________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૨૭
ઉત્તર- જેમ મૂળથી જ જળ અને દુધનો, સુવર્ણ અને કિટ્ટીકનો, તુષ અને કણનો તથા તેલ અને તલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી, તેમ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જ જાણવો; પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી. વળી તમે કહ્યું કે “તે કેમ સંભવે?” પણ અનાદિથી જેમ કોઈ જુદાં દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલાં દ્રવ્યો પણ છે. એટલે એવા સંભવમાં કોઈ વિરોધ તો ભાસતો નથી.
પ્રશ્ન- સંબંધ વા સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલાં જુદાં હોય અને પછી મળ્યાં હોય, પણ અહીં અનાદિકાળથી મળેલા જીવ અને કર્મોનો સંબંધ કેમ કહ્યો?
ઉત્તર- અનાદિથી તો મળેલાં હતાં, પણ પાછળથી જુદાં થયાં ત્યારે જાણ્યું કે-જુદાં હતાં તો જુદાં થયાં. માટે પહેલાં પણ જુદાં જ હતાં. એ પ્રમાણે અનુમાન વડે વા કેવળજ્ઞાનવડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાસે છે; એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ વા સંયોગ કહ્યો છે. કારણ નવા મળો વા મળેલા જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે.
જીવ અને કર્મોની ભિન્નતા
હવે જીવદ્રવ્ય તો દેખવા-જાણવારૂપ ચૈતન્યગુણનું ધારક છે, ઇન્દ્રિય-ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે તથા સંકોચવિસ્તારશક્તિસહિત અસંખ્યાતપ્રદેશી એક દ્રવ્ય છે. તથા કર્મ ચેતનાગુણરહિત જડ, મૂર્તિક અને અનંત પુગલપરમાણુઓનો પુંજ છે. માટે તે એક દ્રવ્ય નથી. એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તોપણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી પણ પોતપોતાના લક્ષણને ધરી બન્ને જાદાં જાદાં જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોને ધરી સુવર્ણ જુદું જ રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે તેમ એ બંને જુદાં જાણવાં.
પ્રશ્ન- મૂર્તિક મૂર્તિકનું તો બંધાન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું બંધાન કેમ
બને?
અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મોનો બંધ કેવી રીતે થાય છે
ઉત્તર:- જેમ વ્યક્ત-ઇંદ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગલો તથા વ્યક્ત-ઇદ્રિયગમ્ય એવા સ્કુલ પુગલોનું બંધાન હોવું માનીએ છીએ તેમ ઈદ્રિયગમ્ય ન હોવા યોગ્ય એવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com