________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૨૯
ઉદય રહે ત્યાંસુધી બાહ્ય સામગ્રી પણ તેમ જ બની રહે છે પણ અન્યથા થઈ શક્તી નથી. એ પ્રમાણે અઘાતિકર્મોનું નિમિત્તે જાણવું.
પ્રશ્ન:- કર્મ તો જડ છે, જરાય બળવાન નથી, તો એ વડે જીવના સ્વભાવનો ઘાત થવો વા બાહ્ય સામગ્રીનું મળવું કેમ સંભવે?
નિર્બળ જડકર્મો દ્વારા જીવના સ્વભાવનો ઘાત
તથા બાહ્યસામગ્રીનું મળવું
ઉત્તર:- જો કર્મ પોતે કર્તા થઈ ઉધમથી જીવના સ્વભાવનો ધાત કરે, બાહ્મ સામગ્રી મેળવી આપે ત્યાર તો કર્મમાં ચૈતન્યપણું પણ જોઇએ તથા બળવાનપણું જોઇએ, પણ એમ તો નથી. સહજ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જયારે તે કર્મનો ઉદયકાળ હોય ત્યારે આત્મા પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથી-વિભાવરૂપ પરિણમન કરે છે તથા જે અન્ય દ્રવ્યો છે તે તે જ પ્રમાણે સંબંધરૂપ થઈ પરિણમે છે. જેમ કોઈ પુરુષના માથા ઉપર મોહનધૂળ પડી છે તેથી તે પુરુષ પાગલ બની ગયો, હવે, ત્યાં એ મોહનધૂળને તો જ્ઞાન પણ નથી તેમ તેમાં બળવાનપણું પણ નથી, છતાં પાગલપણું એ મોહનધૂળ વડ જ થતું જોવામાં આવે છે. મોહનધૂળનું તો માત્ર નિમિત્તપણું જ છે, પણ તે પુરુષ પોતે જ પાગલ થઈ પરિણમે છે, એવો જ નિમિત્ત-નૈમિત્તિકભાવ બની રહ્યો છે. વળી જેમ સૂર્યોદયકાલે ચકલા-ચકવીનો સંયોગ થાય છે ત્યાં કોઈએ દ્રષબુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિશે તેમને જુદાં કર્યા નથી તેમ કોઈએ કરુણાબુદ્ધિપૂર્વક દિવસ વિષે લાવીને મેળવ્યાં નથી પણ સૂર્યોદયનું નિમિત્ત પામીને પોતે જ મળે છે, તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને પોતે જ છુટાં પડે છે. એવો જ નિમિત્ત-નૈમિત્તિકભાવ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો. એ પ્રમાણે કર્મના ઉદય વડે જીવની અવસ્થા થાય છે. હવે નવીન બંધ કેવી રીતે થાય છે તે કહીએ છીએ.
નવીન બંધ કેવી રીતે થાય છે
જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે, તથા એ મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે; પણ મેઘપટલજનિત નથી. તેમ જીવનો જ્ઞાન-દર્શન-વીર્ય સ્વભાવ છે, તે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાલમાં અભાવ છે તથા એ કર્મોના ક્ષયોપશમથી જેટલો જ્ઞાન, દર્શન અને વીર્યસ્વભાવ પ્રગટ વર્ત છે તે જીવના સ્વભાવનો અંશ જ છે; કર્મોદયજન્ય ઔપાધિકભાવ નથી. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. અને એ વડ જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com