Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 583
________________ પર सिद्धान्तलेशसंहः શંકા થાય કે સુખને સ્વત પુરુષાર્થ માનવામાં આવે તે પણ ક્ષણિક સુખને અથે લાંબા કાળ માટે દુઃખના અનુભવ કોઈ સ્વીકારે નહિ એ દેષ સમાન છે. પણ આ શકા બરાબર નથી કારણુ કે ભાવરૂપ સુખમાં ઉત્કર્ષ અને અપકષ શક્ય છે તેથી એક ક્ષણ માટેના પણ અત્યંત ઉત્કૃષ્ટ સુખને માટે લાંબા સમય સુધીના દુ.ખના અનુભવ લાકો સ્વીકારે એ ઉપપન્ન છે. શંકા થાય કે દુ:ખાભાવ સ્વતઃપુરુષાથ છે એ પક્ષમાં પણ ક્ષણિક સુખ સમયના દુઃખાભાવમાં ઉકત્ર કલ્પી લે તે શા વાંધા છે. આને ઉત્તર છે કે અભાવને ઉત્કષ આદિના આશ્રય માનવામાં નથી આવતા. આમ દુઃખાભાવ સ્વતઃપુરુર્ષાથ ન હોઈ શકે તેથી અવિદ્યાનિવૃત્તિની જેમ સંસારદુ:ખની નિવૃત્ત સુખને શેષ છે અને સ્વરૂપભૂત અનવચ્છિન્ન આનંદની પ્રાપ્તિ એ જ સ્વતઃપુડુષાથ છે. (૩) (४) नन्वनवच्छिन्नानन्दः प्रत्यग्रूपतया नित्यमेव प्राप्तः । सत्यम् । नित्यप्राप्तोऽपि अनवच्छिन्नानन्दस्तमावृत्य तद्विपरीतमर्थ प्रदर्शयन्त्या अविद्यया संसारदशायामसत्कल्पत्वं नीत इत्यकृतार्थताऽभूत् । निवर्तितायां च तस्यां निरस्तनिखिलानर्थविक्षेपे स्वकण्ठगत विस्मृतकनका भरणवत् प्राप्यते इवेस्यौपचारिकी तस्य प्राप्तव्यतेति केचित् ॥४॥ (૪) શંકા થાય કે અનવચ્છિન્ન આન ંદ સ્વરૂપભૂત હાવાથી નિત્ય જ પ્રાપ્ત છે. આના ઉત્તર છે સાચુ (પણુ) અતવચ્છિન્ન આનંદ નિત્ય-પ્રાપ્ત હેાવા છતાં તેનું આવરણ કરીને તેનાથી વિપરીત (દુઃખાત્મક સ સાર)ને ખતાવનારી અવિદ્યાથી સ’સાર-દશામાં તે નહિવત્ બનાવી દેવામાં આવ્યેા છે તેથી અકુનાથ*તા થઈ (-પૂણ આનન્દની અપ્રાપ્તિ થઈ ). અને તે (અવિદ્યાના નાશ કરવામાં આવતાં સમગ્ર અન રૂપ વિક્ષેપને નિવાસ કરાતા હોવાથી પોતાના ગળામાં રહેલા પણ ભુલાઈ ગયેલા સેનાના અલકારની જેમ તે જાણે કે પ્રાપ્ત થાય છે માટે તેની પ્રાપ્તવ્યતા (તેનું પ્રાપ્તિના વિષય હાવું, તેને મેળવવાપણુ) ઔપચારિક (ગૌયુ) છે એમ કેટલાક કહે છે. વિવર્ણ : અનવચ્છિન્ન આનંદ જીવનું પેાતાનુ સ્વરૂપ છે તેથી તે નિત્ય પ્રાપ્ત છે અને વાસ્તવમાં તેને મેળવવાપશુ રહેતું નથી. પણ અવિદ્યા તેનું આવરણુ કરે છે અને સ સારદુ ખરૂપ અનથ ના વિક્ષેપ કરે છે તેથી તે નિત્ય પ્રાપ્ત આનંદ જાણે કે અપ્ર`ત ઢાય તેવા બની જાય છે. સેાનાના હાર ગળામાં જ હાવા છતાં તે વાત ભુલાઈ જતાં સ્ત્રી શેષ કરવા લાગી જાય અને તેના પ્યાલ આવતાં તેને એમ લાગે કે તેની પ્રાપ્તિ થઈ છે પણ વાસ્તવમાં તે પ્રાપ્ત જ હોય છે. તેના જેવુ જ આ સ્વરૂપભૂત અનવચ્છિન્ન આનતુ છે. અવિદ્યાની નિવૃત્તિ થતાં તેનાથી ત્રિક્ષિપ્ત સંસારરૂપ અનČન પશુ નિવૃત્તિ થાય છે અને આનદ જાણે કે પ્રાપ્ત થયા હોય એમ લાગે છે, જો કે વાસ્તવમાં તે નિત્ય પ્રાપ્ત જ હૈાય છે. આમ આનંદની પ્રાપ્તિનું થન ઔપચારિક કે ગૌણ અથČમાં સમજવાનુ છે, ખરી રીતે તે। આનંદું નિત્ય પ્રાપ્ત જ છે—એમ કેટલાક કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624