________________
પહo
सिद्धान्तलेशसमहः તે તેનું સમાધાન આ બીજા અધ્યાયમાં કર્યું છે તેથી એ અવિધાધ્યાય કહેવાય છે. અવિરપાધ્યાયમાં પણ જેનું સમાધાન કર્યું છે તે શંકાગ્રન્થથી મુકતની ઈશ્વરભાવ૫ત્તિની જ સ્પષ્ટતા ભાષ્યકારે કરી છે. કમ કરનાર છવ ઉપકાર્ય છે અને કર્મ કરાવનાર ઈશ્વર ઉપકારક છે એમ કૃતિથી જ્ઞાત થાય છે તેથી જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ સંબંધ હોવો જોઈએ; સંબંધ વિના ઉપકા-ઉપકારકભાવ જોવામાં નથી આવતું. તે સંબધનું નિરૂપણ બ. સૂ ૨૩.૪૩ માં કર્યું છે કે જીવ અંશ છે અને ઈશ્વર અંશી છે. અહીં સૂત્રને એક ભાગ જ આવે છે. પૂરું સૂત્ર આ પ્રમાણે છે–અંગો નાના પાયથા ૨ વિ વાશશિતવયા. વિટામીન ઈ (સ. ૨.૪.૪૩). જો જીવ ઈશ્વરને અંશ હોય તે અંશી ઈશ્વર બધા જ ના ખેથી દુઃખી થાય અને તેનુ દુઃખીપણું ઘણું વધારે હોય. અને ઈશ્વરભાવ પ્રાપ્ત થયેલા છવની અવસ્થા પહેલાં કરતાં પણ વધારે દુખી હોય; તેના કરતાં તે સંસારની પૂર્વાવસ્થા વધારે સારી એમ વિચારી ઈશ્વરમાવાપત્તિ માટે કઈ સમ્યજ્ઞાનને વિષે પ્રવૃત થાય નહિ એ પ્રસંગ આવે એવી શકા અહી (બ.સ. ૨.૩.૪૬–શકા) રજૂ કરવામાં આવી છે. આ શંકાનું સમાધાન કરતાં ચત્ર અને તેના પરના શાંકરભાષમાં એમ કહ્યું છે કે જવ અને ઈશ્વર જે અ શ અને અ શી છે તેમના ધર્મોને સંકર નહીં થાય ત્યાં ભાષ્યકારે ભામતી આદિ ગ્રંથમાં જીવ અને ઈશ્વરનો સંબંધ બિમ્બ-પ્રતિબિંબરૂપ છે એ અર્થમાં અંશાંશિભાવ છે અને તેથી ધર્મને સંકર નથી એમ જે સ્પષ્ટતા કરી છે તે પ્રકારે માનીને સ્પષ્ટતા કરી છે. જીવે અવિદ્યામાં પ્રતિબિંબરૂપ છે એ અર્થમાં ઈશ્વરના અંશ તરીકે શ્રુતિ, સૂત્ર અને ભાષ્યમાં વિવક્ષિત છે; હાથ, પગ વગેરેની જેમ તેઓ અવયવ નથી. તે જ પ્રમાણે બિંબભૂત ઈશ્વર અંશી તરીકે વિવલિત છે, અવયવી ઈશ્વર વિરક્ષિત નથી અને બિંબ અને પ્રતિબિંબને ધર્મસંકર નથી એ લેકમાં જાણીતું છે. તેથી જીવના દુઃખેની ઈશ્વરમાં પ્રસક્તિ નથી એવી સ્પષ્ટતા કરી છે.
વ્યાખ્યાકાર કૃણાનંદતીર્થને ઉપરની ચર્ચાથી સંતોષ નથી. તેમણે વિસ્તૃત વિવેચન કર્યું છે. શ કા થાય છે કે મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એ સિદ્ધાંતને સંમત નથી. જેમ કે જ્યાં સુધી બધા જીવ મુક્ત ન થાય ત્યાં સુધી મુક્ત જીવને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય એમ માનવામાં આવે તે છેલ્લે જે મુક્ત થતો હોય તે જવની મુક્તિ નિવિશેષ ચિ-માત્ર સ્વરૂપથી અવસ્થાનરૂપ હશે. પણ તેની પહેલાં જે મુક્ત થયેલા તે સ્વતઃ ચિન્માત્રરૂપ રહેલા હતા તેમને ઈશ્વરભાવ પ્રાપ્ત થતાં અપરિમિત ઐશ્વર્ય પ્રાપ્તિરૂપ મુક્તિ થશે. આમ પરમ–મુક્તિમાં અનેક જીવોને ઐશ્વર્ય પ્રાપ્તિ અને એકને નહિ એવું એક વૈષમ્ય થશે. બીજુ, અનેકને ઐશ્વર્ય પ્રાપ્તિ થાય છે તેમાં દમથી મુક્ત થતા જીવને વધારે ઓછા સમય માટે ઐય. પ્રાપ્ત થશે એ બીજું વૈષમ્ય. અને વળી જેઓને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે તેમને કેટલાક કાળ માટે ઐશ્વર્યા અને પછી તેનો અભાવ ઈત્યાદિરૂપ વૈષમ્ય માનવું પડે છે. અને એ તૃતીય અધ્યાયના અતિમ અધિકરણથી વિરુદ્ધ છે ત્યાં એમ પ્રતિપાદિત કર્યું છે કે સગુણવિદ્યાના ફલરૂપે અવાન્તર મુક્તિમાં જ તારતમ્ય છે, પરમ-મુક્તિમાં નહિ. અને એવી દલીલ નહિ કરી શકાય કે પરમ-મુક્તિમાં વસ્તુતઃ તારતમ્ય નથી એવું પ્રતિપાદિત કરવાનું એ અવિકરણનું તાત્પર્ય છેતેથી કાલ્પનિક તારતમ્ય હેય તે પણ તે અધિકરણને વિરોધ નથી. આ દલીલ બરાબર નથી કારણ કે સિદ્ધાંતમાં સગુણવિદ્યાની લભૂત અવાન્તર-મુક્તિમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org