________________
અને પુદગલ આ પાંચ અજીવ છે. જીવના લક્ષણથી અજીવનું લક્ષણ તદ્દન જુદું છે. જીવમાં ચૈતન્ય લક્ષણની મુખ્યતા છે. અજીવમાં જડ લક્ષણની મુખ્યતા છે, જીવને જેમ દ્રવ્ય કહેવામાં આવેલ છે તેમ આ અજીવના પાંચે ભાગોને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે બધા મળી વિશ્વમાં છ દ્રવ્ય છે. જેમાં ગુણ અને પર્યાય હાય તે દ્રવ્ય કહેવાય છે. “ગુણે પર્યાય વાન તે દ્રવ્ય” એ સામાન્ય રીતે દ્રવ્યનું લક્ષણ છે. ગુણ પયયને દ્ર–ઝરે તે દ્રવ્ય. આ દ્રો સત્તામય અને અવિનાશી છે.
ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એમ ત્રણ પ્રકારે તે સત્તા છે. સર્વ પદાર્થોમાં આ ત્રણે સત્તા વ્યાપ્ત છે. એક પર્યાયને અને અનંત પર્યાયને ધારણ કરનારી છે. ઉત્પન્ન થતી પદાર્થમાં ઉત્પન્ન થવા રૂપે સત્તા રહેલી છે. વ્યય-નાશ પામતા પદાર્થમાં વ્યય રૂપે સત્તા રહેલી છે અને અને સ્થિર રહેતા પદાર્થમાં સ્થિર રૂપે સત્તા રહેલી છે. આ એક એકની અપેક્ષાએ તે સત્તા એક રૂપે પણ છે. ઘટપટાદિ સર્વ પદાર્થમાં તે રહેતી હોવાથી અનેકરૂપ પણું કહેવાય છે.સવ પદાર્થમાં તે સત્તા એક સ્વરૂપે રહેતી હોવાથી એક સ્વરૂપ છે અને ભિન્ન ભિન્ન પદાર્થમાં ભિન્ન ભિન્ન રૂપે રહેતી હેવાથી તે અનેક સ્વરૂપ પણ છે. એક પર્યાયમાં રહેતી હેવાથી એક પર્યાય રૂપ છે અને પદાર્થના અનંત પર્યાયમાં રહેતી હોવાથી અનંત પચાય સ્વરૂપ પણ છે.
મૂળ છ દ્ર કહ્યાં છે તે દ્રવ્યની અપેક્ષાએ કોઈ