Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 604
________________ ચતુર્થ પરિચ્છેદ પ૭૩ સાધનાધ્યાયમાં પણ “જાગ્રત અને સુષુપ્તિના) સંધિસ્થાનમાં ( અર્થાત સ્વનરથાનમાં) સૃષ્ટિ છે કારણ કે કહ્યું છે” (બ્ર સૂ. ૩.૨.૧) એ અધિકરણમાં સ્વપ્નપ્રપંચનું મિથ્યાત્વ વ્યવસ્થાપિત કરાતાં ત્યાં મિથ્યાભૂત સ્વપ્નપ્રપંચને વિષે જીવના કર્તુત્વની આશંકા કરીને “ પરમાત્માના ધ્યાનથી તિરહિત થતુ તે અભિવ્યક્ત થાય, કારણ કે તેથી (ઈશ્વરના અજ્ઞાનથી અને તેના જ્ઞાનથી) બન્ય અને તેને વિપર્યય (અર્થાત્ ઐશ્વર્યાને અવિર્ભાવ) છે” – એ સૂત્રથી “જીવ ઈશ્વરની અભિન્ન હોવાથી સત્યસંક૯પત્ર આદિ વિદ્યમાન હોવા છતાં અવિદ્યા - દોષથી તિરોહિત છે માટે તે (જીવ) સ્વપ્રપંચની બાબતમાં ભ્રષ્ટા સંભવ નથી” એમ કહેતા સૂત્રકારે, અને તે તિરહિત હોઈને પરમાત્માના ધ્યાન કરતા, પ્રયત્ન કરતા જતુનું (જીવન) (તે સત્યસંકલ્પવાદ અિશ્વય) ઈશ્વરના પ્રસાદથી સસિદ્ધ થયેલા (અર્થાત્ અપ્રતિબદ્ધ પરમેશ્વર-સાક્ષાત્કારવાળા) કેઈકનું જ આવિર્ભાવ પામે છે, જેમ જેને અંધકાર દૂર થ છે એવાની લોચનશક્તિ જે તિમિરરોગથી તિરસ્કૃત હતી તે કેઈકની જ ઔષધના બળથી અવિર્ભાવ પામે છે તેમ, (પણ) સ્વભાવથી જ બધા જતુઓની બાબતમાં તેમ થતું નથી' – એમ તે સૂત્રને અભિપ્રાય વર્ણવતા ભ થકારે મુક્તની બાબતમાં સ્વનિસાટ આદિમાં ઉપયોગી સત્યસંક૯પત્ર આદિની અભિવ્યક્તિને સ્વીકાર કરીને મુક્તની પરમેશ્વરભાવાપત્તિ સ્પષ્ટ કરી છે. વિવરણ: બ્રહ્મવિદ્યાનાં સાધન વૈરાગ્ય આદિનું પ્રતિપાદન કરનાર બ્રહ્મસૂત્રના ત્રીજા અધ્યાયમાં પણ સૂત્રકાર તથા સૂત્રને અભિપ્રાય વર્ણવતા ભાષ્યકાર શંકરાચાર્યો મુક્તની ઈશ્વરભાવાપત્તિ સ્પષ્ટ કરી છે. જાગ્રત અને સુષુપ્તિના સંધિસ્થાનમાં અર્થાત સ્વપ્નસ્થાનમાં રથાદિ-સષ્ટિ સત્ય હોવી જોઈએ કારણ કે રથાદિ-સૃષ્ટિનું શ્રવણ છે – રથાન રથયાત્ર વથસૂઝસે ઈત્યાદિ. (બહ૬ ઉપ. ૪.૪.૧૦). શ્રુતિસિદ્ધ સુષ્ટિ અસત્ય હોઈ શકે નહિ કારણ કે આકાશાદિની શ્રુતિસિદ્ધ સુષ્ટિમાં અસત્યત્વ દેખાતું નથી. રથયાગ અવ). આ અધિકરણમાં એવી શંકા કરી છે કે જેમ અગ્નિના અંશભૂત તણખામાં અગ્નિની જેમ દહન અને પ્રકાશનનું સામર્થ્ય છે, તેમ છવ પરમેશ્વરને અંશ હેઈને તેમાં ઈશ્વરની જેમ જ સ્વાદિસૃષ્ટિને અનુકુલ સત્યસંકલ્પત આદિરૂપ સામર્થ્ય છે તેથી તે સ્વપ્નસૃષ્ટિને કર્તા હોઈ શકે. આ શંકાને પરિહાર કરતાં કહ્યું છે કે હા, જીવમાં સત્યસંક૯પ આદિ છે પણ સંસારદશામાં તે તિરહિત હોય છે તેથી સુષ્ટિ આદિમાં તેને ઉપયોગ નથી પર અર્થાત બિંબમૃત ઈશ્વરને સાક્ષાત્કાર થાય ત્યાં સુધી તેનું ધ્યાન કરવાથી તિરેધાન કરનાર અવિદ્યાને નાશ થતાં તે ઐશ્વર્ય અભિવ્યક્ત થાય છે, કારણ કે ઈશ્વર અજ્ઞાત હેવાને લીધે જીવને બંધ છે અને તે જ ઈશ્વર જ્ઞાત થતાં તેનાથી વિપરીત અવસ્થા અર્થાત એશ્વર્યને આવિર્ભાવ છે. સત્યસંકઃપવ આદિ એશ્વર્યાના આવિર્ભાવને માટે પ્રયત્ન કરતે, શ્રવણ-મનનરૂપ વિચારનું અનુદાન કરતે કર્મ કરીને પરમેશ્વરનું અભિન્ન તરીકે સ્થાન કરતે કઈક જ જીવ જેને શ્રવણ, મનન, ધ્યાનના અનુષ્ઠાનથી ઉત્પન્ન થયેલા ઈશ્વર-પ્રસાદથી પરમેશ્વરને અપ્રતિબદ્ધ સાક્ષાત્કાર થાય છે, તેના ઐશ્વર્યાને આવિર્ભાવ થાય છે. આ યુક્ત સાધનસંપત્તિ વિના સ્વભાવથી જ થાય એવું બનતું નથી. ઈશ્વરભાવાપત્તિ વિના મુક્તને સત્યસંક૯૫ત્વ આદિની અભિવ્યક્તિ સંભવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624