________________
सिद्धान्नलेशसमहः નથી. અને જીવ જેમ (આણુ હેવા છતાં) કાયયૂહમાં રહેલા વિચિત્ર સુખદુઃખનું ઉપાદાન બની શકે છે તેમ (ઈશ્વર) અણુ હોવા છતાં જગત્નું ઉપાદાન હોઈ શકે તેથી તેનાથી-જગતનું ઉપાદાન છે એ કારણથી) તેને ઈશ્વરના) સર્વગતત્વની સિદ્ધિ થતી નથી. તેના (બ્રહ્મના) પ્રવેશ વિષયક શુતિઓમાં જે પ્રવેશ શરીરરૂપ ઉપાધિથી કલપવામાં આવતો હોય તે જીવની ઉત્ક્રાંતિ આદિ વિષયક શ્રુતિઓમાં પણ બુદ્ધિને ઉપાધિ તરીકે સ્વીકારી (તેની ઉપપત્તિ કરી) શકાય. “મનની જેમ (પ્રાણુને) પાંચ (પ્રાણદિ) વૃત્તિવાળે કહ્યો છે” (બ્ર.સૂ. ૨.૪.૧૨) એ સૂત્રના ભાષ્યમાં કાર્યના ભેદથી બુદ્ધિ અને પ્રાણના ભેદનું પ્રતિપાદન કર્યું છે તેથી બુદ્ધિરૂપ ઉપાધિવાળે જીવ પહેલાં ઉક્રમણ કરે પછી પ્રાણનું તેની પાછળ ઉ&મણ ઉપપન્ન છે. નામરૂપમાંથી મુક્ત થયા પછી (જીવ) બ્રહ્મને પ્રાપ્ત કરે છે એમ જે શ્રુતિવચન છે તે જેમ પ્રાપ્ત કરનાર જીવન વિભુવનું વિધી છે તેમ પ્રાપ્તવ્ય બ્રહ્મના પણ વિભુત્વનું વિરોધી છે. પ્રાકૃત નામરૂપમાંથી મુક્ત થયા પછી પણ અપ્રાકૃત લેક અને શરીર આદિ ઉપાધિ હેવાથી બ્રહ્મ પ્રાપ્તવ્ય છે એમ કહેનારના મતમાં પ્રાપ્ત કરનાર જીવને પણ અપ્રાકૃત દેહ ઈન્દ્રિય આદિ હોય છે તેથી તેમના ઉપધાનથી બ્રહ્મપ્રાપ્તિના શ્રવણમાં વિરોધ નથી. સ્વાભાવિક ગતિને આશ્રય એવા ગાડાના દષ્ટાન્તના શ્રવણ માત્રથી જે જીવની સ્વાભાવિક ગતિ સિદ્ધ થતી હોય તે “ગુફામાં પ્રવેશેલા (જીવ અને ઈશ્વર)' એમ સ્વાભાવિક પ્રવેશના આશ્રય એવા જીવની સાથે ઉલેખ હેવાથી બ્રહ્મની બાબતમાં પણ સ્વાભાવિક પ્રવેશની સિદ્ધિ સંશાવે છે, કારણ કે બ્રહ્મ અને જીવ બને સાથે જેને અન્વય છે એવું એક
વિકટ પદ એકરૂપ પ્રવેશપરક છે એમ કહેવું જોઈએ. તેથી પરમતમાં બ્રહ્મ વિભુ છે અને જીવ અણુ છે એવી વ્યવસ્થા સિદ્ધ થતી નથી માટે તે વ્યવસ્થા થી (જીવ અને ઈશ્વરના ભેદની આશા નથી.
વિવરણઃ અહીં સિદ્ધાન્તી જીવને અણુ માનનાર પૂવપક્ષીની દલીલેનું ખંડન કરે છે પૂવપક્ષી જે રીતે અર્થઘટન કરે છે તે પ્રમાણે તે જીવ અને ઈશ્વર બનેને અણુ સિદ્ધ કરી શકાય. અથવા બન્નેને વિભુ સિદ્ધ કરી શકાય. જીવ અણુ છે અને ઈશ્વર વિભુ છે એવી વ્યવસ્થા ઉપપન નથી જ. જીવ નામરૂપમાંથી મુક્ત થયા પછી બ્રહ્મ પાસે જાય છે– એ શ્રુતિ છવના વિભુત્વને વિરોધ કરે છે એમ માનીએ તે ઈશ્વરના વિભુત્વને પણ એ વિરોધ કરે છે કારણ કે ઈશ્વર વિભુ હેય તે એ પ્રાપ્ત હોય જ, તેને પ્રાપ્ત કરવાનું ન હોય. પરમતમાં બ્રહ્મ વ્યાપક સ્વરૂપથી મુક્તોને માટે પ્રાપ્ય નથી પણ આ પ્રાકૃત લેક આદિથી ઉપહિત રૂપથી પ્રાપ્તવ્ય છે તેથી બ્રહ્મના વ્યાપક-વને વિરોધ નથી એમ મનાતું હોય, તે વિદ્વાન છવ પ્રાકૃત નામરૂયથી મુક્ત બની અપ્રાકૃત નામરૂપ ઉપાધિથી પરિછિન્ન રૂપે બ્રહની પ્રતિ ગમન કરે છે એમ વિભુ હેય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org