Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ-૩૪ ]
-શ્રી રાજુભાઇ પંડિત
[૩૪] ‘ભીમનું મૃત્યુ એ જ મારી મ`ઝિલ’—દુર્યોધન
‘એમાંય પ્રચંડ પરાક્રમી આ ભીમને જ મારે બલાત્કારે ખતમ કરી નાંખવા પડશે, જે કઢિ કાઇનાથી ડરતા જ નથી. અને ભીમ મરાતા જ યુધિષ્ઠિર અને અર્જુન તા
મરાયા જ સમજો.’
હસ્તિનાપુરના રાજભવનમાં એક સાથે એકસે પાંચ રાજકુમારે ઉરી રહ્યા છે. પાંચ પાંડવા અને સે ધાત રાષ્ટ્રો સ્વતંત્ર રીતે હસ્તિનાપુરમાં ક્રીડા કરતાં સમય વીતાવે છે. પાંચ પાંડવા ખાળપણથી જ પરમાત (શ્રાવક) થયા છે. જેનાવા પરલેક હાય છે તેની ચેષ્ટા આ લેાકમાં તેને અનુરૂપ જ હાય છે,
હસ્તિનાપુરના ઉપવનેામાં, ક્રીડા પર્વત ઉપર, યમુના નદીના જળમાં, ગ’ગાના તટની રેતીમાં જાત-જાતની ક્રીડાએ દરેક કુમારો સપીને કરી રહ્યા છે. દરેક ક્રીડામાં ભીમ દરેકને હરાવી રહ્યો છે. યુધિષ્ઠિર પેાતાના ચારે ભાઇએ કરતા પણ વધુ સ્નેહ દુર્ગંધન ઉપર રાખે છે.
શ્વાસ ચડી
ક્રીડા કરતાં કરતાં ભીમ ક્યારેક દુ:શાસનાદિને બગલમાં ભરાવીને જાય તે રીતે હેરાન કરે છે. ક્યારેક ભીમ પેાતાના માથાથી દુઃશાસનાઢિના માથા ટકરાવીને પરેશાન કરે છે તેા કયારેક પગેથી ખેંચીને એક કાશ જેટલે દૂર ઢસડી જાય છે. તેથી તે દરેકના નાક, ઢીચણુ, કપાળ આદિ છેલાઇ જાય છે. ક્યારેક માહુપાશથી બાંધીને નદીમાં ડુબકીએ ખવરાવે છે. અને મરેલા જેવા થાય ત્યારે જ એને ભીમ મુક્ત કરે છે. કાઠા આઢિના વૃક્ષ ઉપર હેાંશથી રમવા ચડેલા દુ:શાસનાદિને ભીમ વૃક્ષાને પગના પ્રહારથી હણીને વૃક્ષના ફળેાની સાથે તે દરેકને પણ નીચે પછાડે છે.
આ રીતે ભીમથી ખેઢ પમાતા છતાં દુઃશાસનાઢિ ભીમ ઉપર ક્રોધ નથી કરતાં કેમકે તેઓ જાણે છે કે આ રીતેની ક્રીડામાં પણ ભીમના સ્નેહ છે પણ દ્રોહ ભાવ નથી. ભીમના માટે જે ખતરનાક વેર બાળપણથી દુર્ગંધનને હતુ. તે ભીમના બળ— સ્ક્રુતિ—કીતિ આદિના કારણે ક ઇક વધી ગયું હતું. ભીમ વડે વાર વાર કઢ ના પમાતા દુઃશાસનાઢિ નાના ભાઇઓને જોઇને ઘમંડ તથા ક્રોધ સાથે દુર્ગંધને કહ્યું-ભીમ ! આવા નાના ભાઇએને હેરાન શું કામ કરે છે જો તને હાથમાં બહુ ચળ હેય તા આવી જા મારી સાથે યુદ્ધ કર.'