________________
ચકકસ છે. જે મનુષ્ય મેક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ પરદ્રવ્યની–આત્મ સિવાયની ઉપાસના કરે છે તે હિમવંત પર્વત ત જવાની ઈચ્છા કરીને તેની વિધી બાજુએ સમુદ્ર તરફ પ્રયાણું કરનારના જેવું કરે છે એમ હું માનું છું, કેમકે તે તરફની પ્રવૃત્તિથી તેને તે વસ્તુ મળવાની નથી પણ ઉલટ તે તેનાથી વધારે વેગળ રહે છે. જે આત્મા પરદ્રવ્યનું ચિંતન કરનાર છે તે પરદ્રવ્યમાં તદાકાર થાય છે અને તેને પ્રાપ્તિ પણ તેની જ થાય છે. જે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે, તેમાંજ તદાકાર થાય છે, તેને તેની પ્રાપ્તિ થાય છે. કેમકે વસ્તુમાં જે ગુણ હોય તેજ પ્રગટે, બીજે કયાંથી આવે ?
આત્મામાં કદિ નથી. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મો તે પુદગલનાં બનેલાં છે. પુદગલે છે. તે આત્મામાં નથી. ઇન્દ્રિય આદિ પર્યાસિઓ તે આત્મા નથી. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, અને સચિત્ત અચિત્ત મિશ્ર શબ્દ, અને દેહ એ ચેતન નથી, શુદ્ધ સ્ફટિકને શતાં પુષ્પાદિને સંબંધ થવાથી જેમ તેમાં રાતાશ દેખાય છે પણ તાત્વિક રાતાશ સ્ફટિકમાં નથી તેમ શરીરના રોગથી આત્માને વર્ણ ગંધાદિક કહેવાય છે પણ તાત્વિક રીતે તે આત્મામાં નથી. રાગ, દ્વેષ, મદ, ક્રોધ, લોભ, મોહ આદિ ઉદયિક ભાવના દુષે સંસારી જીને સદા ઉદયમાં