________________
૨૭૬
सिद्धान्तलेशसहमहः બરાબર તપાસ કરીને પછી જ એને વિષે પ્રતિપાદન કરવું જોઈએ. સાક્ષિપ્રકરણને ઉલેખ કરીને નારદે આત્માના સાવિ વિષે પ્રતિપાદન કર્યું છે તેનું પણ ઉદાહરણ સૂચવ્યું છે. વપક્ષી કહે કે કૃતિ કહે છે કે આત્મા સાક્ષી છે પણ એ અનુપપન છે કારણ કે “હું કરુ છું' એમ આપણે પ્રત્યક્ષ અનભવ છે અને કર્તમ ઉદાસીનતાનો અભાવ હોય છે તો આની સામે સિદ્ધાન્તીને ઉત્તર છે કે કતૃવને પ્રત્યક્ષ અનુભવ થાય છે તેથી આત્મામાં રૂંવ વાસ્તવમાં છે એમ જલદી વિશ્વાસ ન કરી લેવો જોઈએ. લેકમાં પ્રત્યક્ષથી જોયેલી વસ્તુને પણ બાધ થતે જોઈએ છીએ. માટે પ્રત્યક્ષથી દષ્ટ હોવા છતાં આત્મામાં કત્વ મૈતન્યની જેમ વારતવ છે કે કલ્પિત છે એમ બરાબર વિચાર કરવાથી સમજાશે કે શ્રુતિ અને ન્યાયથી તપાસતાં તે કહિપત જ છે તેથી સાક્ષિત્વની અનુપત્તિ નથી. આમ શિષ્યોને બેધ આપતે - આચાર્ય શ્રેયસાધક ધર્મથી ટ્યુત થતો નથી. પ્રત્યક્ષથી દેખાતું પ્રપંચનું સત્વ શું વાસ્તવ
છે કે કાલ્પનિક એમ આગમાદિથી તપાસવું જોઈએ. આમ પ્રત્યક્ષ કરતાં શ્રુતિ જ વધારે બળવાન છે એમ આ પ્રતિપાદનથી સિદ્ધ થાય છે. - પ્રત્યક્ષને બાધ આગમ વિના (ઘણું વાર) શકય નથી. આકાશ નીલ દેખાય છે. હવે જે આગમ (શા)નો ઉપદેશ ન હોત કે આકાશમાં માત્ર એક શબ્દ ગુણ જ છે તે આકાશમાં નીલરૂપને નિષેધ કરી શકાત નહિ.
(શંકા) આગમ વિના પણ બાધ થઈ શકે. નજીકમાં આકાશમાં નીલરૂપની ઉપલબ્ધિ થતી નથી તેથી નજીકમાંના આકાશમાં રૂપના અભાવને નિશ્ચય થતાં દૂર પ્રદેશમાં પણ ત્યાં રૂપ નથી એવો નિશ્ચય થાય છે. રૂપ સમગ્ર દ્રવ્યને વ્યાપીને રહે છે તેથી તે એક ભાગમાં હોય અને અન્યત્ર ન હોય તેવું બને નહિ. માટે આકાશમાં રૂ૫ છે જ નહિ. દૂરવરૂપી દોષને કારણે “નીલ આકાશ” એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે.
(ઉત્તર) આનાથી વિપરીત દલીલ પણ થઈ શકે ને? હિમરૂપ આવરણ નજીકમાં હેઈને પણ દેખાતું નથી જ્યારે દૂર પ્રદેશમાં વૃક્ષાદિના આવરણરૂપે તે દેખાય છે. તેની જેમ આકાશમાં રૂપ છે જ પણ નજીકમાં તે દેખાતું નથી, તેનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી તે સમીપતારૂપી દોષને લીધે છે. મૂળમાં નીલની અનુપલબ્ધિ સામી દષથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. એને અર્થ એમ સમજવાને છે કે દોષને આધારે અનુપલબ્ધિ કે જ્ઞાનાભાવની સ્થિતિ ચાલુ રહે છે. અનુપલબ્ધિ ઉત્પન્ન થાય છે એમ સમજીએ તે અસંગતિ થાય કારણ કે અનુપલંભ ઉપલંભના પ્રાગભાવરૂપ છે અને પ્રાગભાવ જન્ય નથી, તે અનાદિ છે. તેથી એમ સમજવું કે સામીપ્ય દોષથી નીલને ઉપલંભ નિરુદ્ધ થાય છે અને આમ ઉપલંભના પ્રાગભાવને નાશ થતો નથી તેથી દોષને લીધે અનુપલબ્ધિ ચાલુ હે છે અને આમ કોઈ અસંગતિ નથી રૂપને વ્યાપ્યવૃત્તિ માનીએ તે સામીપ્યદોષથી નજીકમાં તેની અનુપલબ્ધિ સમજાવી શકાય અને દૂર પ્રદેશમાં “નીલ આકાશા'નું જ્ઞાન થાય છે તે સાચુ છે એમ કહી શકાય. પણ રૂ૫ વ્યાયવૃત્તિ જ છે એ નિયમ પણ શી રીતે સિદ્ધ થાય? આપણું અનુભવના બળે તો આકાશના નજીકના પ્રદેશમાં રૂપ નથી અને દૂરના પ્રદેશમાં રૂપ છે એમ સિદ્ધ થાય છે તેથી રૂપની અવ્યાપ્યવૃત્તિતાની (કેટલાક પ્રદેશમાં હોય અને બીજામાં ન હેય તેની), ઉપપત્તિ છે. તેથી યુક્તિથી કરેલા નિશ્ચયથી “નીલ આકાશ એ પ્રત્યક્ષ જ્ઞાનને બાધ થઈ શકે નહિ. આગમોપદેશથી જ એ શકય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org