________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
સંસારઅવસ્થામાં અનંતાનંત જીવદ્રવ્ય છે. તેઓ અનાદિથી જ કર્મબંધન સહિત છે. પણ એમ નથી કે....જીવ પહેલાં ન્યારો હતો તથા કર્મ ન્યારાં હતાં અને પાછળથી તેમનો સંયોગ થયો; તો કેવી રીતે છે? જેમ મેગિરિ આદિ અકૃત્રિમ સ્કંધોમાં અનંતા પુગલપરમાણુઓ અનાદિ કાળથી એક બંધનરૂપ છે, તેમાંથી કોઈ પરમાણુ જુદા પડે તો કોઈ નવા મળે છે, એ પ્રમાણે મળવુંવિખરાવું થયા કરે છે. તેમ સંસારમાં એક જીવદ્રવ્ય તથા અનંતા કર્મરૂપ પુદ્ગલપરમાણુ એ બંને અનાદિકાળથી એકબંધાનરૂપ છે. તેમાંથી કોઈ કર્મપરમાણુ જુદા પડે છે તથા કોઈ નવા મળે છે. એ પ્રમાણે મળવું-વીખરાવું થયા કરે છે.
પ્રશ્ન:- પુદ્ગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિ કર્મરૂપ કેવી રીતે છે?
કર્મોના અનાદિપણાની સિદ્ધિ
ઉત્તર- નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું કાંઈ પ્રયોજન નથી. જેમ નવીન પુદ્ગલપરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ-રુક્ષ ગુણના અંશો વડે જ થાય છે તથા મેગિરિ વગેરે સ્કંધોમાં અનાદિ પુદગલપરમાણુઓનું બંધાન છે ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદિકવડ જ થાય છે તથા અનાદિ પુદ્ગલ-પરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે, ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? વળી જો અનાદિ વિષે પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહિ, માટે કર્મનો બંધ અનાદિ માનવો. શ્રી પ્રવચનસાર શાસ્ત્રની તત્ત્વપ્રદીપિકાવૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય જ્ઞયાધિકાર છે, ત્યાં કહ્યું છે કેરાગાદિકનું કારણ તો દ્રવ્ય કર્મ છે તથા દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે.” ત્યારે ત્યાં તર્ક કર્યો છે કે એ પ્રમાણે તો ઇતરેતરાશ્રય દોષ લાગે છે અર્થાત તે તેના આશ્રયે અને તે તેના આશ્રયે એમ થયું, ક્યાંય થંભાવ રહ્યો નહિ. ત્યારે ત્યાં એવો ઉત્તર આપ્યો છે કે
"एवं सतीतरेतराश्रयदोषः। न हि। अनादिप्रसिद्धद्रव्यकर्माभिसंबद्धस्यात्मनः પ્રાજીનદ્રવ્યવર્માસ્તત્ર દેતુત્વેનોપાવાના” શ્રી પ્રવચનસાર અ. ૨ ગા. ૨૯ (સળંગ-૧૨૧)
અર્થ - એ પ્રમાણે ઇતરેતરાશ્રય દોષ નથી, કારણ અનાદિનો સ્વયંસિદ્ધ દ્રવ્યકર્મનો સંબંધ છે તેને ત્યાં કારણપણાવડ ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે આગમમાં કહ્યું છે. વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. જો કર્મનિમિત્ત વિના જીવને પહેલાં રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો એક સ્વભાવ થઈ જાય, કારણ પરનિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. માટે કર્મનો સંબંધ અનાદિ જ માનવો.
પ્રશ્ન:- જો ન્યારો ન્યારા દ્રવ્ય છે તો અનાદિથી તેનો સંબંધ કેમ સંભવે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com