________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અલ્પકપાય હોય તો અલ્પ અનુભાગ બંધાય છે, અને ઘણો કપાય હોય તો તેમાં ઘણો અનુભાગ બંધાય છે, તથા અઘાતિકર્મોની પુણ્યપ્રકૃતિઓમાં અલ્પ કષાય હોય તો ઘણો અનુભાગ અને ઘણો કષાય હોય તો થોડો અનુભાગ બંધાય છે. એ પ્રમાણે કષાયો વડે કર્મપ્રકૃતિઓમાં સ્થિતિ-અનુભાગના ભેદો પડે છે, તેથી કપાયો વડે સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે એમ જાણવું.
અહીં જેમ ઘણી મદિરા હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા હીનપણાને જ પ્રાપ્ત છે, તથા થોડી પણ મદિરા હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા અધિકપણાને પ્રાપ્ત છે, તેમ કર્મપ્રકૃતિઓના ઘણા પરમાણુ હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ-પ્રકૃતિ હીનપણાને જ પ્રાપ્ત છે તથા કર્મપ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મપ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત છે. માટે યોગવડ થયેલો પ્રકૃતિબંધ-પ્રદેશબંધ બળવાન નથી, પરંતુ કષાયો વડે કરેલો સ્થિતિબંધઅનુભાગબંધ જ બળવાન છે. એટલા માટે મુખ્યપણે કષાય જ બંધનું કારણ જાણવું. જેઓને બંધ ન કરવો હોય તેઓ કષાય ન કરે.
જ્ઞાનહીન જડપરમાણુનું યથાયોગ્ય પ્રકૃતિરૂપ પરિણમન
પ્રશ્ન:- પુદ્ગલ પરમાણુઓ તો જડ છે તેમને કંઈ જ્ઞાન નથી તો તેઓ યથાયોગ્ય પ્રકૃતિરૂપ થઈ કેવી રીતે પરિણમે છે?
ઉત્તર- જેમ ભૂખ લાગતાં મુખધારવડે ગ્રહણ કરેલો ભોજનરૂપ પુગલ-પિંડ, માંસ, શુક્ર અને રૂધિરાદિ ધાતુરૂપ પરિણમે છે, એ ભોજનના પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ ધાતુરૂપ થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા કાળ સુધી તથા કોઈનો થોડા કાળ સુધી રહે છે, વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે, હવે એમ થવામાં કાંઈ ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે “હું આમ પરિણમું તથા અન્ય પણ કોઈ પરિણમાવનારો નથી. પરંતુ એવો જ નિમિત-નૈમિતિકભાવ બની રહ્યો છે જે વડે એ જ પ્રમાણે પરિણમન થાય છે. તેમ કષાય થતાં યોગદ્વાર વડે ગ્રહણ કરેલો કર્મવર્ગણારૂપ પુદ્ગલપિંડ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મ પરમાણુઓમાં યથાયોગ્ય કોઈ પ્રકૃતિરૂપ થોડા વા કોઈ પ્રકૃતિરૂપ ઘણા પરમાણુઓ હોય છે, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે તથા કોઈનો થોડો કાળ રહે છે, એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધારે છે ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે. એમ થવામાં કોઈ કર્મવર્ગણારૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com