________________
सिद्धान्तलेशसङ्ग्रहः સમાયિ-કારણરૂપ આત્મા સાધારણ હોય ત્યારે એક જ આત્મામાં અદષ્ટ ઉત્પન્ન થાય અને બીજામાં ન થાય એ કેવી રીતે બને ? દલીલ થઈ શકે કે મનને સંયોગ ભલે સાધારણ હોય પણ અભિસંધિ (ફળની ઈચ્છા), અદષ્ટને ઉત્પન્ન કરનાર કમને અનુકૂલ કૃતિ (માનસિક પ્રયત્ન) એ બધું તો દરેકમાં જુદું જુદું હોય છે તેથી તે પ્રમાણે અમુક જ આમામાં અદષ્ટ ઉત્પન્ન થાય છે, અન્યમાં નહિ. પણ આ શંકા બરાબર નથી. આ સંક૯પ વગેરે પણ મન સયોગથી જ ઉત્પન્ન થાય છે અને કોઈ પણ એક મન સાથે બધા જ આમાઓને સંગ હોય છે તેથી અમુકને જ સંક૯પ છે એવો નિયમ થઈ શકે નહિ. મન કે મન સાથે સંયોગ કેઈ એક જ આત્માને છે એવો દાવો કરી શકાય નહિ. મન નિત્ય સર્વ આત્માઓની સાથે સંયુક્ત છે તેથી તે કોઈ એક આત્માની જ માલિકીનું છે એમ કેવી રીતે - સિદ્ધ થાય? અષ્ટવિશેષથી પણ કેઈ એક આત્માની માલિકી સિદ્ધ થતી નથી કારણ કે એ અદષ્ટ જ કઈ એક આત્માનું છે એમ સિદ્ધ થતું નથી.
नन्वात्मनां विभुत्वेऽपि तेषां प्रदेशविशेषा एव बन्धमाज इति आत्मान्तराणां चैत्रशरीरे तत्प्रदेश विशेषाभावात् सुखदुःखादिव्यवस्था भविष्यतीति । न । यस्मिन् प्रदेशे चैत्रः सुखाद्यनुभूय तस्मात् प्रदेशादपक्रान्तस्तस्मिन्नेव मैत्रे समागते तस्यापि तत्र सुखदुःखादिदर्शनेन शरीरान्तरे आत्मान्तरप्रदेशविशेषस्याप्यन्तर्भावात् । तस्मादात्मभेदेऽपि व्यवस्था दुरुपपादैवः । कथञ्चित्तदुपपादने च श्रुत्यनुरोधाल्लाघवाच्चैकात्म्यमङ्गीकृत्य तत्रैव तदुपपादनं कर्तु युक्तमिति ॥१३॥
શંકા થાય કે આત્માઓ વિભુ હેવા છતાં તેમના પ્રદેશવિશેષે જ બંધ (સુખાદિ) પમિનારા છે તેથી ચૈત્રના શરીરમાં અન્ય આતમાઓને તે પ્રદેશવિશેષ ન હોવાથી સુખ- દુઃખાદિની વ્યવસ્થા થશે. (આ દલીલને ઉત્તર છે કે)ના; જે પ્રદેશમાં સુખાદિનો અનુભવ કર્યા પછી તેમાંથી ચૈત્ર જ રહ્યો હોય તે જ પ્રદેશમાં મૈત્ર આવતાં તેનાં પણ ત્યાં સુખ દુખાદિ જોવામાં આવે છે તેથી અન્ય શરીરમાં અન્ય આત્માઓના પ્રદેશવિશેષને પણ અન્તભંવ છે (માટે આ દલીલ બરાબર નથી; તેથી આત્મા ને ભેદ માનનાર પક્ષમાં પણ વ્યવસ્થાનું ઉપપાદન મુશ્કેલ (અશક્યો જ છે. કોઈક રીતે તેનું ઉપપાદન કરવામાં આવે તે શ્રુતિના અનુરોધથી અને લાઘવને કારણે એક આત્મા સ્વીકારીને ત્યાં જ તેનું ઉપપાદન કરવું એગ્ય છે. (૧૩)
વિવરણઃ પ્રજ્ઞાહિતિ વેત. (બ્ર સ્ ૨ ૩.૫૩) એ સૂત્રનું વ્યાખ્યાન અહીં કર્યું છે. એક શરીરમાં એક જ આત્માને પ્રદેશ હોય છે, અન્ય આત્માઓને નહિ એમ માનીને સુખ-ખાદિની વ્યવસ્થા સમજાવવામાં આવે તે તેને ઉત્તર અહીં આપ્યા છે. અદષ્ટ, સુખ આદિ અવ્યયવૃત્તિ છે તેથી આત્માને જે પ્રદેશ અદષ્ટ આદિને આશ્રય હેય એ જ અહીં પ્રદેશ' શબ્દથી અભિપ્રેત હોઈ શકે. આપણે જોઈએ છીએ કે જે આસન આદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org