________________
તૃતીય પરિરછેદ
અને એવી દલીલ કરવી નહિ કે "ઘટાદિ (આકારમાં પરિણત) વૃત્તિ તેનાથી (વટાદિ)થી અવછિન્ન રૌતન્યવિષયક હેવા છતાં પણ તે અખંડ આનન્દાકા૨ નથી . તેથી તેનાથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી.” ( આ દલીલ બરાબર નથી) કારણ કે વેદાન્તજન્ય સાક્ષાત્કારમાં પણ તેને અભાવ છે; ત્યાં અખંડત્વ કે આનંદવ એ કઈ પ્રકાર નથી, કારણ કે (વેદાન્તજન્ય સાક્ષાત્કારમાં અખંડત્વ કે આનંદ– હેય તો) વેદાનોના સંસર્ગવિષયક પ્રમાજનકવરૂપ અખંડાથત્વની હાનિ આવી પડે (હાનિ માનવી પડે). અને એવી દલીલ કરવી નહિ કે “વેદાન્તજન્ય જ્ઞાનથી જ તેની (મળ અજ્ઞાનની) નિવૃત્તિનો નિયમ છે. (આ દલીલ બરાબર નથી, કારણ કે અજ્ઞાનનિયતકામાં પ્રોજક એવું જે માનેલું રૂપ છે તે બીન જ્ઞાનમાં પણ વિદ્યમાન છે તેથી એ નિયમ કર શકય નથી.
અને એવી દલીલ કરવી નહિ કે ઘટાદિ આકાર વૃત્તિનું વિષયભૂત અવચ્છિન્ન ચૈતન્ય પણ કલ્પિત છે તેથી જે મૂળ અજ્ઞાનનું વિષયભૂત સત્ય અનવચ્છિન ચૈતન્ય તે તેને વિષય નથી માટે નિવાર્ય તરીકે અભિમત (માન્ય) અજ્ઞાન સાથે સમાન વિષયવાળા હેવું એ માનેલું પ્રયોજક લક્ષણ જ ઘટાદિનવૃત્તિઓમાં નથી.” (આ દલીલ બરાબર નથી, કારણ કે ત્યાં અવચ્છેદક આ શ કલ્પિત હોય તે પણ અવષેધ અંશ મૂળ અજ્ઞાનના વિષયભૂત અકલ્પિત ચૌતન્યરૂપ છે; (અને) તે (અવછેદ્ય અંશ) કલ્પિત હોય તે ઘટની જેમ તે જડ હોવાથી અવસ્થા-અજ્ઞાન પ્રતિ પણ તે વિષય હોઈ શકે નહિ, તેથી અવસ્થા-અજ્ઞાન મૂળ અજ્ઞાનના વિષયભૂત અકલિપત ચૈતન્યવિષયક છે એમ કહેવું પડશે. માટે તેનું નિવર્તક ઘટાદ જ્ઞાન પણ અવશ્ય તદ્વિષયક (અકલ્પિત રૌતન્યવિષયક) હોવું જોઈએ; તેથી તે પક્ષમાં (અવછેદ્ય અંશ કપિત છે એ પક્ષમાં પણ તેનાથી (ઘટાદિ જ્ઞાનથી) મૂળ અજ્ઞાનની નિવૃત્તિના પ્રસંગને પરિહાર થતો નથી.
વિવરણ:- પૂર્વપક્ષ તરીકે એક મુદ્દો ઊભો કર્યો છે મનનાદિની જરૂર વિક્ષેપદોષની નિવૃત્તિને માટે છે એમ માની લઈએ તો પણ જેણે નિદિધ્યાસન કર્યું છે તેવા અધિકારીની બાબતમાં ઘટાદિના જ્ઞાનથી પણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થવી જોઈએ કારણ કે જે મૂળ અજ્ઞાનને વિષય છે તે જ સમાન રીતે ઘટાદિ જ્ઞાનને પણ વિષય છે. જે ઘટમાત્રને વિષય કરનારા જ્ઞાનથી ઘટાદિથી અવચ્છિન્ન ચૈતન્યને વિષય કરનારા અજ્ઞાનની નિવૃત્તિ ન સંભવે કારણ કે તે જ્ઞાન અને અજ્ઞાનને વિષય નથી, તે ઘટ જ્ઞાન અને અજ્ઞાનને વિષય થાય તેટલા માટે એમ માનવું પડશે કે અજ્ઞાન પણ ઘટાદિ જઠ માત્રને વિષય કરનારું છે. પણ આ કલ્પના શકય નથી કારણ કે જડ ઘટાદિ જડ હોવાને લીધે જ પ્રમાણની પ્રવૃત્તિની દશામાં તેના અપ્રકાશની ઉપપત્તિ છે, તેથી જ વસ્તુ અપ્રકાશ હોય તેને માટે અજ્ઞાનકૃત આવરણની કલ્પના કરવાની જરૂર નથી. આમ વેદાન્તજન્ય જ્ઞાનની જેમ ઘટાદિ જ્ઞાન પણું બ્રહ્મચૈતન્ય વિષયક જ છે તેથી મૂળ અજ્ઞાન સાથે તેને સમાન વિષય હોવાથી ધટાદિ જ્ઞાનથી પણ મૂળ અડાનની નિવૃત્તિ પ્રસક્ત થાય છે. મૂળ અજ્ઞાનના નિવતક થવામાં પ્રયોજક લક્ષણ વેદાન્તજન્ય જ્ઞાનમાં માન્યાં છે–મૂલાજ્ઞાનસભાનવિષયકત્વ, સત્તાનિશ્ચયરૂપત્વ, અપ્રતિબદ્ધત્વ–તે નિદિધ્યાસનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org