________________
૫૫૬
सिद्धान्तलेशसंग्रहः
તેમ સંસારર્દશામાં જીવતે અનવચ્છિન્ત આનનું અપરાક્ષત્વ પણુ નથી જેમ વેન અજ્ઞાનમૂલક અનાદિ પરપર-ભેદ છે તેમ સાક્ષિયૈતન્ય અને બ્રહ્માનંદના પણ અજ્ઞાનથી અભ્યસ્ત અનાદિ ભેદ છે તેથી બ્રહ્માનંદનેા પેાતાના વ્યવહારને અનુકૂલ સાક્ષિચૈતન્યથી અભેદ ન હેાવાથી, અર્થાત્ વાસ્તવ અભેદ પરસ્પરભિન્ન જીવામાં સવ*સાધારણ વિદ્યમાન હોવા છતાં તે અર્કિવિશ્વર હાવાથી બ્રહ્માન દત્તુ અપરે ક્ષત્વ નથી. તત્ત્વજ્ઞાન અજ્ઞાન અને તેનાથી પ્રયુક્ત ભેદને નાશ કરે છે અને તે દ્વારા અનવચ્છિન્ન આનંદના અપરાક્ષત્વનુ સંપાદક બને છે. આને કારણે તેવુ આનંદપરાક્ષત્વ તત્ત્વજ્ઞાનથી સાજ્ય માનવામાં આવે તા તે યુક્ત છે. (૪)
(५) अथ विद्योदये सत्युपाधिविलयादपेत जीवभावस्य किमीश्वरभावापत्तिर्भवति, उत शुद्धचैतन्य नात्ररूपेणावस्थानम् इति विवेचनीयम् ।
उच्यते — एकजीववादे तदेकाज्ञानकल्पितस्य जीवेश्वरविभागादिकृत्स्नमेदप्रपञ्चस्य तद्विद्योदये विलयान्निर्विशे चैतन्यरूपेणैवावस्थानम् ।
(૫) હવે શંકા થાય કે વિદ્યાના ઉદય થતાં ઉપાધિને વિલય થવાથી જેના જીવભાવ જતા રહ્યો છે તે (મુક્ત) શુ' ઈશ્વરરૂપ થશે કે શુદ્ધ ચૈતન્યમાત્ર રૂથી રહેશે એનું વિવેચન કરવું જોઈએ
;
કહીએ છીએ-એકજીવવાદમાં તે (એક જીવ)ના એક અજ્ઞાનથી કહિપત જી–ઈશ્વરના વિભાગ આદિ સકલભેદ-પ્રપ ́ચના તે (જીવ)ના વિદ્યાને ઉડ્ડય થતાં વિલય થાય છે તેથી નિવિશેષ ચૈતન્યરૂપે જ રહેશે.
વિવરણ : વિદ્યાના ઉદય થતાં ઉપાધિને લય થવાથી જીવભાવ જતા રહે ત્યારે જે જીવ હતા તે ઈશ્વરરૂપે રહે કે શુદ્ધ ચૈતન્યરૂપે જ રહે ? આ પ્રશ્નને એક ઉત્તર નહી આપી શકાય. એકજીવવાદ અને અનેકજીવવાદની દૃષ્ટિએ જુદું જુદું વિવેચન કરવુ પડશે.
એક જીવવાદમાં જીવ એક હાવાથી તેનુ' મૂળ અજ્ઞાન પણ એક જ છે અને આમ તે એક જીવને જ્યાં કર્યાંય અન્તઃકરણુમાં તત્ત્વસાક્ષાત્કારના ઉદય થતાં દેવ, તિક, મનુષ્ય આદિ સવ" પ્રમાતાને સાધારણ અજ્ઞાનને તેનાં કાર્યો સાથે તે જ ક્ષણે નિ.શેષ નાશ થાય છે તેથી શુદ્ધ ચૈતન્યમાત્ર રહે છે.
શંકા થાય કે શુક આદિના અન્તઃકરણમાં ઉત્પન્ન થયેલા તત્ત્વજ્ઞાનથી જ જો સવ પ્રમાતાને સાધારણ સંસારના તેના મૂળ અજ્ઞાન સાથે નાશ થઈ ગયેા હોય તો સસારની ઉપલબ્ધિ ન થવી જોઈએ, જ્યારે આપણે તે સ સારની અનુવૃત્તિ અનુભવીએ છીએ. આ શાનું સમાધાન એ છે કે શુક્ર આદિની મુક્તિમાં પ્રમાણૢ નથી અને શુદ્ધ આદિની મુક્તિનુ પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું બીજું તાત્પર્ય છે એ અગાઉ બતાવ્યુ છે. તેથી સંસારની અનુત્તિને કારણે કોઈ અનુપપત્તિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org