________________
તૃતીય પરિર
૪૪૩ ज्ञानसाधनविशिष्टगुरुलाभश्रवणमननादिसम्पादकापूर्वच द्वारं कल्पनीयमित्यक्लुप्तोपकारकल्पनाऽविशेषान सामान्यश्रुत्यापादितो नित्यकाम्यसाधारणो विनियोगो भजनीय इति ॥२॥
વળી માનેલા ઉપકારની (કામ્ય કમોમાં) પ્રાપ્તિ ન હોવાથી નિત્ય (ક)ને જ આ વિનિયોગ છે એમ સ્વીકારવામાં આવે તે નિત્ય કર્મોથી પાપના નાશની અને તેનાથી જ્ઞાનની ઉત્પતિની અન્યતઃ (અન્ય શ્રુતિવચનથી) સિદ્ધિ હોય તે આ વિનિગ વ્યર્થ છે. જે અન્યતઃ તેની સિદ્ધિ ન હોય તે જ્ઞાનને અપેક્ષિત ઉપકારની જનકતા તેમનામાં માનવામાં નથી આવી, તેથી નિત્ય અને કામ્ય કર્મોને સાધારણું" એ વિનિયોગ વાર મુશ્કેલ છે (—એનું નિવારણ કરી શકાય નહિ).
શંકા થાય કે નિત્ય કર્મો કેવલ પાપનાશના હેતુ છે એમ અન્યતઃ સિદ્ધ હોવા છતાં વિશેષ કરીને તે જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક પાપનો નાશક છે એવું સિદ્ધ નથી. પરંતુ આ વિનિયોગ હોય તે જ્ઞાનના ઉદ્દેશ્યથી નિત્ય કર્મો કરનારને અવશ્ય જ્ઞાન થાય છે; અન્યથા માત્ર શુદ્ધિ થાય છે, નિયમથી જ્ઞાનની ઉત્પત્તિ ન થાય. તેથી આ વિનિયોગ સાથક છે. આવી શંકા કરવામાં આવે તે ઉત્તર છે કે તે પછી નિત્ય કર્મોની બાબતમાં પણ જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક પાપનાં નાશક હોવું એ નહીં માનેવું જ છે. અને જ્ઞાનનાં સાધનભત વિશિષ્ટ ગુરુને લામ, શ્રવણ, મનન આદિને પ્રાપ્ત કરાવનાર અપૂવરૂપ દ્વાર કહ૫વું પડશે તેથી નહીં માનેલા ઉપકારની કલપના સમાન હેવાથી સામાન્ય શ્રુતિથી પ્રાપ્ત કરાતા, નિત્ય અને કાર્યો કર્મોને સાધારણ એવા વિનિયોગને ભંગ કરવા જોઈએ નહી (૨)
વિવરણ : અહીં એ બતાવ્યું છે કે હકીક્તમાં તે નિત્ય કર્મમાં વિદ્યાને જરૂરી ઉપકારની જનતાની કલ્પના સિદ્ધ નથી. કામ્ય કર્મોમાં આ ઉપકાર પ્રાપ્ત નથી તેથી નિત્ય કર્મોને જ આ વિનિયોગ છે એમ જે માનવામાં આવે તે પ્રશ્ન થાય છે કે નિય કમ વિદ્યાને અપેક્ષિત દુરિતક્ષય (પાપનાશ)રૂપ ઉપકાર દ્વારા વિદ્યાના હેતુ છે એ વિવિદિષા.. વાકયથી અન્ય કોઈ વાકયથી સિદ્ધ છે કે પછી અસિદ્ધ જ છે? વિવિદિષાવાકયથી અન્ય એવા વાક્યથી એ સિદ્ધ નથી, કારણ કે એમ હોય તે વિવિદિષાવાય વ્યથ' બની જાય. જે એ વિદ્યાહેતુત્વ અસિદ્ધ હોય તે નિત્ય કર્મોમાં પણ નહીં માનેલું જ વિવોપકારકત્વ ક૯પવાનું રહે તેથી નિત્ય અને કામ્ય કર્મોને સાધારણ એવા વિદ્યોપકારકત્વની કલ્પના યુકત જ છે.
શંકા થાય કે નિત્ય કર્મોનું પાપનાશ દ્વારા વિદ્યોપકારકત્વ વિવિદિષાવાથી અલગ વાકર્ષથી સિદ્ધ છે. પણ દુરિત કે પાપ બે પ્રકારનું છે – જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક અને બીજુ જ્ઞાનની ઉત્પત્તિ પ્રતિ ઉદાસીન હેઈને નરકાદિ પ્રાપ્ત કરાવનારું. આમ નિત્ય કર્મોને જ્ઞાનમાં વિનિયોગ ન હોય તે નિત્ય કર્મોથી જ્ઞાનપ્રતિબંધક દુરિતને ક્ષય થાય છે એ બાબતમાં કૅઈ પ્રમાણુ નથી. વાવમવનુતિ (ધર્મથી પાપ નાશ કરે છે, ત્યારે વાનં તવ વાવના મન વિનામ યજ્ઞ, દાન, અને તપ મનીષીઓને પાવન કરનારાં છે) ઇત્યાદિ શ્રુતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org