________________
વતીય પરિચ્છેદ
૯૯ स्वाश्रयभेदापादकत्वात् । अत एव चैत्रज्ञानेन तस्य घटाज्ञाने निवृते अनिवृतं मैत्राज्ञानं मैत्रं प्रत्येव विषयचैतन्यस्य भेदापादकमिति न चैत्रस्य घटापरोक्ष्यानुभवानुपपत्तिरपि ।
શંકા થાય કે ઉક્ત જ્ઞાન અને અર્થનું અપક્ષત્વ હૃદય આદિ વિષયક શબ્દ વૃત્તિ અને શાબ્દજ્ઞાનના વિષયમાં પણ અતિપ્રસિદ્ધ થશે (-શબ્દ જ્ઞાનના વિષયમાં પણ અપક્ષતા માનવી પડશે જે બરાબર નથી, કારણકે કદાચ દેવવશાત ત્યાં વૃત્તિ અને વિષયને સંસગ થતાં વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય અને વિષયથી અવછિન્ન ચૈતન્યને અભેદની અભિવ્યક્તિ ટાળી શકાશે નહિ (–આ અભિવ્યક્તિ માનવી જે પડશે) આવી શંકા કેઈ કરે તે ઉત્તર છે કે ના; કારણ કે પરોક્ષવૃત્તિ વિષયથી અવછિન ચૈતન્યમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિ કરવા સમર્થ ન હોવાથી ત્યાં અજ્ઞાનથી આવૃત વિષય-ચૈતન્ય વિષયથી અવચ્છિન ચૈતન્ય)ના અનાવૃત વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષિ-ચેતન્યથી અભેદની અભિવ્યક્તિ ન હોવાથી અપરિક્ષત્વની પ્રસક્તિ નથી (–અપરોક્ષ માનવું પડતું નથી. એટલે જ સંસાર દશામાં જીવને બ્રહ્મથી વરતત અભેદ હોવા છતાં તેનું અપરોક્ષત્વ નથી (તે પ્રત્યક્ષ થતો નથી), કારણ કે અજ્ઞાનના આવરણે કરેલો ભેદ છે અને આમ હોય તે બ્રહ્મને જીવની અપરોક્ષતા સંભવશે નહિ તેથી અસર્વજ્ઞવની પ્રસિદ્ધિ થશે એમ નથી એવું માનવું બરાબર નથી), કારણકે ઈકવર પ્રતિ અજ્ઞાન આવરણ કરનારું નથી તેથી તેની ઈશ્વરની) પ્રતિ (અજ્ઞાન) જીવથી ભેદનું આપાદન કરનારું નહીં બને, કેમ કે જે અજ્ઞાન જેની પ્રતિ (વિષય ચૈતન્યનું ) આવરણ કરનાર હોય તેની પ્રતિ જ પિતાના આશ્રયભૂત વિષય-ચૈતન્ય) થી ભેદનું આપાદન કરનારું હોય છે. એટલે જ ચૈત્રના જ્ઞાનથી તેનું ઘટ અંગેનું અજ્ઞાન નિવૃત્ત થતાં, નિવૃત્ત નહીં થયેલું મૈત્રનું અજ્ઞાન મૈત્ર પ્રતિ જ પોતાના આશ્રયભૂત) વિષયચેતન્યના ભેદનું આપાદન કરનારું છે; તેથી ચૌત્રને ઘટના અપરોક્ષત્વને અનુભવ થાય છે તેની અનુપત્તિ પણ નથી (તે ઉ૫૫ન પણ છે, વજૂદવાળું છે).
વિવરણ શંકા થાય કે ઉપર જે જ્ઞાન અને અર્થના અપક્ષવનું લક્ષણ કહ્યું છે તેમાં અતિપ્રસંગનો દેષ સંભવે છે. હદય, નાડી, ધર્મ આદિ વિષયક શાબવૃત્તિ અન્તઃકરણ માં શરીરવ્યાપિની ઉત્પન્ન થાય છે; દૈવયોગે એ જે હય, નાડી આદિથી અવછિન્ન એવા અન્તઃકરણના પ્રદેશમાં ઉત્પન્ન થાય તે હદય આદિ વિષયથી અવછિન ચૈતન્ય અને હદય આદિ વિષયક શબ્દ વૃત્તિથી અવચિછન્ન ચૈતન્યના અભેદની અભિવ્યક્તિ થવાની જ. તેથી હદયાદિ અને તેમને વિષય કરનાર શાબ્દજ્ઞાનને અપરોક્ષ માનવાં જ પડશે, કારણ કે ઘટાદિ સ્થળમાં વૃત્તિને વિષય સાથે સંસર્ગ થતાં વૃત્તિથી અવછિન્ન રૌતન્ય અને વિષયથી અવચ્છિન્ન રૌતન્યની અભિવ્યક્તિ સ્વીકારી છે. અને આમ હયાદિ વિષયક શાદવૃત્તિ અને અનુમિતિવૃત્તિ આદિથી અવનિ શૈતન્યરૂપ પક્ષકાન જે હદયાદિ અર્થથી અભિન્ન છે અને હય આદિના વ્યવહારને અનુકૂળ છે તેને જ્ઞાનના અપક્ષવનું લક્ષણ લાગુ પડશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org