________________
કાર
सिद्धान्तलेशसप्रहः અશ, (ભ. ગી. ૧૫.૭) અને (જીવ) અંશ છે કારણ કે નાનાત્વને ઉલલેખ છે (બ્ર. સૂ. ૨૩.૪૩) આ શ્રુતિ, સ્મૃતિ અને સૂત્રથી જીવ બ્રહ્મને અંશ છે એવું પ્રતિપાદન હોવાથી બ્રહ્મ અને જીવના ભેગનું સાકાર્ય પ્રસક્ત થશે.
વિવરણ : જે વિચારકે જીવને અણુ અને સાંશ માનીને સુખ-દુઃખની વ્યવસ્થા કપે છે તેમનું ખંડન કરતાં અતદીપિકામાં કહ્યું છે કે જીવને પિતાના અ ામાં રહેલાં સુખાદિનું અનુસંધાન થાય છે, પણ અન્ય જીવમાં રહેલાં સુખાદિનું અનુસંધાન થતું નથી એમ તમે માને છે. તેને અર્થ એ થયો કે ભેદ અનનુસંધાનને પ્રયોજક છે અને અભેદ અનુસંધાનને પ્રયોજક છે એમ તમે માનો છો. હવે અમે પૂછીએ છીએ કે અનનસંધાનને પ્રયોજક ભેદ ભેદ ભાવ છે કે શુહ ભેદ છે ? જો ભેદ માત્ર હોય તે ચૈત્રને પોતાના અંશમાં રહેલાં સુખાદિનું અનુસધાન ન થવું જોઈએ કારણ કે પિતાના અંશથી તેને ભેદ છે જ, જે અનનુસંધાન પ્રયોજક બને જે ભેદ હોવા છતાં પોતાના અંશમાં રહેલાં સુખાદિનું તેને અનુસંધાન થઈ શકતું હોય તે ચૈત્રને મૈત્રમાં રહેલાં સુખાદિનું પણ અનુસંધાન થવું જ જોઈએ. યોગીઓના કાયમૂહની વાત કરીએ તે અંશી છવથી છૂટા પડીને યોગીના પોતાના શરીરથી અન્યત્ર જે કાયવૂહ છે તેમાં પહોંચવા સમર્થ એવા તેના અંશને અંશીથી ભેદ માનવો જ પડશે અને વિરોધી વિચારક પણ અા અને અંશી વચ્ચે ભેદભેદ તે માને જ છે. હવે જે એમ કહેવામાં આવે કે શુદ્ધ ભેદ જ અનનુસંધાન પ્રયોજક છે તો એમ પૂછીએ છીએ કે શુદ્ધ ભેદ એટલે શું ? જે અશાંશિભાવ સાથે ન રહેતા હોય તે શુદ્ધ ભેદ, કે અભેદ સાથે ન રહેતા હોય તે શુદ્ધ ભેદ જે પહેલા વિકલ્પ માનીએ તો જીવ અને ઈશ્વરને ભેદ તે અંશાંશિભાવ સાથે રહે છે તેથી તેમની વચ્ચે શુદ્ધ ભેદ નથી માટે તેમના પરસ્પર સુખાદિનું અનુસંધાન અને ભેગનું સાંકય થવું જ જોઈએ. શ્રુતિ-સ્મૃતિ-બ્રહ્મસૂત્રના આધારે એ સિદ્ધ છે કે જીવ ઈશ્વરને અંશ છે તેથી જીવ અને ઈશ્વરને ભેદ શુડ ભેદ નથી અને અનુસંધાન શકય જ
હેવું જોઈએ.
ननु जीपांशानां जीवं प्रतीच जीवस्य ब्रह्म प्रति नांशत्वम्, किंतु 'चन्द्रविम्बस्य गुरुबिम्बः शतांशः' इतिवत् 'सदृशत्वे सति ततो न्यूनत्वमात्रम्' औपचारिकांशत्वमिति चेत्, किं तदतिरेकेण मुख्यमंख-वं जीवांशानां जीवं प्रति, यदत्राननुसन्धानप्रयोजकशरीरे निवेश्यते ? न तावत् पट प्रति सन्तूनामिचारम्भकखस्, जीवस्यानादित्वात् । नापि महाकाशं प्रति पटाकाशादीनामिव प्रदेशत्वम्, टङ्कच्छिन्नपाषाणशकलादीनामिव खण्डत्वं वा । अणुत्वेन निष्प्रदेशत्वादच्छेद्यत्वाच्च । भिन्नाभिन्नद्रव्यत्वमंशत्वमभिमतमिति चेत्, न । तथा सति जीवेश्वरयोर्जीवानां च भोगसार्यप्रसङ्गात् । स्वतो भिनानां तेषां चेतनत्वादिना अभेदस्योपि त्वयाऽङ्गीकारात् । समूहसमूहिनो दाभेदवादिनस्तव मते एकसमूहान्तर्गतजीवानां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org