________________
દ્વિતીય પરિચ્છેદ
૩૧૭
પ્રપ`ચમાં સત્યત્વની પ્રતીતિ ન હેાવાથી, અને તેની સાથે તાદાત્મ્યાપન બ્રહ્મમાં તે ૧ (સ”ત્વની) પ્રતીતિ થાય છે તેના અવિવેકથી પ્રપચમાં તેની (સત્યની) પ્રસક્તિ ઉપપન્ન હાવાથો, સત્યવધી પ્રપ’ચના (-અર્થાત્ સત્ય તરીકે પ્રપંચ ! ) નિષેધ કરવામાં આવે તેા ઉપજીન્ય (પ્રત્યક્ષ)ના વિરોધ નથી, કે નથી અપ્રસક્ત સત્તા)ના વિષેધ કરવાપણું.
અને " બ્રહ્મગત પારમાર્થિક સત્તાથી અતિરિક્ત એવા પ્રપ`ચમાં સત્ત્વાભાઞ ન સ્વીકારતા હો તે શુક્તિમાં વ્યવહિત સત્ય રજતથી અતિરિક્ત અવા રજતાભાસની ઉત્પત્તિ શા માટે માનવામાં આવે છે ?” એવી દલીલ કરવી નહિ કારણ કે વ્યવહિત (ઇન્દ્રિયની સાથે) અસ'નિકૃષ્ટ (રજત)માં અરાક્ષતા સંભવતી ન હાવાથી તેના (અપરોક્ષતાના) નિર્વાહને માટે તે (રજતાભાસની ઉત્પત્તિ) માનવામાં આવે છે. (૩)
વિવરણ : પ્રપ`ચમાં પારમાર્થિક સત્યત્વની પ્રક્તિ ન હોવાથી નિષેધ અનુપપન્ન છે એ શંકાના ત્રિવિધ સત્તાના આધાર લઈને ઉપર ઉત્તર આપ્યા છે. હવે સત્ર એક જ સત્તા છે એમ માનનાર પક્ષ પ્રમાણે એ શંકાના ઉત્તર રજૂ કરે છે. ત્રિવિધ સત્તા માનવાની જરૂર નથી કારણ કે પારમાર્થિક બ્રહ્મગત (વાસ્તવમાં બ્રહ્મરૂપ) સત્તાના અનુવેધાં, તે વ્યાપેલી હાવાથી તેની પ્રતીતિથી જ ધટાદિમાં અને શુક્તિરજત આદિમાં સત્તાનું ભાન થાય છે તે ઉપપન્ન બને છે. બ્રહ્મની સત્તા જ ધટાદિમાં છે તેથી સત્યવાભાસની કલ્પના માટે કાઈ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. જેમ Đ ્ ઘટ: ' એ પ્રતીતિની મૃ—અંશમાં મૃદ્-વિષયકતા છે તેમ
સર્ઘટ: ' એ પ્રતીતિ સત્ અંશમાં બ્રહ્મવિષયક જ છે. બ્રહ્મમાં સત્તાની પ્રતીતિ થાય છે તેને લીધે જ બટાદિમાં સત્તાના વ્યવહાર થાય છે, ઘટ સત્ છે એમ માનીને ચાલીએ છીએ અને એ પ્રમાણે કહીએ છીએ. આમ પ્રપંચમાં સત્યત્વની પ્રત્યક્ષ પ્રતીતિ થતી જ નથી તેથ શ્રુતિથી પ્રત્યક્ષના વિરોધ થતા નથી. પ્રપંચ અને બ્રહ્મના ભેદનું ગ્રહણ થતું નથી તેથી બ્રહ્મમાં જે સત્તાની પ્રતીતિ છે તે જ પ્રપંચમાં સત્ત્વની પ્રસક્તિ બને છે અને એને કારણુ સત્ત્વ અંગે વ્યવહાર થાય છે (સ ્ર્ ઘટ: ઇત્યાદિ), તેથી અપ્રસક્ત સત્તાના નિષેધ છે એવું પણ નથી. શ્રુતિજન્ય મિથ્યાત્વ-જ્ઞાનની પ્રતિ ઉપબ્ધ એવું વહુ', પદાદિનું પ્રત્યક્ષ આલંબનયુક્ત માનવામાં આવે છે, અને તેને બાધ નથી તેથી ઉપન્ય પ્ર"ક્ષના વિરાધ નથી.
k
શંકા થાય કે જો ઘટાદિ પ્રપંચમાં બ્રહ્મસત્તાથી જ સત્ત્વ વ્યવહારની સિદ્ધિ હાવાથી તેમનુ' પૃથક્ સત્ત્વ ક૯પવામાં નથી આવતું કારણ કે તે કપના માટે કાઈ પ્રમાણ નથી અને આમ લાધવ પણ સિદ્ધ થાય છે તે પછી આવું સત્ર માનવું જોઈ એ. આ સોગામાં શક્તિમાં દૂર રહેલા વ્યાવહારિક રજતથી અતિરિક્ત રજતાભાસની ઉત્પત્તિ શા માટે માનવામાં આવે છે કારણ કે એમ માનતાં ગૌરવ દોષ થાય છે. આને ઉત્તર છે કે ગૌરવને પ્રમાણુનુ સમથ ન હોય તો એ દોષ રહેતું નથી. ઢંકાયેલું કે દૂર રહેલુ. રજત વ્યવહિત છે, ચક્ષુરિન્દ્રિય સાથે તેને સશિક નથી, અભિવ્યક્ત ચૈતન્ય સાથે તાદાત્મ્ય વિનાનું છે તેથી તે અપરોક્ષ હાઈ શકે નહિ. અપરોક્ષતા શકય બનાવવા માટે વ્યવહિત વ્યાવહારિક સયતાવાળા રજતથી અતિરિક્ત એવા રજતાભાસની ઉત્પત્તિ શુક્તિમાં માનવામાં આવે છે. (૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org