________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અમૂર્તિક આત્મા તથા ઇંદ્રિયગમ્ય હોવા યોગ્ય મૂર્તિક કર્મો–એ બંનેનું પણ બંધાન છે એમ માનવું. વળી એ બંધાનમાં કોઈ કોઈને કર્તા તો છે નહિ, જ્યાં સુધી બંધાન રહે ત્યાંસુધી એ બંનેનો સાથ રહે, પણ છુટાં પડે નહિ; તથા પરસ્પર કાર્ય-કારણપણું તેઓને બન્યું રહે એટલું જ અહીં બંધાન જાણવું. હવે મૂર્તિક-અમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં કાંઈ વિરોધ નથી. એ પ્રમાણે જેમ એક જીવને અનાદિ કર્મસંબંધ કહ્યો તે જ પ્રમાણે જુદા જુદા અનંત જીવોને પણ સમજવો.
ઘાતિ-અઘાતિ કર્મ અને તેનાં કાર્ય
હવે તે કર્મ જ્ઞાનાવરણાદિ ભેદો વડે આઠ પ્રકારનાં છે, ત્યાં ચાર ઘાતિકર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. તેમાં જ્ઞાનાવરણ-દર્શનાવરણવડ જીવના જ્ઞાનદર્શનસ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ જ્ઞાન-દર્શનની વ્યક્તતા રહે છે. મોહનીયવડે જીવના સ્વભાવ નહિ એવા મિથ્યાશ્રદ્ધાના વા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાયોની વ્યક્તતા થાય છે. તથા અંતરાયવડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્યરૂપ જે વીર્ય-તેની વ્યક્તતા થતી નથી, પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ શક્તિ રહે છે. એ પ્રમાણે ઘાતિકર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે. પણ એમ ન સમજવું કે-પહેલાં તો સ્વભાવરૂપ શુદ્ધઆત્મા હતો, પરંતુ પાછળથી કર્મનિમિત્તથી સ્વભાવઘાતવડે અશુદ્ધ થયો.
પ્રશ્ન - ઘાત નામ તો અભાવનું છે. હવે જેનો પહેલાં સભાવ હોય તેનો અભાવ કહેવો બને, પરંતુ અહીં સ્વભાવનો સદ્દભાવ તો છે જ નહિ તો પછી ઘાત કોનો કર્યો?
ઉત્તર:- જીવમાં અનાદિથી જ એવી શક્તિ હોય છે કે જો કર્મનું નિમિત્ત ન હોય તો કેવળજ્ઞાનાદિ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, પરંતુ અનાદિથી જ કર્મનો સંબંધ હોય છે તેથી એ શક્તિનું વ્યક્તપણું ન થયું. એટલે શક્તિ અપેક્ષા સ્વભાવ છે તેનો, વ્યક્ત ન થવા દેવાની અપેક્ષાએ, ઘાત કર્યો એમ કહીએ છીએ.
વળી ચાર અઘાતિકર્મોના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે. ત્યાં વેદનીય વડે તો શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારનાં સુખ-દુઃખના કારણરૂપ પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. આયુકર્મવડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ છૂટી શક્તો નથી. નામકર્મવડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે. તથા ગોત્રકર્મવડે ઉંચ-નીચ કુળની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અઘાતિકર્મોવડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે. જે વડે મોહના ઉદયનો સાથ મળતાં જીવ સુખી-દુઃખી થાય છે. વળી શરીરાદિકના સંબંધથી જીવનો અમૂર્તવાદિસ્વભાવ પોતાના સ્વ-અર્થને કરી શક્તો નથી. જેમ કોઈ શરીરને પકડે તો આત્મા પણ પકડયો જાય છે. વળી જ્યાંસુધી કર્મનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com