધીન રહેતા નથી, કારણ કે જુદાં જુદાં દ્રવ્ય પોતપોતાને આધીન પરિણમે છે વા કર્મોદય આધીન પરિણમે છે. હવે એવા પ્રકારના કર્મનો બંધ યથાયોગ્ય શુભભાવ થતાં જ થાય અને પછી ઉદયમાં આવે છે, એમ પ્રત્યક્ષ જોઈએ છીએ. જુઓ, અનેક ઉપાય કરવા છતાં પણ કર્મના નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. છતાં આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપ ગ્રહણ કરવા માટે વલખા મારે છે, તથા એક વિષયને છોડી અન્યનું ગ્રહણ કરવા માટે આ જીવ એવાં વલખાં મારે છે, પણ પરિણામે શું સિદ્ધિ થાય છે? જેમ મણની ભૂખવાળાને કણ મળ્યો, પણ તેથી તેની ભૂમ મટે ? તેમ સર્વ ગ્રહણની જેને ઈચ્છા છે તેને કોઈ એક વિષયનું ગ્રહણ થતાં ઈચ્છા કેમ મટે? અને ઇચ્છા મટયા વિના સુખ પણ થાય નહિ. માટે એ બધા ઉપાય જૂઠા છે.
પ્રશ્ન- એ ઉપાયથી કોઈ જીવને સુખી થતાં જોઈએ છીએ, છતાં તમે સર્વથા જૂઠા કેમ કહો છો ?
ઉત્તર- સુખી તો થતા નથી. ભ્રમથી સુખ માને છે. જો સુખી થયો હોય તો તેને અન્ય વિષયોની ઇચ્છા કેમ રહે? જેમ રોગ મટયા પછી અન્ય ઔષધ કોઈ શા માટે ઇચ્છે? તેમ દુઃખ મટયા પછી અન્ય વિષયોને શા માટે ઇચ્છે? જો વિષયનું ગ્રહણ કર્યા પછી ઇચ્છા શાંત થાયઅટકી જાય તો અમે પણ સુખ માનીએ, પણ અહીં તો ઈચ્છિત વિષયનું ગ્રહણ જ્યાં સુધી ના થાય ત્યાંસુધી તો તે વિષયની ઇચ્છા રહ્યા કરે છે તથા જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com