________________
તૃતીય પરિચ્છેદ
૧૭
(૫) શંકા થાય કે કર્મોના ભલે ચિત્તશુદ્ધિ દ્વારા વિદ્યામાં ઉપયાગ હાય, (પણ) સંન્યાસના કાના દ્વારા તેમાં ઉપયેગ છે? કેટલાક કહે છે (બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિમાં પ્રતિબંધક અનેક પાપ છે તેથી કેટલુક પાપ યજ્ઞાદિના અનુષ્ઠાનથી નિવૃત્ત થઈ શકે છે, કેટલુ ક સંન્યાસથી ઉત્પન્ન થયેલા અપૂર્ણાંથી નિવૃત્ત થઈ શકે છે, માટે કમ'ની જેમ ચિત્તશુદ્ધિ દ્વારા જ સન્યાસના પણ તેમાં ઉપયાગ છે. અને આમ કમ માંથી સમય મળતાં (કર્મોની વચ્ચેના ગાળામાં) શ્રવણુ આદિનું અનુષ્ઠાન કરતા ગૃહસ્થ આદિને એ જન્મમાં વિદ્યાની પ્રાપ્તિ થતી નથી, પરંતુ બીજા જન્મમાં સન્યાસ મેળવ્યા પછી જ થાય છે. જ્યારે જે જનક આદિને ગૃહસ્થ રહીને જ ! દ્યા (પ્રાપ્ત) છે, તેમને પૂત્ર'જન્મમાં સન્યાસને કારણે વિદ્યા પ્રાપ્ત થઈ છે. તેથી સન્યાસથી ઉત્પાદિત અપૂર્વના વિદ્યામાં વ્યભિચાર નથી.
વિવરણ : વિદ્યામાં સંન્યાસના ઉપયેાગમાં શંકા રજૂ કરીને સમાધાન કર્યું" છે. સન્યાસના અદૃષ્ટ દ્વારા વિદ્યામાં ઉપયોગ છે કે દૃષ્ટ દ્વારા ? પહેલા વિકલ્પ ખરાબર નથી કારણ કે વિદ્યામાં પ્રતિબંધક પાપના યજ્ઞાદિના અનુષ્ઠાનથી ઉત્પાદ્ય અદૃષ્ટથી નાશ કરી દેવામાં આવ્યા છે, તેથ સંન્યાસ-જનિત અવથી જેને નાશ કરવા પડે તેવું પાપ રહ્યું નહાવાથી સન્યાસ વ્યથ બનશે બીજે વિકલ્પ પણ સ્વીકાય' નથી, કારણ કે સ’ન્યાસથી ઉત્પન્ન થતુ દૃષ્ટ દ્વાર જોવામાં નથી આવતું. આ શંકાનું સમાધાન કરતાં કેટલાક પહેલા પક્ષનું સમથ'ન કરે છે કે સંન્યાસથી ઉત્પાદ્ય અદૃષ્ટ વિદ્યાની ઉત્પત્તિમાં કારણભૂત છે.
શંકા થાય કે આમ માની શકાય નહિ. કારણ કે સન્યાસી નહીં એત્રા કેટલાક વિદ્યાના ઉદ્દેશ્યથી શ્રવણાદિનું અનુષ્ઠાન કરતા જોવામાં આવે છે; અને કેટલાકની બાબતમાં સન્યાસ વિના જ વિદ્યાના ઉદય પ્રમાણથી સિદ્ધ છે (— જેમ કે જનકદિની બાબતમાં). આશકાના ઉત્તર છે કે સંન્યાસનું વિદ્યા પ્રતિ કોઈ દૃષ્ટ દ્વાર દેખાતું નથી તેથી સન્યાસવિધિથી સિદ્ધ થાય છે કે સ ંન્યાસ અદૃષ્ટ દ્વારા વિદ્યાની ઉત્પત્તિમાં હેતુભૂત છે. શાંકા થાય કે દૃષ્ટ દ્વાર જોવામાં નથી આવતું એમ કહેવું ખરાખર નથી, કારણ કે જેનું ચિત્ત લૌકિક વૈદિક વ્યાપારથી વિક્ષિપ્ત હાય તેને માટે (બ્રહ્મ)વિદ્યાના ઉય શકય નથી તેથી સક્રમના સન્યાસ વિક્ષેપની નિવૃત્તિરૂપ દૃષ્ટ દ્વારા વિદ્યાના હેતુ બની શકે છે. આ શાનું સમાધાન કરતાં કહ્યું છે કે કેટલાક ઉત્કૃષ્ટ કાટિના પુરુષા લૌકિક- વૈદિક કર્યાં કરતા હોય ત્યારે પણુ દીનતા હષ, ભય, ાધ આદ્વિરૂપ વિક્ષેપની નિવૃત્તિ હોય છે એ અનુભવથી સિદ્ધ છે. તેથી ચિત્તવિક્ષેપની નિવૃત્તિ માટે સન્યાસની અનિવાર્યંતા નથી. આમ સંન્યાસજનિત અપૂર્વ . દ્વારા જ વિદ્યાના ઉદય થાય એમ સિદ્ધ થાય છે. એ અપૂર્વ વિના વિદ્યા સંભવે એવુ ક્યારેય થતુ નથી, જનક આદિની બાબતમાં પૂર્વજન્મમાં સન્યાસ દ્વારા વિદ્યાના ઉભવ થયા હતા તેથી ગૃહસ્થ હાઈ તે પણ તેમેને વિદ્યા પ્રાપ્ત હતી; માટે સંન્યાસાપૂર્વ અને વિદ્યોત્પત્તિના અત્રિનાભાવ સબંધમાં કોઈ વ્યભિચાર નથી,
સિ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org