________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૩૭
પરમાણુ આડા આવી જાય તો દેખી શકે નહિ. લાલ કાચ આડો આવે તો બધું લાલ દેખાય તથા લીલો કાચ આડો આવે તો લીલું દેખાય. એ પ્રમાણે અન્યથા જાણવું થાય છે. વળી દૂરબીન-ચશ્મા વગેરે આડાં આવે તો ઘણું દેખાવા લાગે તથા પ્રકાશ, જળ અને કાચ આદિના પરમાણુ આડા આવે તોપણ જેવું છે તેવું દેખાય. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો તથા મનનું પણ યથાસંભવ જાણવું. વળી મન્ત્રાદિકના પ્રયોગથી, મદિરાપાનાદિકથી વા ભૂતાદિકના નિમિત્તથી ન જાણવું, થોડું જાણવું વા અન્યથા જાણવું બને છે. એ પ્રમાણે આ જ્ઞાન બાહ્ય દ્રવ્યને પણ આધીન છે એમ સમજવું.
વળી એ જ્ઞાનવડ જે જાણવું થાય છે તે અસ્પષ્ટ જાણવું થાય છે. જેમ દૂરથી કેવું જાણે, નજીકથી કેવું જાણે, તત્કાલ કેવું જાણે, ઘણા વખતે કેવું જાણે, કોઈ પદાર્થ સંશયરૂપ જાણે, કોઈને અન્યથા પ્રકારે જાણે તથા કોઈને કિંચિત્માત્ર જાણે, ઇત્યાદિ પ્રકારે નિર્મળ જાણવાનું બનતું નથી, એમ એ મતિ-જ્ઞાન પરાધીનતાપૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે. ત્યાં ઈન્દ્રિયોવ તો જેટલા ક્ષેત્રનો વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થલ પોતાને જાણવા યોગ્ય પુગલસ્કંધ હોય તેને જ જાણી શકે. તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયોવડે જુદા જુદા કાળમાં કોઈક સ્કંધના સ્પર્ધાદિકનું જાણવું થાય છે. વળી મનવડે પોતાને
૧ પાંચ ઇંદ્રિયોના ઉત્કૃષ્ટ વિષયના જ્ઞાનનું તથા તેની આકૃતિનું યંત્ર
(ગોમ્મદસાર, જીવકાંડ, ગાથા ૧૭૦-૧૭૧)
ઇન્દ્રિયોનાં એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય | ચતુરિન્દ્રિય | અસંજ્ઞિપંચેન્દ્રિય સંશિપં- પ્રત્યેકની નામ ધનુષ ધનુષ ધનુષ યોજન ધનુષ યોજન ધનુષ ચન્દ્રિ યયોજન આકૃતિ સ્પર્શન જOO KOO ૧૬OO ૩૨OO ૦ ૬૪), ૯
અનેકપ્રકારના રસના 6 ૬૪ ૧૨૮ 6 રપ૬ ૦ ૫૧૨ ૯
ખુરપા જેવી દ્માણ ૦ 0 100 0 500 0 zOO &
કદંબના ફુલ જેવી 0 0 ર૯૫૪ 6 પ૯૦૮ ૦ ૪૭૨૬ ૩ મસુરની દાળ” | શ્રોત્ર
0 0 0 2000 ૧૨ જવની નાલી” ||
6
- 500 ]
5
0
0
olol
ચ8,
નોટ - અયોધ્યાનો ચક્રવર્તી આત્યંતર પરિધિમાં આવેલા સૂર્યના વિમાનને ૪૭ર૬ ૩/30 યોજન દૂરથી
જોઈ શકે છે. તેથી ચક્ષુ ઇંદ્રિયનો ઉત્કૃષ્ટ વિષય તેટલો છે. ઉપર પ્રમાણે ઇંદ્રિય-વિષયોનું જ્ઞાન મર્યાદિત હોવાથી તે મહાપરાધીન છે. ઉપર પ્રમાણે જ પ્રત્યેક ઇંદ્રિયની વિષય જાણવાની લબ્ધિની પ્રગટતા ઉત્કૃષ્ટપણે હોય છે. ઈંદ્ર જે આત્મા તેને જાણવાનું જે ચિહ્ન તે ઇંદ્રિય છે. અથવા ઇંદ્ર જે
નિપજેલી-દીધેલી તે ઇંદ્રિય છે. ઉપરની મર્યાદાથી અધિક જાણવાની આત્માની ગમે તેટલી ઇચ્છા હોય તો પણ તેથી અધિક ઇંદ્રિયદ્વારા તે જાણી શક્તો નથી. તેથી જ ઇંદ્રિયજન્ય જ્ઞાન પરાધીન અને કુંઠિત છે.
-અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com