________________
૪૦૬
सिद्धान्तलेशसङ्ग्रहः કે (સવને) અનર્ભાવ છે' (બ સૂ. ૨.૩ ૫૩) એ સૂત્ર અને તેના ભાગની પદ્ધતિને અનુસરીને એક આત્મામાં તેની ઉપાધિના ભેદથી (સુખદુઃખની) વ્યવસ્થા માનવામાં ન આવે તે કણાદ આદિની રીતથી આત્માઓને ભેદ સ્વીકારનાર વાદમાં પણ સુખ- દુઃખનો) થવસ્થાની અનુપત્તિ સમાન (જ) છે.
જેમ કે, ચૈત્રના પગમાં લાગેલા કાંટાથી ચૈત્રને વેદના ઉત્પન કરવામાં આવે છે તે સમયે અન્ય આત્માઓને પણ વેદના કયા કારણસર થતી નથી, કારણ કે બધા આત્મા સર્વગત હેવાથી ચૈત્રના શરીરમાં સૌને) અન્તર્ભાવ સમાન છે જેના શરીરમાં કાંટે વાગ્યા હોય કે એવું થયું હોય તેને જ વેદના થાય, અન્યને નહીં એમ વ્યવસ્થા થઈ શકે નહિ કારણ કે સર્વ આત્માઓની સમીપતામાં ઉત્પન થયેલું શરીર કઈ એક (આત્મા)નું જ છે, અન્ય (આમાઓ)નું નથી એમ નિયમ કરવો શકય નથી.
વિવરણ એકમવારમાં સુખ-દુઃખની વ્યવસ્થાની ઉપષત્તિ રજૂ કર્યા પછી આત્માઓ નાના (દરેક શરીર માટે જુદે આત્મા માનનાર વાદમાં આ સુખ દુખની વ્યવસ્થાની ઉપપત્તિ મુશ્કેલ છે એમ હવે બતાવે છે. બ્રહ્મસૂત્ર અને તેના પરના શાંકરભાષ્યમાં ચર્ચા છે કે જીવ બ્રહ્મને અંશ છે, કારણ કે તેમને ભિન તરીકે ઉલ્લેખ આવે છે, વગેરે. વાસ્તવમાં નિરંશ બ્રહ્મને જીવ અંશ હોઈ શકે નહિ પણ જે અર્થમાં ધટથી અવન્નિ ધટાકાશ મહાકાશને અંશ છે તે અર્થમાં અવચ્છિન્ન ચૈતન્ય અવછિન ચૈતન્યરૂપ બ્રહ્મને અંશ છે એમ માનવામાં આવે છે. સાંખે અને વૈશેષિકો અનેક વિભુ આત્મા સ્વીકારે છે કારણ કે તેઓ માને છે કે આત્માઓને ભેદ માન્યા સિવાય સુખ-દુ:ખની વ્યવસ્થા સરળ રીતે થઈ શકતી નથી. એક આત્મા માનીને ઉપાધિભેદથી આ વ્યવસ્થાના ઉપપાદનમાં લિષ્ટતા છે
જ્યારે આત્માનો ભેદ માનવાથી સીધેસીધી વ્યવસ્થા થઈ શકે છેઆની સામે વેદાની દલીલ કરે છે કે સાંખ્યમતમાં પ્રધાનમાં રહેલું અદષ્ટ અને ન્યાય-વૈશેષિક મતમાં આત્મા અને મનને સંયોગ જે અદષ્ટને હેલું છે તે દરેક આત્માને માટે સાધારણું છે તેથી આ અદષ્ટ અમુક જ આત્માને છે એ નિયમ કરી શકાય નહિ જેમ એક આત્મા અમુક મનની સાથે સંયુક્ત છે. તેમ બીજા આત્મા પણ સયુક્ત છે તેથી એ અદષ્ટ એકનું જ છે અને બીજા આત્માનું નથી એ નિયમ થઈ શકે નહિ. મનને સંગ સર્વસાધારણ હોવાથી સંક૯પ વગેરેની બાબતમાં પણ એમ જ છે. શરીરાદિ પ્રદેશને આધારે નિયમ થઈ શકશે, જેના શરીરમાં મન સ થે સંયોગ થયે હેય તેનું અઢષ્ટ કે સંકઃપાદિ–એમ પણ કહી નહી શકાય કારણ કે સવ શરીરમાં સર્વ વિભુ આત્માઓ હાજર છે તેથી અમુક શરીર અમુક આત્માનું જ છે એમ નિયમ કરી શકાશે નહિ. આમ અનેક આત્મા માનીએ તો ઊલટી મુશ્કેલી વધે છે અને ચૈત્રને વાગેલે કાંટો તેને જ કેમ વેદના કરે છે, અને કેમ નહિ એ સમજાવી શકાતું નથી. એક આત્મા માનીને ઉપાધિના - ભેદથી સુખદુઃખવ્યવસ્થાનું ઉપપાદન વધુ યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org