________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ].
મોક્ષમાર્ગ પ્રકાશક
એની ઇચ્છા પૂર્ણ થતી નથી. કારણ કે એવી ઇચ્છા તો કેવળજ્ઞાન થતાં જ સંપૂર્ણ થાય પણ ક્ષયોપશમરૂપ ઇન્દ્રિયદ્વારા તો કદી પણ ઇચ્છા પૂર્ણ થાય નહિ, અને તેથી મોહના નિમિત્તથી એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયગ્રહણની નિરંતર ઇચ્છી રહ્યા જ કરવાથી આ જીવ આકુળ-વ્યાકુલ બની દુઃખી થઈ રહ્યો છે.
એવો દુઃખી થઈ રહ્યો છે કે કોઈ એક વિષયના ગ્રહણ અર્થે પોતાના મરણને પણ ગણતો નથી. જેમ હાથીને કપટની હાથણીનું શરીર સ્પર્શવાની, મચ્છને જાળમાં લગાવેલું માંસ ચાખવાની, ભમરાને કમળની સુગંધ સુંઘવાની, પતંગને દીપકનો વર્ણ દેખવાની તથા હરણને રાગ સાંભળવાની એવી ઇચ્છા હોય છે કે તત્કાલ મરણ ભાસે તોપણ તે મરણને ન ગણતાં વિષયોનું ગ્રહણ કરે છે. તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષયસેવનની ૧ જણાય છે. એ ઇન્દ્રિયોની પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુઃખી માણસ પહાડ ઉપરથી પડતુ મૂકે તેમ, વિષયોમાં જંપાપાત કરે છે. નાના પ્રકારનાં કષ્ટવડે ધન ઉપજાવે અને વિષયને અર્થે તેને ગુમાવે. વિષયોની પ્રાપ્તિ અર્થે જ્યાં મરણ થતું જાણે ત્યાં પણ જાય, નરકાદિકના કારણરૂપ જે હિંસાદિક કાર્ય તેને પણ કરે વા ક્રોધાદિક કષાયો ઉપજાવે. બિચારો શું કરે? ઇન્દ્રિયોની પીડા ન સહન થવાથી તેને અન્ય કાંઈ વિચાર આવતો નથી. એ પીડાથી જ પીડિત થઇ ઇન્દ્રાદિક દેવો પણ વિષયોમાં અતિ આસક્ત બની રહ્યા છે. જેમ ખાજના રોગથી પીડિત થયેલો પુરુષ આસક્ત બની ખજવાળવા લાગે છે, પીડા ન થતી હોય તો તે શા માટે ખજવાળે? તેમ ઇન્દ્રિયરોગથી પીડિત થયેલા ઇન્દ્રાદિક દેવો આસક્ત બની વિષયસેવન કરે છે. પીડા ન હોય તો તેઓ શા માટે વિષયસેવન કરે? એ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમથી થયેલું ઇન્દ્રિયાદિજનિત જ્ઞાન છે તે મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી ઇચ્છા હિત બની દુઃખનું કારણ થયું છે. હવે એ દુઃખ દૂર થવાનો ઉપાય આ જીવ કેવો કરે છે તે કહીએ છીએ.
ઉપર કહેલ દુ:ખની નિવૃત્તિના ઉપાયોનું જૂઠાપણું
ઇદ્રિયો વડે વિષયોનું ગ્રહણ થતાં મારી ઇચ્છા પૂર્ણ થશે એમ જાણી પ્રથમ તો નાના પ્રકારનાં ભોજનાદિકો વડે ઇંદ્રિયોને પ્રબલ કરે છે, તથા એમ જ જાણે છે કે જો ઇંદ્રિયો પ્રબળ રહે તો મને વિષય ગ્રહણ કરવાની શક્તિ વધે. તેમાં અનેક બાહ્ય કારણોની જરૂર હોવાથી તેનું નિમિત્ત મેળવે છે. પોતાને સન્મુખ થયેલા વિષયોને ઇંદ્રિયો ગ્રહણ કરી શકે છે તેથી અનેક બાહ્ય ઉપાયો વડ વિષયોનો અને ઇંદ્રિયોનો સંયોગ મેળવે છે. નાના પ્રકારનાં વસ્ત્રાદિક, ભોજનાદિક, પુષ્પાદિક, મંદિર-આભૂષણાદિક વા ગાયક-વાજિંત્રાદિકનો સંયોગ મેળવવા માટે ઘણો જ ખેદખિન્ન થાય છે. જ્યાંસુધી એ વિષયો ઇંદ્રિયસન્મુખ રહે ત્યાં સુધી તો તેનું કિંચિત સ્પષ્ટ જાણપણું રહે, પણ પછી મન દ્વારા સ્મરણમાત્ર જ રહે અને કાળ વ્યતીત થતાં એ સ્મરણ પણ મંદ થતું જાય છે તેથી તે વિષયોને પોતાને આધીન રાખવાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com