________________
ચતુથ.પરચ્છેદ
૫૫૧ स्कृष्टसुखार्थ बहुफालदुःखानुभवोपपतेः । "दुःखाभागे चोत्कर्षापकर्षा"सम्भवात् । तस्मान्मुक्तौ संमारदुःखनिवृत्तिरप्यविद्यानिवृत्तिवत् सुखशेष - इत्यनवच्छिन्नानन्दप्राप्तिरेव स्वतःपुरुषार्थ इत्याहुः ॥३॥
અને દુખાભાવ જ વતઃપુરુષાર્થ છે અને તેના શેષ તરીકે સુખ કાય છે એમ વપરીત્યની પ્રસક્તિ છે”—એમ કહી શકાય નહિ, કારણ કે લાબા કાળના દુખથી સાધ્ય હોવા છતાં પણ ક્ષણિક સુખ ઉત્પન્ન કરનાર નિન્દ્રિત ગ્રામ્ય ધમ (જેમ કે અગણ્યાગમન-ગુરુપત્ની આદિ અગમ્ય સ્ત્રીઓ સાથે સમાગમ છે) આદિમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે. ત્યાં (ઉક્ત નિન્દ્રિત પ્રવૃત્તિસ્થળમાં) જે ક્ષણિક સુખકાલીન દુઃખાભાવ પુરુષાર્થ હોય તો તેને માટે લાંબા સમય સુધી દુઃખને અનુભવ સંભવે નહિ. અને ત્યાં ક્ષણિક સુખને પુરુષાર્થ માનવામાં આવે તે પણ છેષ સમાન છે એવું નથી, એનું કારણ એ કે ભાવરૂપ સુખમાં. ઉત્કર્ષ અને અપકર્ષ અનુભવથી સિદ્ધ હોવાને કારણે એક ક્ષણ માટેના પણ અત્યન્ત: ઉત્કૃષ્ટ સુખને માટે લાબા કાળ સુધી દુઃખને અનુભવ ઉપપનન છે; અને દુઃખાભાવમાં ઉત્કર્ષ અને અપકર્ષનો સંભવ નથી. તેથી મુક્તિમાં સંસારદુઃખની નિવૃત્તિ પણ અવિદ્યા-નિવૃત્તિની જેમ સુખને શેષ છે માટે અનાવચ્છિન્ન આનન્દની પ્રાપ્તિ જ સ્વત પુરુષાર્થ છે (એમ ચિત્તસુખાચા કહે છે. (૩)
વિવરણ: કેટલાક દલીલ કરે છે કે આ શંકાને અવકાશ નથી કારણ કે પિરીત્યપક્ષમાં (દુઃખાભાવ સ્વતઃ પુરુષાર્થ છે અને સુખ તેને શેષ છે એ પક્ષમાં) દુઃખાભાવરૂપ - ઉપાધિને જ પ્રવર્તક જ્ઞાનની કારણુતાના અવચ્છેદકના શરીરમાં પ્રવેશ માનવો પડશે તેથી ઈચ્છાવિયત્વરૂપ ઉષાધિને પ્રવેશ માનનાર પક્ષમાં છે તેમ અહીં ગૌરવ દોષ સમાન છે. પણ આ દલીલ બરાબર નથી. સિદ્ધાન્તમાં સુખ આત્મરૂપ હોવાથી એક વ્યક્તિ છે તેથી સુખત્વ જાતિને સંભવ નથી અને સુખત્વ ઉપાધિરૂપ છે : એમ માનીને શંકાને સંભવ છે જ. ઇછાવિષયવની જેમ સુખત્વ પણ ઉપાધિરૂપ હોય તો તે સુખત્વના પ્રવેશમાં પણ કારણુતાવ છેદકનું ગૌરવ સમાન છે તેથી વિનિગમક (સુખને સ્વત. પુરુષાર્થ માની શકાય, દુ:ખાભાવને નહિ એમ કહેવા માટે કોઈ નિર્ણાયક કારણુ) ન હોવાથી વૈરોપની શંકા યુક્ત જ છે.
સિદ્ધાન્તમાં વસ્તુતઃ સુખવ્યક્તિ એક હોવા છતાં પાધિક ભેદ માનવામાં આવે છે તેથી સુખત્વનું જાતિ હેવું અક્ષત છે માટે વિપરીત નક્ષ શક્ય નથી એમ મનમાં રાખીને બીજે દોષ બતાવ્યાં છે–લેકમાં જોઈએ છીએ કે ક્ષણિક સુખની ખાતર લાંબા કાળ સુધી દુઃખનુભવ સ્વીકારીને પણ અગમ્યાગમન આદિ નિ દિત અને પાપી કૃત્યમાં માણને પ્રવૃત્ત
થાય છે. જે દુખાભાવ જ સ્વતઃપુરુષાર્થ હોય તો આ પ્રવૃત્તિ સંભવે નહિ. સુખ આ દુઃખાભાવને શેષ છે, તેનું અંગ છે એ પક્ષમાં સુખકાલીન જે દુઃખાભાવ છે તેની જ પ્રતિ સુખ શેષ છે એમ કહેવું પડશે કારણ કે અન્ય સમયના દુખાભાવ પ્રતિ તે સુખ શેષ હેઈ શકે નહિ. અને આમ ક્ષણિક સુખ સમયને દુઃખાભાવ જે ક્ષણિક છે તેને લક્ષ્યમાં રાખીને લાંબા કાળ સુધીના દુઃખને અનુભવ કઈ સ્વાકારે નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org