________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે કે-આ જે દેખવા જાણવાવાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. વળી એ સ્વભાવવડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણ કે નિજ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી છુટવું કેમ થાય? વળી એ કર્મના ઉદયથી જેટલાં જ્ઞાન, દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ બંધ થતો નથી, કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તે અભાવ અન્યનું કારણ કેમ થાય ? માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઊપજેલા ભાવો પણ નવીન કર્મબંધના કારણરૂપ નથી. મોહનીયકર્મના ઉદયવડ જીવને અયથાર્થશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ થાય છે. તથા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાયભાવ થાય છે તે જોકે જીવના અસ્તિત્વમય છે, જીવથી જાદા નથી. જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય છે તો પણ એનું હોવું મોહકર્મના નિમિત્તથી જ છે, પણ કર્મનિમિત્ત દૂર થતાં તેનો અભાવ જ થાય છે. માટે એ જીવનો નિજસ્વભાવ નથી પણ ઔપાધિકભાવ છે. તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણરૂપ છે.
અઘાતિકર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે. તેમાં શરીરાદિક તો જીવના પ્રદેશોથી એકત્રાવગાહી થઈ એકબંધનરૂપ જ હોય છે, તથા ધન-કુટુંબાદિક જે આત્માથી ભિન્નરૂપ છે તેથી એ બધા બંધનાં કારણ નથી. કારણ કે પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ હોય નહિ પણ તેમાં આત્માના મમત્વાદિરૂપ મિથ્યાત્વાદિભાવ થાય છે, તે જ બંધના કારણરૂપ જાણવા.
યોગ અને તેનાથી થવાવાળા પ્રકૃતિબંધ, પ્રદેશબંધ
વિશેષમાં એમ જાણવું કે-નામકર્મના ઉદયથી શરીર, વચન વા મન ઉપજે છે, તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશોનું ચંચલપણું થાય છે, તે વડે આત્માને પુગલવર્ગણાઓથી એક બંધારૂપ હોવાની શક્તિ થાય છે, તેને યોગ કહે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. ત્યાં અલ્પ યોગ હોય તો થોડા પરમાણુઓનું તથા ઘણો યોગ હોય તો ઘણા પરમાણુઓનું ગ્રહણ થાય છે. એક સમયમાં ગ્રહણ થયેલા પુદ્ગલપરમાણુઓ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિ વા તેની ઉત્તર પ્રવૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વયં વહેંચાઈ જાય છે, અને તે વહેંચણી અનુસાર તે પરમાણુઓ તે તે પ્રકૃતિઓરૂપ પોતે જ પરિણમી જાય છે.
વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે, શુભ યોગ અને અશુભ યોગ. ત્યાં ધર્મના અંગોમાં મન-વચન-કાયાની પ્રવૃતિ થતાં તો શુભયોગ હોય છે તથા અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિ થતાં અશુભયોગ હોય છે. હવે શુભયોગ હો વા અશુભયોગ હો, પરંતુ સમ્યકત્વ પામ્યા વિના ઘાતિયાકર્મોની સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com