________________
દ્વિતીય પરિચ્છેદ
૩૪૩.
મુખ છે. તેથી અવસ્થા-અજ્ઞાનને જો ઉપાદાન માનવામાં આવતું હોય તે ચૈત્રના મુખમાં દર્પણસ્થત્વ આદિની ઉત્પત્તિ ઉપાદાનના અભાવે ન થવી જોઈએ. તેથો અવસ્થા-અજ્ઞાનને કારણ માની શકાય નહિ અય દીક્ષિતે બિંબભૂત ચૈત્ર મુખમાં દર્પણસંસગ (અર્થાત દર્પણસ્થત્વ) આદિ (પ્રત્ય-મુખવાદિને અભાવ પ્રત્યક્ષથી જ્ઞાત થતાં વિક્ષેપશક્તિ-અંશની પણ નિવૃત્તિ થવી જ જોઈએ એમ કહ્યું તે બિંબ–પ્રતિબિંબાભેદપક્ષને ધ્યાનમાં રાખીને કહ્યું છે. ચૈત્રમુખમાં દર્પણસ્થાદિ નથી' એમ પહેલેથી સાક્ષાત્કાર થઈ ગયો હોય તે પછી અવસ્થા-અજ્ઞાન વિક્ષેપશકિત સહિત નષ્ટ થઈ ગયું હોવાથી દર્પણWવાદિ ધર્મોને અધ્યાસ સંભવે નહિ એ ભાવ છે. પ્રતિબિંબોધ્યાસપક્ષમાં દર્પણમાં પ્રતિબિંબોધ્યાસની ઉત્પત્તિ માનવામાં આવે છે. પણ પહેલાં જ “
દણમાં ચૈત્ર મુખ નથી' એ સાક્ષાત્કાર થઈ ગયો હોય તે અવસ્થા - અજ્ઞાન વિક્ષેપશક્તિ-અંશ સાથે નષ્ટ થઈ ગયું હોવાથી ૯૫ દાનના અભાવને લીધે પ્રતિબિંબાયાસની ઉત્પત્તિ સંભવે નહિ. ‘દર્પણમાં મુખાભાવ પ્રત્યક્ષથી જ્ઞાત થતાં.. એમ જે કહ્યું છે તે પ્રતિબિંબોધ્યાત્પત્તિ પક્ષને ધ્યાનમાં રાખીને કહ્યું છે. મતભેદને ધ્યાનમાં રાખીને અધિષ્ઠાનભેદ (મુખ, દર્પણ) અને સાક્ષાત્કારભેદ (“ચૈત્રમાં દર્પણસ્થાદિ નથી,' “
દણમાં મુખ નથી?) ને બતાવવા માટે જ ચૈત્રમુણે અને વળે એમ પૃથફ સપ્તમી-નિદેશ કર્યો છે અને મતભેદ જણાવવા વા' શબ્દ પ્રયોજે છે. આમ અવરથાઅજ્ઞાનને પ્રતિબિંબમનું કારણ માની શકાય નહિ. મૂળ અજ્ઞાન જ ઉપાદાન હોઈ શકે.
શકા : આ પક્ષમાં પણ બિંબ અને ઉપાધિના સન્નિધાનથી પૂર્વની ક્ષણમાં ઉત્પન્ન થયેલા ચૈત્રમુખ આદિના સાક્ષાત્કારથી ચૈત્રમુખાદિથી ચૈતન્યનું આવરણ કરનાર મૂળ અજ્ઞાન પણ નાશ પામ્યું જ છે તેથી ઉપાદાન બની શકે તેવા અઝાનના અભાવમાં અધ્યાસ નહી* સંભવે એ દોષ તે સમાન જ છે. અને તેનાથી તેની નિવૃત્તિ ન થઈ હોય તો ચૈત્રમુખ આદિ દેખાવું જોઈએ નહિ કારણ કે જે કંઈ આવરણ હોય તે છે જ.
ઉત્તર ઃ બ્રહ્મજ્ઞાન જ મૂળ અજ્ઞાનનું નિવક હોઈ શકે. જડ પદાર્થોને વિષય કરનારા વૃત્તિરૂપ અન્તઃકરણ-પરિણામો તે પિતા પોતાના વિષયથી અવછિન્ન ચેતન્યમાં રહેલા મૂળ અજ્ઞાનને જે આવરણઅંશ છે તેના વિષયનું જ્ઞાન થતું હોય ત્યાં સુધી માત્ર અભિભાવક છે એમ માનવામાં આવે છે. વિષયનો સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ જ્ઞાન જેમ અવસ્થા–અજ્ઞાનના વિક્ષેપશક્તિ અંશની નિવૃત્તિ કરી શકે તેમ મૂળ અજ્ઞાનના વિક્ષેપ-શક્તિ અંશની નિવૃત્તિ ન કરી શકે. વિષય-ચૈતન્યમાં રહેલા મૂળ અજ્ઞાનની નિવૃત્તિ જે વિષયજ્ઞાનથી થતી હોય તે વ્યાવહારિક સત્તા ધરાવનારાં દર્પણદિ જે વિક્ષેપશક્તિનાં કાર્યો છે તે નાશ પામે કારણ કે તેમનું ઉપાદાન નષ્ટ થયું છે–જેમ શુતિ આદિના સાક્ષાત્કારથી રજત આદિ પ્રતિભાસિક વિક્ષેપોનો નાશ થાય છે તેમ.
શકા : દષણાદિ જે મૂલ અજ્ઞાનનાં કાર્ય છે તે વ્યાવહારિક સત્તા ધરાવતાં જોવામાં આવે છે તેથી પ્રતિબિંબાધ્યાસ પણ જે મૂળ અજ્ઞાનનું કાર્ય હોય તો એનું પણ વ્યાવહારિકવ હેવું જોઈએ; પણ નથી.
ઉત્તર : મૂળ અજ્ઞાનના કાર્યો હોવાથી કઈ વસ્તુમાં વ્યાવહારિકત્વ આવી જતું નથી અનાદિ અવિદ્યા કઈ મૂળ અવિદ્યાનું કાર્ય નથી છતાં તે વ્યાવહારિક છે. અવિવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org