________________
૧૧૪.
सिद्धान्तलेशसङ्ग्रहः इतरे तु प्रतिजीवमविद्याभेदमभ्युपगम्यैव तदनुवृत्तिनिवृत्तिभ्यां बद्धमुक्तव्यवस्थां समर्थयन्ते ।
अस्मिन् पक्षे कस्याविद्यया प्रपञ्चः कृतोऽस्त्विति चेत्, विनिगमकाभावात् सर्वाविद्याकृतोऽनेकतन्त्वारब्धपटतुल्यः। एकस्य मुक्तौ तदविद्यानाशे पटस्येव तत्साधारणप्रपञ्चस्य नाशः। तदैव विद्यमानतन्त्वन्तरैः पटान्तरस्येव इतराविद्यादिभिः सकलेतरसाधारणप्रपञ्चान्तरस्योत्पादनमित्येके ।
જ્યારે બીજા જીવે જીવે અવિદ્યાને ભેદ માનીને જ તેની અનુવૃત્તિ અને નિવૃત્તિથી બદ્ધ-મુક્ત વ્યવસ્થાનું સમર્થન કરે છે.
આ પક્ષમાં કેની અવિદ્યાથી પ્રપંચ કરવામાં આવેલ માનો એવો પ્રશ્ન થતાં તેને ઉત્તર આપતાં કેટલાક કહે છે કે (કોઈ) વિનિગમક ન હોવાથી અનેક તતુથી ઉત્પન્ન કરવામાં આવેલા પટની જેમ પ્રપંચ સર્વ અવિદ્યાએથી કરવામાં આવેલ છે. એકની મુકિત થતાં તેની અવિદ્યાને નાશ થાય છે ત્યારે એક તત્ત્વને નાશ થતાં જેમ પટને નાશ થાય છે તેમ તત્સાધારણ પ્રપંચને નાશ થાય છે, ત્યારે જ વિદ્યમાન અન્ય તતુઓથી જેમ અન્ય પટનું ઉત્પાદન કરવામાં આવે છે તેમ ઇતર અવિદ્યા વગેરેથી સર્વ ઈતર (બદ્ધ જીવોને) સાધારણ એવા અન્ય પ્રપંચનું ઉત્પાદન કરવામાં આવે છે.
વિવરણ : અજ્ઞાનને સંબંધ તે જ બન્ધ અને અજ્ઞાનના સંબંધને અભાવ તે મોક્ષ એમ માનનારા ઉપર્યુક્ત બને તે અજ્ઞાનને જ્ઞાનથી નાશ કરી શકાય છે એનું પ્રતિપાદન કરનારાં શ્રુતિ-સ્મૃતિ-ભાળ્યાદિના સ્વારસ્યથી વિરુદ્ધ છે એમ માનીને બીજા કેટલાક તેમનાથી અવિરુદ્ધ મત રજૂ કરવાનો પ્રયત્ન કરે છે કે જીવે જીવે અવિદ્યા જુદી છે. તેમના મતાનુસાર અવિદ્યાનો ભેદ ન માનીએ તે અવિદ્યાનું સત્વ તે બધ અને અવિદ્યાને નાશ તે મોક્ષ એ હકીકતનું ઉપપાદન શકય ન બને અવિદ્યાના અંશ માનીને ઉપર આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે બરાબર નથી કારણ કે વિરોધી વિદ્યાને ઉદય થતાં અવિદ્યા ટકી શકે જ નહિ એમ પણ ઉપર કહ્યું છે. જીવન્મુક્તિમાં પણ અવિદ્યાના લેશની અનુવૃત્તિની વાત કરી છે ત્યાં પણ અવિદ્યાને નાશ થઈ ગયા છતાં તેને સંસ્કાર પ્રારબ્ધ કમને ક્ષય થતાં સુધી ટકે છે તે જ અવિદ્યાલેશ તરીકે વિવક્ષિત છે.
નાના (અનેક) જીવ અને તેમના બધ–મોક્ષની વ્યવસ્થા માટે નાના (અનેક) અવિદ્યા માનતાં પણ શંકા સંભવે છે કે પ્રપંચની ઉત્પત્તિ એક જીવની અવિદ્યાથી કરવામાં આવે છે કે સર્વ જીવોની અવિદ્યાએથી ? એક જવની અવિદ્યાથી એમ નહીં કહી શકાય કારણ કે ક્યા જીવની વિદ્યાથી એ નક્કી કરવા માટે કઈ વિનિગમક કારણ નથી (આ જ જીવની અવિદ્યા પ્રપંચ ઉત્પન્ન કરી શકે એમ કેવી રીતે નક્કી થાય ?). સર્વ જીવોની અવિદ્યાએથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org