________________
सिद्धान्तलेशसमहः અયાસમાં પ્રતિબંધક છે એમ માનવું પડે તેથી પ્રતિબંધકજ્ઞાન” એમ કહ્યું છે. ધર્મિજ્ઞાન અધ્યાસને અનુકૂલ હોઈને એ પ્રતિબંધક જ્ઞાન નથી તેથી આ પ્રસંગ થતું નથી. એ જ રીતે પક્ષમાં સાધ્યાભાવવત્તાનું જ્ઞાન ગ્રાહ્યાભાવનું અવગાહન કરતું હેઈને અનુમિતિની બાબતમાં સાક્ષાત્ પ્રતિબંધક છે. ત્યાં સાધ્યાભાવવ્યાપ્યવત્તાઝાન પ્રતિબંધકઝાનની સામગ્રી હેઈને તે અનુમિતિનું પ્રતિબંધક છે એવી વ્યવસ્થા જાણીતી છે. (૫વતમાં વહિંના અભાવનું જ્ઞાન એ પર્વતમાં વદિની અનુમિતિનું પ્રતિબંધક છે. હવે વદ્ધિના અભાવનું જ્ઞાન વહિના અભાવથી વ્યાપ્ય એવા કોઈ લિંગથી થતું હોય તે વદ્ધિના અભાવના જ્ઞાનની આ સામગ્રી પણ વહિની અનુમિતિની પ્રતિબંધક છે). જે પ્રતિબંધક જ્ઞાનસામગ્રીને જ પ્રતિબંધક માની શકાતી હોય અને એ રીતે ક્યાં અધ્યાસ થાય અને કયાં ન થાય એ વ્યવસ્થા ઉપપન્ન બનતી હોય તે સાદાયજ્ઞાનને અધ્યાસનું કારણ માનવાની કોઈ જરૂર નથી. તેથી ધર્મિજ્ઞાન ૩૫ “દમ” આકારવાળી વૃત્તિની સિદ્ધિ થતી નથી.
तथा हि- इहालादौ चक्षुःसम्प्रयुक्ते तदीयनैल्यादिरूपविशेषदर्शनसामग्रीसत्त्वान्न रजताध्यासः । शुक्त्यादावपि नीलभागादिष्यापिचक्ष:सम्प्रयोगे तत्सत्त्वान्न तदध्यासः। सदृशभागमात्रसम्प्रयोगे तदभावादध्यासः। तदाऽपि शुक्तित्वरूपविशेषदर्शनसामग्रीसत्त्वादनध्यासप्रसङ्ग इति चेत्, न । अध्याससमये शुक्तित्वदर्शनाभावेन तत्पूर्व तत्सामग्यभावस्य त्वयाऽपि वाच्यत्वात् ।
જેમ કેચક્ષુની સાથે સનિકૃષ્ટ અંગારા વગેરેની બાબતમાં તેના નીલતા વગેરે રૂપવિશેષનાં દર્શનની સામગ્રી હોવાથી રજતને અધ્યાસ થતું નથી. શુક્તિઆદિમાં પણ જ્યારે નીલભાગ આદિને વ્યાપાર ચક્ષુને સંનિકળ્યું હોય ત્યારે તે (વિશેષદર્શનની સામગ્રી) હેવાથી તેને (રજતાદિને) અધ્યાસ થતું નથી. જ્યારે સદશ ભાગ સાથે જ (ઈન્દ્રિયને) સન્નિકર્ષ હોય ત્યારે તે (નીલતા આદિના દર્શનની સામગ્રી) ન હોવાથી અધ્યાસ થાય છે. શંકા થાય છે કે ત્યારે પણ શક્તિસ્વરૂપ વિશેષ (ખાસિયત)ના દર્શનની સામગ્રી હોવાથી અન ધ્યાસને પ્રસંગ આવશે (-અર્થાત અધ્યાસ ન થવું જોઈએ). તેને ઉત્તર છે કે ના (આ શંકા બરાબર નથી). અધ્યા સમયે શુક્તિત્વનું દર્શન નથી હોતું તેથી તેની પહેલાં તેની સામગ્રીને અભાવ હોય છે એમ તમારે પણ કહેવું પડશે. - વિવરણ : સાદજ્ઞાનને કારણ ન માનીએ તે પણ પૂર્વોક્ત પ્રસંગ નહીં ઉપસ્થિત થાય એમ અહીં બતાવ્યું છે. અંગારા વગેરે સાથે ચક્ષુને સંનિકમાં હોય ત્યારે તેની નીલતા વગેરે જે વિશેષતા છે તેના વિશેષના, ખાસિયતના) દર્શનની સામગ્રી હોવાથી રજતને અધ્યાસ થતું નથી. શક્તિ વગેરેમાં પણ નીલભાગ, ત્રિકોણુભાગ સાથે ચક્ષુને સંનિકર્ષ હોય ત્યારે વિશેષ સ્થાનની સામગ્રી હેઈને રજતને અધ્યાસ થતું નથી. શંકા થાય કે આમ હોય તો ઇન્દ્રિયસંનિકષને પણ અધ્યાસનું કારણ ન માની શકાય. તેને ઉત્તર આપતાં કહ્યું છે કે શુક્તિના (રજત સાથેના) સદશ ભાગ સાથે જ સંનિષ હોય ત્યારે નીલતા વગેરે વિશેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org