________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
નિપજે છે. વળી અનેક સમયમાં બાંધેલા પરમાણુ બંધસમયથી માંડી ઉદયસમય સુધી કર્મરૂપ અસ્તિત્વને ધારી જીવથી સંબંધરૂપ રહે છે. એ પ્રમાણે કર્મોની બંધ, ઉદય, સત્તારૂપ અવસ્થા જાણવી. ત્યાં સમયે સમયે એક સમયપ્રબદ્ધમાત્ર પરમાણુ બંધાય છે, એક સમયપ્રબદ્ધમાત્ર નિર્જરે છે તથા દોઢગુણહાનિવડ ગુણિત સમયપ્રબદ્ધમાત્ર સદાકાળ સત્તામાં રહે છે. એ સર્વનું વિશેષ વર્ણન આગળ કર્મ-અધિકારમાં લખીશું ત્યાંથી જાણવું.
દ્રવ્ય કર્મ અને ભાવકર્મ
તથા આ પ્રમાણે એ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગલદ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે તથા મોહના નિમિત્તથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ જીવના પરિણામ છે તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મથી ભાવકર્મ અને ભાવકર્મથી દ્રવ્યકર્મ એ જ પ્રમાણે પરસ્પર કારણ-કાર્યભાવવડે સંસારચક્રમાં પરિભ્રમણ થાય છે.
એટલું વિશેષ જાણવું કે તીવ્ર-મંદ બંધ હોવાથી વા સંક્રમણાદિ થવાથી વા એક કાળમાં બાંધ્યાં અનેક કાળમાં અને અનેક કાળમાં બાંધ્યાં એક કાળમાં ઉદય આવવાથી કોઈ કાળમાં તીવ્ર ઉદય આવતાં તીવ્ર કષાય થાય છે જેથી તીવ્ર નવીન બંધ થાય છે; તથા કોઈ કાળમાં મંદ ઉદય આવતાં મંદ કષાય થાય છે જેથી નવીન બંધ મંદ થાય છે. વળી એ તીવ્ર-મંદ કષાયોના અનુસારે પૂર્વે બાંધેલાં કર્મોનું પણ સંક્રમણાદિ થાય તો થાય. એ પ્રમાણે અનાદિ કાળથી માંડી ધારા-પ્રવાહરૂપ દ્રવ્યકર્મ વા ભાવકર્મની પ્રવૃત્તિ જાણવી.
નોકર્મનું સ્વરૂપ અને તેની પ્રવૃત્તિ
વળી નામકર્મના ઉદયથી શરીર થાય છે તે દ્રવ્યકર્મવત્ કિંચિત્ સુખ-દુઃખનું કારણ છે માટે શરીરને નોકર્મ કહીએ છીએ. અહીં “નો” શબ્દ ઇષત્ (અલ્પતા) વાચક જાણવો. હવે શરીર તો પુદ્ગલપરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છવાસ અને વચન એ શરીરનાં જ અંગ છે, તેથી એને પણ પુગલપરમાણુના પિંડ જાણવાં. એ પ્રમાણે શરીર તથા દ્રવ્યકર્મ સંબંધસહિત જીવને એકક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મસમયથી માંડી જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળ સુધી શરીરનો સંબંધ રહે છે. આયુ પૂર્ણ થતાં મરણ થાય છે ત્યારે એ શરીરનો સંબંધ છુટે છે અર્થાત્ શરીર અને આત્મા જુદા જુદા થઈ જાય છે. વળી તેના અનંતર સમયમાં વા બીજા, ત્રીજા, ચોથા સમયમાં જીવ કર્મઉદયના નિમિત્તથી નવીન શરીર ધારે છે ત્યાં પણ તે પોતાની આયુસ્થિતિ પર્યત તે જ પ્રમાણે સંબંધ રહે છે. ફરી જ્યારે મરણ થાય છે ત્યારે તેનાથી પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com