________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
આટલું સમજવાનું કે-મોહનીયના હાસ્ય અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં અને ત્રણે પ્રકારના વેદમાંથી એક કાળમાં કોઈ એક એક પ્રકૃતિનો જ બંધ થાય છે.
અઘાતિ પ્રકૃતિઓમાં શુભયોગ હોય તો સાતાવેદનીય આદિ પુણ્ય-પ્રકૃતિઓનો, અશુભયોગ હોય તો અસતાવેદનીયાદિ પાપપ્રકૃતિઓનો, તથા મિશ્રયોગ હોય તો કોઈ પુણ્યપ્રકૃતિઓનો તથા કોઈ પાપપ્રકૃતિઓનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે. માટે યોગ છે તે આસ્રવ છે એમ કહ્યું છે. વળી એ યોગદ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું નામ પ્રદેશ છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ ઉત્તર પ્રવૃતિઓનો વિભાગ થયો તેથી યોગવડ પ્રદેશબંધ વા પ્રકૃતિબંધ થાય છે એમ સમજવું.
વળી મોહના ઉદયથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપભાવ થાય છે તે સર્વનું સામાન્યપણે “કષાય” એ નામ છે. તેનાથી કર્મપ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ત્યાં જેટલી સ્થિતિ બાંધી હોય તેમાં અબાધાકાળ છોડી તે પછી જ્યાં સુધી બંધસ્થિતિ પૂર્ણ થાય ત્યાંસુધી સમયે સમયે તે પ્રકૃતિઓનો ઉદય આવ્યા જ કરે છે. ત્યાં દેવ, મનુષ્ય અને તિર્યંચાયુ વિના બાકીની સર્વ ઘાતિઅઘાતિ કર્મપ્રકૃતિઓનો અલ્પ કષાય હોય તો થોડો સ્થિતિબંધ તથા ઘણો કષાય હોય તો ઘણો સ્થિતિબંધ થાય છે. તથા દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણે આયુનો, અલ્પ કષાયથી ઘણો અને ઘણો કપાય હોય તો થોડો સ્થિતિબંધ થાય છે.
વળી એ કપાય વડે જ તે કર્મપ્રકૃતિઓમાં અનુભાગશક્તિના ( ફલદાન શક્તિના) ભેદો થાય છે. ત્યાં જેવો અનુભાગબંધ થાય તેવો જ ઉદયકાળમાં એ પ્રકૃતિઓનું ઘણું વા થોડું ફળ નીપજે છે. ત્યાં ઘાતિકર્મની સર્વ પ્રકૃતિઓમાં વા અઘાતિકર્મોની પાપપ્રકૃતિઓમાં
૧ આઠ મૂળ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ અને અબાધાકાળનું કોષ્ટક-મૂળ પ્રકૃતિઓ ઉ, સ્થિતિબંધ જ સ્થિતિબંધ ઉ. અબાધાકાળ જ, અબાધાકાળ
૧
જ્ઞાનાવરણ ૩0 | કોકો સાગર | ૧ | અંતર્મુહૂર્ત | ૩ હજાર વર્ષ
આયુકર્મ સિવાય સાતે કર્મોની ૨ | દર્શનાવરણ | ૩૦ ૧ | *
જઘન્ય અબાધા પોતપોતાની વેદનીય | ૩૦ | ? ૧૨ | મુહૂર્ત | ૩ ”
જઘન્યસ્થિતિથી સંખ્યાતગુણી ૪ | મોહનીય ૭ | ૧ | અંતર્મુહૂર્ત | ૭ હજાર વર્ષ
અલ્પ હોય છે. તથા:-આયુપ| આયુ ૩૩ | સાગર
| પૂર્વકોટી વર્ષ ત્રિભાગ કર્મની જઘન્ય અબાધા આ| ૬ | નામ | ૨૦ | કોકો સાગર | ૮ | મુહૂર્ત | ૨ હજાર વર્ષ | વલીના અસંખ્યાતમાભાગ- 1 ગોત્ર | 0 |
પ્રમાણ તથા કોઈ આચાર્યના અંતરાય
અંતર્મુહૂર્ત | ૩ હજાર વર્ષ મતે એક અંતર્મુહૂત
પણ હોય છે.
(શ્રી ગોમ્મસાર કર્મકાંડ ગા. ૧૨૭, ૧૩૯, ૧૫૬, ૧૫૭, ૧૫૮. અનુવાદક-)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com