________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ અધિકાર
[ ૧૯
એ પ્રમાણે શાસ્ત્રનું તથા વક્તા-શ્રોતાનું સ્વરૂપ કહ્યું. ત્યાં ઉચિત શાસ્ત્રને ઉચિત વક્તા થઈ વાંચવું તથા ઉચિત શ્રોતા થઈ સાંભળવું યોગ્ય છે. હવે આ મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રની રચના કરી છે તેની સાર્થક્તા દર્શાવીએ છીએ.
મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થક્તા
આ સંસારરૂપ અટવીમાં સમસ્ત જીવો કર્મનિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારનાં દુઃખોથી પીડિત થઈ રહ્યા છે. વળી ત્યાં મિથ્યા-અંધકાર છવાઈ રહ્યો છે. જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ પણ પામતા નથી, પરંતુ તરફડી તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. એવા જીવોનું ભલું થવા અર્થે શ્રી તીર્થકર કેવળી ભગવાનરૂપ સૂર્યનો ઉદય થયો. જેમાં દિવ્યધ્વનિરૂપ કિરણો વડે મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત થયો. જેમ સૂર્યને
જે જીવ ઉપદેશ તો સાંભળે, પૂછે, ભણે, યાદ રાખે તથા ઘણા કાળ સુધી બાહ્ય ધર્મક્રિયા પણ કરે પરંતુ અંતરંગ પાપ બુદ્ધિ છોડે નહિ. કુગુરુ-કુધર્મને પૂજવાની-માનવાની શ્રદ્ધા મટે નહિ, ક્રોધમાનાદિ કષાય મટે નહિ તથા અંતઃકરણમાં જિનવાણી અત્યંત પ્રેમપૂર્વક રુચે નહિ તેવા શ્રોતા પાષાણ સમાન જાણવા.
જે દરરોજ શાસ્ત્ર સાંભળે, સાંભળતી વેળા સામાન્ય યાદ રહે પણ પછી ભૂલી જાય પણ સાંભળેલાં વચન હૃદયમાં ટકે નહીં તે કુટયા ઘડા જેવા શ્રોતા જાણવા
જેમ મેંઢો તેનું પાલન કરનારને જ માથું મારે તેમ જ શ્રોતા અનેક દૃષ્ટાંત, યુક્તિ, શીખામણ અને શાસ્ત્ર રહસ્ય સમજપૂર્વક સંભળાવનાર મહા ઉપકારી એવા વક્તાનો જ દ્વેષી થાય, અરે તેનો જ ઘાત તથા બુરું વિચારે તેવા શ્રોતા મેંઢા સમાન જાણવા.
જેમ ઘોડો ઘાસ-દાણો દેવાવાળા રક્ષકને જ મારે, કરડે, બટકાં ભરવા જાય તેમ જે શ્રોતા જેની પાસેથી ઉપદેશ સાંભળે તેનાથી જ શ્રેષ કરવા લાગી જાય તેના અવગુણ-અવર્ણવાદ બોલવા લાગે તેવા શ્રોતા ઘોડા સમાન જાણવા.
જેમ ચાળણી સૂક્ષ્મ આટાને તો બહાર કાઢી નાખે કે જે પ્રયોજનરૂપ છે અને અપ્રયોજનરૂપ ભુસું-કાંકરા વગેરે સંગ્રહ કરી રાખે તેમ જે શ્રોતા ઉપદેશદાતા વક્તાના કોઈ ગુણને ગ્રહણ ન કરતાં માત્ર તેના અવગુણને જ ગ્રહણ કરે, શાસ્ત્રમાં દાન વા ચૈત્યાલય-પ્રભાવનાદિ કરવાની વાત આવે તો આ મૂર્ખ એમ સમજે કે-આ ઉપદેશ મારા ઉપર દેવાય છે, હું ધનવાન છું તેથી આડકતરી રીતે મને ધન ખર્ચવાનું કહે છે, પણ મારી પાસે ધન કયાં છે? તપ સંબંધી વ્યાખ્યાન ચાલતું હોય તો આ એમ માને કે-હું શરીર પુષ્ટ છું તેથી આ મને જ કહે છે કે ત૫ કરો, પણ મારાથી તપ કયાં થઈ શકે એમ છે? દાન, પૂજા અને શીલ-સંયમાદિનો ઉપદેશ ચાલતો હોય ત્યારે આ કાં તો ઊંઘે અથવા વિભ્રમચિત્ત રાખી સાંભળે નહિ, સભામાં કોઈ કોઈની નિંદા અથવા કલકથા કરવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com