________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રશ્ન- મોક્ષમાર્ગના પ્રકાશક પૂર્વ ગ્રન્થો તો હતા જ, તમે નવીન ગ્રન્થ શા માટે બનાવો
છો ?
ઉત્તર- જેમ મોટા દીપકોનો ઉદ્યોત ઘણા એલાદિકના સાધન વડે રહે છે, પણ જેને ઘણા તેલાદિકની શક્તિ ન હોય તેને નાનો દીપક સળગાવી આપીએ તો તે તેનું સાધન રાખી તેના ઉદ્યોતથી પોતાનું કાર્ય કરી શકે. તેમ મહાન ગ્રન્થોનો પ્રકાશ તો ઘણા જ્ઞાનાદિ સાધન વડે રહે છે પણ જેને ઘણા જ્ઞાનાદિકની શક્તિ ન હોય તેને લઘુ ગ્રન્થ બનાવી આપીએ તો તે તેનું સાધન રાખી તેના પ્રકાશથી પોતાનું કાર્ય કરી શકે. માટે આ સુગમ લઘુ ગ્રન્થ બનાવીએ છીએ. વળી કષાયપૂર્વક પોતાનું માન વધારવા, લોભ સાધવા, યશ વધારવા કે પોતાની પદ્ધતિ સાચવવા હું આ ગ્રન્થ બનાવતો નથી, પણ જેને વ્યાકરણ-ન્યાયાદિક,
જેમ જળોને દૂધથી ભરેલા આંચળને લગાડવામાં આવે તો પણ તે પોતાના જાતિસ્વભાવને લીધે દુધને ગ્રહણ ન કરતાં માત્ર રુધિર જ ગ્રહણ કરે છે તેમ કોઈ શ્રોતા એવા હોય છે કે-તેમને ગમે તેટલો રૂડો, કોમળ અને સમ્યગૂ ધર્મોપદેશ કરો પરંતુ એ દુર્બુદ્ધિ માત્ર અવગુણ જ ગ્રહણ કરે. તેને એવી શ્રદ્ધા છે કે અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો, કોઈ અમારું શું ભલું કરી શકે એમ છે, અમારા ભાગ્યમાં હશે તે થશે. આવા પરિણામવાળા શ્રોતા જળો સમાન જાણવા.
એ પ્રમાણે બિલાડા સમાન, બગલા સમાન, પોપટ સમાન. માટી સમાન, ડાંસ સમાન અને જળો સમાન મળી છ પ્રકારના મિશ્ર શ્રોતાઓ છે. તેમાં માટી અને પોપટ સમાન શ્રોતા મધ્યમ જાણવા તથા તે સિવાય ઉપરના આઠ મળી બારે પ્રકારના અધમ શ્રોતા જાણવા.
હવે ગાય, બકરી અને હંસ સમાન ત્રણ પ્રકારના ઉત્તમ શ્રોતાઓ કહે છે.
જેમ ગાય ઘાસ ખાઈને પણ સુંદર દુધ આપે છે તેમ કોઈને અલ્પ ઉપદેશ આપવા છતાં તેને બહુ બહુ ચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે તથા એ ઉપદેશથી મને રૂડા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ, અહો! મારું ભાગ્ય! એમ સમજી તે ઉપદેશની તથા ઉપદેશદાતાની વારંવાર પ્રશંસા કરે, ઉપદેશદાતાનો બહુ બહુ ઉપકાર માને, પોતાને પણ તે ઉપદેશલાભથી ધન્યરૂપ સમજે. આવા શ્રોતા ગાય સમાન જાણવા.
જેમ બકરી નીચી નમી પોતાનો ચારો ચરે જાય. કોઈથી વેષભાવ ન કરે, જળાશયમાં પાણી પીવા જાય ત્યાં ઢીંચણભર નમી ધીરેથી પાણી પીવે પણ જળને બગાડ નહિ, તેમ જે શ્રોતા સભામાં શાંતિપૂર્વક બેસે, કોઈ આડી વાત કરતો હોય તો તે તરફ લક્ષ પણ ન આપે, પુણ્યકારક કથનને ગ્રહણ કરે અને પોતાના કામથી જ કામ રાખે. આવા શ્રોતા બકરી સમાન જાણવા.
જેમ હંસને દુધમાં પાણી ભેળવી આપો તોપણ તે પાણીને ન પીતાં માત્ર દુધને જ અંગીકાર કરે છે, કારણ તેની ચાંચ જ એવા પ્રકારની હોય છે કે તેનો સ્પર્શ થતાં જ પાણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com