________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એવી ઇચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું, પરંતુ સ્વાભાવિક જ તેના કિરણો ફેલાય છે જેથી માર્ગનું પ્રકાશન થાય છે, તે જ પ્રમાણે શ્રી વીતરાગ કેવળી ભગવાનને એવી ઇચ્છા નથી કે અમે મોક્ષમાર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતિકર્મના ઉદયથી તેમના શરીરરૂપ પુદ્દગલો દિવ્યધ્વનિરૂપ પરિણમે છે. જેનાથી મોક્ષમાર્ગનું સહજ પ્રકાશન થાય છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે જયારે કેવળી ભગવાનરૂપ સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષમાર્ગને કેવી રીતે પામશે ? અને મોક્ષમાર્ગ પામ્યા વિના જગત જીવો દુ:ખને જ સહશે, એવી કરુણાબુદ્ધિવડે અંગપ્રકીર્ણાદિક ગ્રંથ જેવા મહાન દીપકોનો ઉદ્યોત કર્યો. વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરંપરા પ્રવર્તે છે, તેમ એ ગ્રન્થો ઉ૫૨થી આચાર્યાદિકોથી અન્ય
લાગે તો તેને ધ્યાનપૂર્વક સાંભળે. સભામાં ગુણ-દોષની સામાન્ય પ્રકારે વાત ચાલતી હોય તો આ મૂર્ખ એમ સમજે કે આ બધું મારા ઉપર કહે છે. આવા શ્રોતા સભામાં વ્યાખ્યાન સાંભળવા આવીને પણ કેવળ પાપબંધ જ કરે છે. વક્તાથી જ દોષભાવ કે દ્વેષભાવ આણે છે પણ વક્તાનો ગુણ તો જરાપણ ગ્રહણ કરતા નથી. આવા શ્રોતા ચાળણી સમાન જાણવા.
જેમ પવનથી ભરેલી મસક ઉ૫૨થી જલ ભરી દેખાય પણ અંદર તો જરા પણ પાણી નથી, તેમ જે શ્રોતા અંતરંગ ધર્મ ઇચ્છાથી રહિત છે, ક્રોધાદિ કષાયપૂર્ણ છે, શુદ્ધ ધર્મના નિંદક છે, ધર્માત્મા તથા વક્તાના પણ નિંદક છે, શુદ્ધ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મક તત્ત્વ-ગર્ભિત ચર્ચા જેને ગમતી જ નથી ઉલટા તેના પણ દ્વેષી રહ્યા કરે છે અને બાહ્ય વૈષધારી કુદેવ-કુગુરુના પ્રસંશક છે આવા શ્રોતા મસક
સમાન જાણવા.
જેમ સર્પને સુંદર દુધપાન કરાવવા છતાં તેનું અંતે મહા દુઃખદાયી વિષ જ થાય છે તેમ જેને અમૃત સમાન જિનવચન સંભળાવવા છતાં તે સાંભળીને પણ જે કેવળ પાપબંધ જ કરે છે, તેઓ માત્ર વક્તાનું બુરું જ ચિંતવ્યા કરે છે. આવા ધર્મદ્વેષી શ્રોતા સર્પ સમાન જાણવા.
જેમ પાડો સુંદર જળાશયમાં પાણી પીવા જાય ત્યાં પાણી તો થોડું પીવે પણ અંદર ઝાડોપેશાબાદિ કરી તે જળાશયની અંદર પડી તેને ડહોળી નાંખી બધા જળને ખરાબ કરી મૂકે, પાછળ કોઈને પીવા યોગ્ય પણ રાખે નહિ અને પોતાનું તથા ૫૨નું અંગ મલિન કરી નાંખે; તેમ સભામાં ચાર અનુયોગ સંબંધી સુંદર તત્ત્વચર્ચા ચાલતી હોય, મહામંગલકારી જિનવાણીનું થન થઈ રહ્યું હોય ત્યાં કોઈ ભોળો, મંદજ્ઞાની–કષાયી મનુષ્ય કોઈ એવો પ્રશ્ન કરે-કોઈ એવી છલ ભરી વાત ચલાવી દે કે જેથી આગમના કથનનો વિરોધ થાય, અન્ય સર્વ શ્રોતાઓનાં ચિત્ત ઉદ્ગગમય બની જાય. આવા શ્રોતા
પાડા સમાન જાણવા.
એ પ્રમાણે પાષાણ સમાન, ફુટેલા ઘડા સમાન, મેંઢા સમાન, ઘોડા સમાન, ચાળણી સમાન, મસક સમાન, સર્પ સમાન અને પાડા સમાન આઠ પ્રકારના શ્રોતાઓ મહા અશુભ જાણવાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com