________________
સિદ્ધાન્તશામા બ્રઘવિય છે એવી દલીલને બાકા નથી – એવી શંકા રજૂ કરીને ત્યાં ચોથા પર્યાયમાં જેનું નિરૂપણ કરવામાં આવે છે તે બધાં બ ધનથી મુકત હઈ ને જેના સ્વરૂપને આવિર્ભાવ થયેલ છે તે જીવ પ્રતિપાદ્ય છે; સાંસારિક અવસ્થાભેદ (અલગ અલગ વિશેષ અવસ્થા)થી કલુષિત (જીવ ત્યાં પ્રતિપાઘ નથી, કારણ કે ત્યાં (સંસારી જીવમાં) સત્યસંક૯પત્રાદિ ગુણોને બાધ છે (જાગ્રત આદિ) ત્રણ અવસ્થાની રજૂઅ ત તે તે અવસ્થાના દેશના કથનને લીધે ચતુર્થ પર્યાયના ઉપદેશના શેષ (અંગ) તરીકે જ્ઞાત થાય છે – એમ સમાધાન કરતાં સૂત્રકારે ચતુર્થ પર્યાયમાં પ્રતિ પાઘ મુક્ત ઈશ્વરભાવને પામે છે એમ સ્પષ્ટ કહ્યું છે, કારણ કે તેના અભાવમાં (મુક્તને ઈશ્વરભાવની પ્રાપ્તિ ન હોય તે –) મુક્તમાં પણ સત્યસંક૯પત્વ આદિ સંભવે નહિ અને જેની વાત શરૂ બાતમાં કરી છે તે આઠ ગુણે ઈધર વી અપત્ર પણ હોય તે કરવામાં આવેલી શંકા અને તેને પરિહાર પ્રાપ્ત ન થાય. તે સૂત્રમાં “તેથી અવિદ્યાથી કહિપત જે અપારમાર્થિક જીવનું રૂપ કતૃત્વ, ભેફનૃવ, રાગ, દ્વેષ આદિ દોષથી કલુષિત, અનેક અનર્થોના સ બંધ વાળું છે તેને વિલય કરીને તેનાથી વિપરીત અપહત પામત્વ અ દિ ગુણોવાળું પરમેશ્વરનું રૂપ તે વિદ્ય થી પ્રાપ્ત કરે છે એમ ભાષ્યકારે પણ અત્યન્ત સ્પષ્ટ રીતે કહ્યું છે કે મુક્ત સગુણ ઈશ્વરભાવ પ્રાપ્ત કરે છે.
વિવરણઃ શંકા થાય કે મુક્ત જીવને ઈશ્વભાવ પ્રાપ્ત થાય છે એમ માનવામાં કશું બાધક ન હોય તે પણ સાધક પ્રમાણ વિના તે કેવી રીતે સિદ્ધ થઈ શકે? આના ઉત્તરમાં બ્રહ્મસૂત્રના સમન્વયાધ્યાયના દહરાધિકરણને દાખલે આપ્યો છે. બ્રહ્મની ઉપલબ્ધિના સ્થાનભૂત પુર અર્થાત શરીરમાં નાનું પુંડરીક છે અને તેમાં દહર આકાશ છે એવી જે શ્રુતિ છે તેમાં દહરાકારને શો અર્થ સમજ. રૂઢિના બળે ભૂતાકાશ સમજ જોઈએ એ એક પુર્વપક્ષ છે; આકાશને દહર' એવું વિશેષણ લગાડયું છે તેથી અ૮૫ ઉપાધિથી પરિચિછન્ન જીવ એ અથ લઈ શકાય એ બીજે પૂર્વ પક્ષ છે. તે બન્નેનું ખંડન કરીને સૂત્રકારે સિદ્ધ કર્યું છે કે દહરાકાશથી પરમેશ્વરને અર્થ સમજવાને છે કારણ કે વાક્યના બાકીના ભાગોમાં પરમેશ્વરના ગુણે બતાવેલા છે ભૂતાકાશને ભૂતાકાશની જ ઉપમા ન આવી શકાય ( જેટલું આ ભૂતાકાશ છે તેટલું આ હદયમાં દહરાકાશ છે) અને ભૂલાકાશમાં સત્યકામત્વ આદિ ગુણો પણ સંભવે નહિ. પરિછિન્ન જીવને આકાશ સાથે સરખાવી શકાય નહિ અને તે છુ, પૃથ્વી આદિને આધાર બની શકે નહિ, તેમ તેમાં અ૫હતપામવ આદિ ગુણે પણ સંભવે નહિ. જ્યારે આ બધું પરમેશ્વરમાં સંભવે છે તેથી દહરાકાશ એટલે પરમેશ્વર. તેનું દહેરવે (અp4) સ્વાભાવિક નથી પણ ઉપાસના અર્થે કપિત છે.
એક બીજા સત્રમાં પણ (તાવિતસ્વરા-તુ–બ સૂ. ૧.૩.૧૯) જીવમાં પણ અપહત પામવ આદિ આઠ ગુણે સંભવે છે તેથી એ પરમેશ્વર અર્થ લેવામાં નિર્ણાયક બની શકે નહિ એવી શંકા રજુ કરીને સૂત્રકારે મુક્ત ઈશ્વર ભાવને પામે છે એમ બતાવ્યું છે. ઇન્દ્ર પ્રજાપતિના સંવાદમાં અપહતપખવાદિ ગુણોથી યુક્ત આત્માને ઉપદેશના વિષય તરીકે રજૂ કરીને પછી પ્રજાપતિએ જીવને ઉપદેશ આપ્યો છે એમ માનવાને કારણ છે. પ્રજાપતિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org