________________
તૃતીય પરિચ્છેદ
પ૧૧ શંકા જડ વસ્તુ અજ્ઞાનને આશ્રય કે વિષય નથી કારણ કે જડમાં અજ્ઞાનકૃત આવરણનું ફળ–અપ્રકાશ-સંભવતું નથી. હું ઘટને જાણતો નથી' એ અનુભવ તો ઘટ અને તેના અધિષ્ઠાન ચૈતન્યનું તાદામ્ય હોવાથી તે ચૈતન્ય-વિષયક હોય તો પણ ઉ૫પન્ન બને છે તેથી ઘટ-જ્ઞાન પણ ચૈતન્યવિષયક છે જેમ ઘટ-અજ્ઞાન ચૈતન્યવિષયક છે એવી દલીલ ન કરી શકાય કે જડનું આવરણ ન હોય તો તેને અપ્રકાશ સંભવે નહીં. આ દલીલ બરાબર નથી કારણ કે જડને સ્વપ્રકાશ ચૈતન્ય પર અધ્યાસ થયેલ હોવાથી તેને સર્વદા અવશાસક ચેતન્ય સાથે સંસગ હોય છે અને આ અવભાસક ચૈતન્યના આવરણથી જ જડને અપ્રકાશ સંભવે છે.
ઉત્તર : જડ વસ્તુ સાક્ષાત અજ્ઞાનને આશ્રય કે વિષય બની શકે નહિ એમ કહ્યું છે તે માની લઈએ તે પણ જડથી અવચ્છિન્ન ચૈતન્યના પ્રકાશનું અજ્ઞાનથી આવરણ થાય છે તેને કારણે નિત્ય ચૈતન્યપ્રકાશ સાથે સંસગ હોવા છતાં જડ નથી”, “નથી પ્રકાશનું’ ‘પ્રિય નથી' એવા વ્યવહારને યોગ્ય બને છે તેથી સાક્ષાત્ નહીં તોય એ પરંપરાથી અજ્ઞાનને વિષય છે એમ માનવું જ પડે. “છે', “પ્રકાશે છે, “પ્રિય છે એ પ્રકારના વ્યવહારને અયોગ્ય હાવા રૂપ આવરણ માન્યું છે. આમ સાક્ષાત્ કે પરંપરાથી જે અજ્ઞાનથી આવૃત થતું હોય તેને જ વિષય કરનારા જ્ઞાનથી તે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે
શંકા : ઉપર કહ્યા પ્રમાણે અવછિન્ન ચૈતન્યમાં રહેલું અવસ્થા–અજ્ઞાન જડ અને તેનાથી અવચ્છિન્ન ચૈતન્ય બંનેનું આવરણ કરે છે એમ પ્રાપ્ત થાય છે; આમ ઘટાદિજ્ઞાનને જડ માત્ર વિષયક માનવાથી તેનું અજ્ઞાન સાથે સર્વા શે સમાનવિષયકતવ નહીં હોય તેથી તે અજ્ઞાનનું નિવર્તક બની શકશે નહિ.
ઉત્તર ; જ્ઞાનનું અજ્ઞાન સાથે સમાનવિષયક હોવું એ જ વિરોધ-પ્રયોજક શરીરમાં પ્રવિષ્ટ છે. સર્વાશમાં સમાનવિષયકત્વ નહીં, કારણ કે તેમાં ગૌરવ છે. અગાન ઘટ અને ઘટાવચ્છિન્ન ચેતન્ય વિષયક છે જયારે ઘટડાન ઘટવિપક છે તેથી ઘટાનથી ઘટ અઝાનની નિવૃત્તિ થાય છે, પણ ચૈતન્યવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી.
શંકા ? અવચ્છિન્ન ચૈતન્ય સ્વરૂપથી સત્ય છે તેથી બ્રહ્મસ્વરૂપ જેમ અવસ્થા અજ્ઞાનને વિષય છે તેમ મૂળ અજ્ઞાનને વિષય પણ છે. આમ અવસ્થા-અજ્ઞાને કરેલા ચૈતન્યના આવરણના બળે જડ પણ પરંપરાથી અવસ્થા–અજ્ઞાનને વિષય બને છે તેથી ઉપર કહ્યું તેમ મૂળ અજ્ઞાને કરેલા ચૈતન્યના આવરણના બળે ધટાદિ જડને મૂળ અજ્ઞાનને વિષય પણું માનવું જ પડશે. તેથી જેમ અવસ્થા–અજ્ઞાન પ્રતિ પરંપરાથી વિષ ભૂત એવા જડના સાક્ષાત્કારથી જ અવછિન ચૈતન્યમાં રહેલા અવસ્થા-અજ્ઞાનની નિવૃત્તિ થાય છે તેમ મૂળ અજ્ઞાન પ્રતિ પણ પરંપરાથી વિષયભૂત જડના સાક્ષાત્કારથી જ બ્રહ્મચૈતન્યનિષ્ઠ મૂળ અજ્ઞાનની પણ નિવૃત્તિ પ્રસક્ત થશે (-મૂળ અજ્ઞાનની નિવૃત્તિ માનવી પડશે).
ઉત્તર : ઇટાદિને સાક્ષાત્કાર થવા છતાં મૂળ અજ્ઞાનની અનુવૃત્તિ રહે છે એ ફળના બળે એમ સમજાય છે કે મૂળ અજ્ઞાન અને તેના કાર્યથી અતિરિક્ત જે મૂળ અજ્ઞાનને વિષય-ચિન્માત્ર–તદિષયક હોવું એ જ જ્ઞાનમાં મૂલાડાનનિવર્તકત્વનું પ્રયોજક છે ધટાદિસાક્ષાત્કારમાં એ લક્ષણ નથી તેથી તેને મૂળ અજ્ઞાનનું નિવક માની શકાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org