________________
सिद्धान्तलेशसङ्ग्रहः
વિધિ વિના જ વેદાંત અંગે નિયમ પ્રાપ્ત થાય છે તેને માટે બીજી દલીલ દવા થાયોગચેતક :...થી રજૂ કરે છે. મીમાંસના મતને આધાર લઈને એમ બતાવ્યું છે કે દવાધ્યાયોત યઃ એ અર્થના જ્ઞાન માટે નિયમવિધિ છે. અધ્યયન-વિધિનું ફળ અક્ષરપ્રાપ્તિ કે અક્ષરગ્રહણ છે એ સિદ્ધાંતમાં પણ જે વાકય અધ્યયન દ્વારા પ્રાપ્ત થયાં છે અને જેમને અર્થજ્ઞાન દ્વારા પુરુષાર્થમાં ઉપયોગ સ ભવે છે તે વાકયેના અથનું જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત વાકથી ઉત્પન્ન કરવામાં આવેલું હોય તે જ ફળમાં પર્યાવસાન પામે છે. આ જ્ઞાન તેનાથી અતિરિક્ત ભાષાપ્રબંધાદિથી ઉત્પન્ન થયું હોય તે ફળવાળુ નથી હોતું. આ રીતે અધ્યયનવિધિના ફલરૂપ અક્ષરપ્રાપ્તિ પુરુષાર્થમાં પર્યાવસાન પામે છે એમ કહી શકાય તેથી ભાષાપ્રબન્ધાદિ દ્વારા આ સિદ્ધ કરવાનો પ્રસંગ જ આવતું નથી. “ભાષાપ્રબન્ધાદિમાં “આદિથી ઈતિહાસ, પુરાણને નિર્દેશ છે.
સત્રકાર (બાદરાયણ) અને ભાવકાર (શંકરાચાર્ય)ને શ્રવદિ અંગે વિધિ માન્ય છે એવું નથી. શ્રવણાદિ વિધિને યોગ્ય ક્રિયા હોય તે પણ એ નિત્ય પ્રાપ્ત હેવાથી વિધેય નથી. સુત્ર અને ભાગ્યમાં છવણવિધિ વગેરે શબ્દ પ્રયોજ્યા છે તે ગૌણ અર્થમાં, કારણ કે મુખ્ય અર્થ સંભવ નથી. એ વિધિના જેવા છે અને પ્રશ સા દ્વારા પ્રવૃત્તિમાં વિશેષતા લાવવા માટે છે તેથી તેમને માટે ગણ અર્થમાં વિધિ શબ્દ પ્રયોગ કર્યો છે. આના જેવું જ એક ઉદાહરણ છે – વિજુડવાં ચાર:'...૧૩viાનમન્તર વગતિ' (આગ્નેય અને અગ્નીમીય પુરોડાશની વચ્ચે ઉપાંશુયાગ કરો) એમ કહીને ફરી કહ્યું છે ‘વિગુરુપાંશુ પદાયઃ વઝાતિકવાંશુ યદા, મનીષોમાકુવાંગુ થય'. અહીં પહેલું જે “અત્તરા' વચન છે (૩વાંજીયાગામતરાં યાતિ) તે આગ્નેય અને અગ્નીષોમીય પુરેડાની વચ્ચેના કાળમાં ઉપાંશુયાગનું વિધાન કરે છે તેથી વિદgpપાંશુ...” ઈત્યાદિ ત્રણ વાક મંત્રવર્ણથી પ્રાપ્ત વૈકલ્પિક દેવતાને અનુવાદ (શાત હકીકતને નિદેશ) કરીને “અન્તરા” વાક્યથી વિહિત યાગની સ્તુતિ કરનાર અથવાદ જ છે. (જુઓ પૂર્વમીમાંસા ૨.૨, અધિ. ૪).
શ્રવણના અધિકારીને શ્રવણ નિત્ય પ્રાપ્ત હેવાથી અને તેના સમકક્ષ તરીકે કેઈ બીજુ સાધન વિક૯પથી કે સમુચ્ચયથી પ્રાપ્ત ન હોવાથી કોઈ વિધિને અવકાશ નથી. આમ બ્રહ્મસાક્ષાત્કાર માટે શ્રવણદિ નિત્ય પ્રાપ્ત હેઈને વિધિ વિના જ શ્રવણદિનું અનુષ્ઠાન સિદ્ધ થાય છે એમ પ્રતિપાદન કર્યું છે. આ ચર્ચા પૂરી કરતાં કહ્યું છે કે વિચારનું અનુષ્ઠાન કરાવનાર વિધિની જરૂર હોય તે પણ જેમ “ર્મચારવિવાર: વર્તઃ ' (કર્મવાકયને વિચાર કરવો) એવો જુદે વિધિ ન હોવા છતાં પણ અધ્યયનવિધિના બળે જ કર્મકાંડનું શ્રવણ સિદ્ધ થાય છે તેમ વેદાન્તનું શ્રવણ (વેદાન્ત વાકયવિચાર) પણ તેના બળે જ સિદ્ધ થાય છે; તેથી શ્રોત: એ વાકયમાં જુદા વિચારવિધિની અપેક્ષા નથી. આ વાચસપતિના પક્ષને અનુસરનારાઓને મત છે. (૧)
“ શ્રોતઃ' એ વાક્યના અર્થના વિચારમાં જ બ્રહ્મસૂત્રના પ્રથમ સૂત્ર પાસે વઢ જિજ્ઞાસા (૧. ૧. ૧)ના અર્થને સંગ્રહ થઈ ગયો છે. તેથી ક્રમ પ્રાપ્ત બીજા સૂત્ર (નમાઘસ્ય વતઃ - ૧..૨)ના અને સંગ્રહ આ પછીની ચર્ચામાં કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org