________________
તૃતીય પરિચછેદ ગુણીનું તાદાઓ હેવા છતાં ભેદ પણ છે તેથી ચંદનવિષયક વૃત્તિથી ગધાદિની અપેક્ષતાની પ્રસક્તિ નથી.
શંકા : ચંદનસંવિથી અભિન્ન ગધ આવૃત હોય તે પણ તે અપક્ષ કેમ ન બને છે ઉત્તર : અનાવૃત સુખાદિમાં સંવિદથી અભેદ અપરાક્ષતાને પ્રાજક જોવામાં આવે છે.
શકા : એક ચદનથી અવછિન્ન નેતન્યમાં અવસ્થા-અઝાન મૈત્રની પ્રતિ ચંદનનું આવરણ કરનાર છે; તે એક છે માટે તે ચંદનવિષયક વૃત્તિથી નિવૃત્ત થઈ જાય છે, તેથી ચંદનવિષયક વૃતિ હોય ત્યારે ગધનું આવરણ હોય છે એમ માનવું યુક્તિયુક્ત નથી.
ઉત્તર : જેમ એક જ વિષયમાં ચૈત્ર, મૈત્ર આદિ જ્ઞાતાના ભેદથી અજ્ઞાન અનેક છે તેમ એક ચંદનાછિન ચૈતન્યમાં ગંધાદિ વિષયના ભેદથી પણ અજ્ઞાન અનેક છે એમ કહેવું પહશે. ચંદન અપક્ષ હોય ત્યારે ગંધાદિનું આવરણ સંભવે છે તેથી દોષ નથી અવસ્થાઅજ્ઞાને જડવિષયક છે, તેથી ઘટાદિવૃત્તિ અવસ્થા-અજ્ઞાનેની નિવૃત્તિ કરે છે તેમાં, અથવા મૂળ અજ્ઞાનની નિવૃત્તિ નથી કરતી તેમાં કોઈ અનુપપત્તિ નથી.
ઘટાદિવૃત્તિઓ ચૈતન્યવિષયક ન હોય તે જ્ઞાન અને અજ્ઞાનમાં વિરોધપ્રોજક સમાન. વિષયત્વ સંભવતું નથી કારણ કે વૃત્તિઓ જડમાત્ર વિષયક છે અને અજ્ઞાન સંતવમાત્ર વિષયક છે એમ માનવામાં આવે છે. તે જ રીતે જડનું આવરણ માનવામાં આવે તે પણ અપસિદ્ધાંતની આપત્તિ નથી, કારણ કે જડમાં આવરણને અનબ્યુપગમ મૂળ અજ્ઞાનવિષયક છે (અર્થાત મૂળ અજ્ઞાન જઠનું આવરણ નથી કરતું એમ સ્વીકાર્યું છે, અવસ્થા-અજ્ઞાન જડનું આવરણ નથી કરતું એમ માનવામાં નથી આવ્યું). તે જ રીતે તે તે જડતું આવરણ કરનાર અજ્ઞાન અનેક માનવામાં આવે તો અજ્ઞાન એક છે. એ સિદ્ધાંતને વિરોધ થશે એવી અનાપતિ પણ નથી. કારણ કે તે વસ્તુત: એક જ છે. આ અભિપ્રાયથી એમ કહ્યું છે કે કઈ અનુપપત્તિ નથી. આમ ધટાદિ વૃત્તિઓ મૂળ અજ્ઞાનના વિષયભૂત પ્રવિષયક નથી તેથી ઘટાદિતિથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી એ ઉપપન્ન છે.
__न चैवमपि जीवविषयाया अहमाकारवृत्तेर्मूलाज्ञाननिवर्तकत्वापनिः । तस्याः स्वयम्प्रकाशमानचित्संवलिताचिदशमात्रविषयत्वात् । 'सोऽहम्' इति प्रत्यभिज्ञाया अपि स्वयम्प्रकाशचैतन्ये अन्तःकरणवैशिष्टयेन सह पूर्वापरकालवैशिष्टयमात्र विषयत्वेन चैतन्यविषयत्वाभावादिति ॥
અને આમ હોય તો પણ જીવવિષયક “અ” આકારવાળી વૃત્તિ મૂવ અજ્ઞાનની નિવતક બને એવી આપત્તિ થશે એમ માનવું પડશે) એવું નથી, કારણ કે તે (અહમાકાર વૃત્તિ) સ્વયંપ્રકાશમાન ચિત્ર સાથે સંવલિત (ચિત્ સાથે તાદાભ્યથી ચિતમાં અધ્યસ્ત ) અચિદુ-અંશ માત્રને વિષય કરનારી છે. “તે હું છું” એ પ્રત્યભિજ્ઞા પણ સ્વયંપ્રકાશ ચૈતન્યમાં અન્તઃકરણથી વિશિષ્ટતાની સાથે પૂર્વાપર કાલથી વિશિષ્ટતામાત્રને વિષય કરનારી હોવાથી તે પૈતન્યવિષયક નથી (એમ આ મતને અનુસરનારા કહે છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org