________________
દ્વિતીય પરિચ્છેદ
૩૯૩ અહંકારરૂપ ગ્રંથિ સાથેના તાદાસ્યના અઠવાસનું અધિષ્ઠાન હોવું એ જ તેને (આત્માને) સંસાર” એમ સ્વીકારવામાં આવ્યું છે. તેટલાથી જ જેમ ભીષણત્વ (ભયકારત્વ)ના આશ્રયરૂપ સર્ષની સાથે તાદાભ્યના અધ્યાસના અધિષ્ઠાન એવા રજજુ આદિમાં “આ ભીષણ છે એવું અભિમાન થાય છે તેમ આત્માની બાબતમાં એ અનર્થને આશ્રય છે એવું અભિમાન સંભવે છે. આ અભિપ્રાયથી જ “જણે કે દયાન કરે છે, જાણે કે ચાલે છે, "અહંકારથી વિમૂઢ આત્મા (અર્થાત્ કત્વના આશ્રયરૂપ અહંકારની સાથે તાદામ્યાધ્યાસ પામેલે આત્મા પિતાને“હું કર્તા છું એમ માને છે” ( ગીતા ૩.૨૭ એવી શ્રુતિસ્મૃતિ જોવામાં આવે છે.
વિવરણ: શંકા થાય કે અન્તઃકરણને જ કર્તવાદિ બંધને આશ્રય માનીએ તે “હું કરું છું', હું સુખી છું, દુખી છુ' ઇત્યાદિ રૂપે કવ, સુખ, દુઃખ આદિપ બંધની સાથે ઉપલબ્ધિરૂપ ચૈતન્યના તાદાઓને અનુભવ થાય છે તેને વિરાધ થાય છે. આને ઉત્તર છે કે “આ રજત છે' માં “ઇદમ (આ) અંશની સાથે તાદાઓથી જેને આરોપ કે અવાસ થાય છે તે રજતમાં રજતત્વના અજંતાની સાથેના સામાનાધિકરણ્યને અનુભવ થાય છે તેના જેવું આ છે. અત:કરણને ચેતન આત્મતત્વ સાથે તાદામ્યથી અધ્યાસ થાય છે તેથી અન્તઃ કરણના ધર્મો રત-ન્ય સાથે સમાન અધિકરણમાં છે એવો અનુભવ થઈ શકે છે. કહેવાને આશય એ છે કે આત્મા ચૈતન્યસ્વરૂપ હોવા છતાં પણ ભેદની કલ્પનાથી ચૈતન્યને આત્માને ધમ માનવામાં આવ્યું છે. અને આત્મા અને અત:કરણને ઐક્યાધ્યાસ થતાં તેમના ધર્મો મૈતન્ય અને કર્તવાદિનું સામાનાધિકરણ્ય સંપન્ન થાય છે.
પ્રશ્ન થાય કે અન્તઃકરણ જ જે સ્વાદિ બંધને આશ્રય હોય છે એ જ સંસારી હેવું જોઈએ. આત્માને સંસાર સાથે કશે સબંધ હોઈ શકે નહિ અને ઉત્તર છે કે . ચેતન આત્મા વાસ્તવમ સ્વતઃ સ સારને આશ્રય છે જ નહિ, તે પણ બુદ્ધિનિષ્ઠ સંસારાકયત્વ સાક્ષીથી અનુભવાતું હોવાથી (સાક્ષથી પ્રતિભાસિત થતું હોવાથી તેને આમામા. આપ સંભવે છે. આમ સંસારાશ્રયવ આત્મામાં આરોપિત છે. આમા અહ કાર સાથેના તાદાઓના અધ્યાસનું અધિષ્ઠાન બને છે એ જ તેના સ સારાશ્રયત્વની ભ્રાન્તિમાં પ્રાજક છે એમ માનવામાં આવે છે. જેમ “આ” પર સર્પતાદામ્યના અધ્યાસને લીધે “આ ભીષણ છે' એવી બ્રાતિ સંભવે છે તેમ આત્મા પર અન્તઃકરણના દામ્યના અધ્યાસને કારણે આત્મા અનર્થને આશ્રય છે' એવો શ્રાતિ સંભવે છે. પ્રકૃતિમાં શ કા થાય કે બુધિનિષ્ઠ સંસારાશયને જે આત્મ માં આરોપ માનવામાં આવે તે અન્યથાખ્યાતિને પ્રસંગ આવશે. પણ એ શકા, બરાબર નથી કારણ કે અનુભૂયમાન આરોપ સ્થળમાં આરોગ્ય અને અધિષ્ઠાનના અનિર્વચનીય સંસર્ગની ઉત્પત્તિ અહીં માનવામાં આવે છે જ્યારે અન્યથા ખ્યાતિમાં સંસર્ગની ઉત્પત્તિ માનવામાં નથી આવતી. બુદ્ધિનિષ્ઠ સંસારને આત્મામાં આરોપ થાય છે તેને ધ્યાનમાં રાખીને જ શ્રુતિ કહે છે કે બુદ્ધિ ધ્યાન કરતી હોય ત્યારે જાણે કે આત્મા ધ્યાન કરતે હેય તેનું લાગે છે, બુદ્ધિ ચાલતી હોય ત્યારે આત્મા જાણે કે ચાલતું હોય તેવું લાગે છે. અતિ પણ આ જ વાત કહે છે.
સિ–૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org