________________
सिद्धान्तलेशसमहः હવે પ્રશ્ન થાય કે અવિદ્યાનિવૃત્તિ શી વસ્તુ છે? બ્રહ્મસિદ્ધિના કર્તા કહે છે કે એ આત્મા જ છે.
અને તે (અવિદ્યાનિવૃત્તિરૂપ આત્મા) નિત્યસિદ્ધ હવાથી જ્ઞાન નિરર્થક છે એવું નથી; કારણ કે જ્ઞાન ન હોય તો અનની હેતુભૂત અવિદ્યા વિદ્યમાન હોવાથી અનર્થ પણ રહે માટે (અનર્થનિવૃત્તિને માટે તેનું (જ્ઞાનનું) અન્વેષણ (ઉપપન્ન છે); અને જે રહેતાં પછીની ક્ષણમાં જેની સત્તા હોય, અને જેના અભાવમાં જેને અભાવ હોય તે તેનાથી સાધ્ય છે એ લક્ષણ પ્રમાણે અવિદ્યાનિવૃત્તિ આત્મારૂપ હોવા છતાં પણ તે જ્ઞાનથી સાધ્ય છે; કારણ કે જ્ઞાન હતાં પછીની ક્ષણમાં આત્મરૂપ અવિધા-નિવૃત્તિનું અસ્તિત્વ હોય છે, અને તેના અભાવમાં તે (અવિઘા-નિવૃત્તિ) જેની પ્રતિયોગી છે એ અવિદ્યારૂપ તેને (અવિઘ નિવૃત્તિનો) અભાવ હોય છે એ ઉક્ત લક્ષણ (લાગુ પડે) છે. (આમ આમરૂપ હોવા છતાં અવિદ્યાનિવૃત્તિ જ્ઞાનસાધ્ય છે).
વિવરણ : પ્રશ્ન થાય કે જેની ચર્ચા ચાલે છે એ અવિદ્યાનિવૃત્તિ શી વસ્તુ છે ? એ આત્મસ્વરૂપ છે કે અતિરિક્ત છે જે આમસ્વરૂપ હોય છે એ સાપ્ય ન હોઈ શકે અને આત્માથી અતિરિક્ત હોય તે તે હોય તે હેત માનવું પડે, અને ન હોય તે સાધ્ય જ હાઈ શકે નહિ. આનું સમાધાન કરતાં બ્રહ્મતિદ્ધિકાર મંડન મિશ્ર કહે છે કે અવિવાનિવૃત્તિ આત્મસ્વરૂપ જ છે, અતિરિક્ત નહીં, કારણ કે અતિરિક્ત હોય તે ઉક્ત દોષ માનવો પડે.
શંકા થાય કે આત્મા જ અવિદ્યાનિવૃત્તિરૂપ હોય તે તત્વજ્ઞાન વ્યથ બની જાય. આની સામે પ્રશ્ન પૂછી શકાય કે તત્ત્વજ્ઞાનને વ્યર્થ કહે છે ત્યારે શું વિવક્ષિત છે? જ્ઞાનસંપાદનનું પ્રયોજન નથી માટે તેનું વ્યર્થવ વિવક્ષિત છે ? કે અવિદ્યાનિવૃત્તિ આત્મસ્વરૂપ હોય તો તે અનાદિ હોવાથી જ્ઞાન વિના પણ સિદ્ધ હોય તેથી તે જ્ઞાનસાધ્ય હોઈ શકે નહિ માટે જ્ઞાન વ્યર્થ છે એમ વિરક્ષિત છેપહેલે વિકલ્પ બરાબર નથી કારણ કે જ્ઞાન ન હોય તે અનર્થની હેતુભૂત અવિદ્યા વિદ્યમાન રહેવાથી અનર્થ પણ ટકી રહે તેથી અનર્થની નિવૃત્તિને માટે જ્ઞાનનું અન્વેષણ અર્થાત્ જ્ઞાનનાં સાધનનું અનુષ્ઠાન ઉપપન્ન છે.
અવિદ્યાનિવૃત્તિ જે આત્મરૂપ જ હોય છે તે અનાદિ હોવાથી જ્ઞાનસાધ્ય હોઈ શકે નહિ એમ કહેવું પણ બરાબર નથી. સાધ્યનું લક્ષણ દ્વિવિધ છે–એક સાદિ પદાર્થમાત્રને સાધારણ જન્યવરૂપ; જ્યારે બીજુ લક્ષણ સાદિ અને અનાદિ પદાર્થોને સાધારણ છે—જે હતાં પછીની ક્ષણમાં જેનું અસ્તિત્વ હોય અને જે ન હતાં જે ન હોય તે તેનું સાધ્ય છે. આ બીજ લક્ષણ આત્મસ્વરૂપ અવિદ્યાનિવૃત્તિમાં સંભવે છે. દા.ત. પ્રાયશ્ચિત્ત હોય તે પછીની ક્ષણમાં દુઃખ-પ્રાગભાવ હોય છે, અને પ્રાયશ્ચિત્તના અભાવમાં દુઃખને જ ઉદય હોવાથી પછીની ક્ષણમાં દુખ–પ્રાગભાવને પણ અભાવ હોય છે તેથી દુખપ્રાગભાવ અનાદિ હોવા છતાં દુઃખનાં સાધનભૂત પાપને ધ્વસ જે સાદિ છે તેની જેમ તે પ્રાયશ્ચિતથી સાધ્ય છે. આમ અવિદ્યાનિવૃત્તિ અનાદિ હોવા છતાં આ બીજા લક્ષણ અનુસાર જ્ઞાનસાધ્ય છે, જ્ઞાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org