________________
- ૬૯૮
सिद्धान्तलेशसक्महः વ્યવસ્થા નહી સંભવે એમ નહિ, કારણ કે ઉપાધિના ભેદથી જ તેની ઉપપત્તિ છે (–તે ય ભાશેઅને એવી દલીલ કરવી નહિ કે અન્યના ભેદથી અન્યત્ર વિરુદ્ધ ધર્મોની વ્યવસ્થા થઈ શકે નહિ. (આ દલીલ બરાબર નથી, કારણ કે મૂળ અને ટોચ રૂપ ઉપાધના ભેદ માત્રથી વૃક્ષમાં સંગ અને તેના અભાવની વ્યવસ્થા જોવામાં આવે છે. અને તે તે પુરુષના કણું પુરૂપ ઉપાધિના ભેદથી શ્રોત્રેનિદ્રય રૂપને પ્રાપ્ત થયેલા આકાશની બાબતમાં ત્યાં ત્યાં શબ્દનું ઉપલંભકત્વ તથા અનુપલંબકત્વ, તથા તાર, મન્દ્ર, ઈષ્ટ અને અનિષ્ટ શબ્દનું ઉપલંભકત્વ આદિ વૈચિશ્ય જોવામાં આવે છે.
વિવરણ : કેટલાક બંધ અને મેક્ષનું સંધુ સામાનાધિકરણ બતાવે છે. તેઓ કહે છે કે કેલિ ચિદાત્મા જ ખ્ત વાદિ બંધને આશ્રય છે. જેમ લાલાશના આશ્રય એવા જપા કુસુમ આદિની નજીકમાં હાજરીને કારણે સ્ફટિકમાં ઉપાધિમાં રહેલી લાલાશની અપેક્ષાએ તેની પ્રતિબિંબભૂત બીજી લાલાશ ઉત્પન્ન થાય છે, તેમ ચિદાત્મામાં બુદ્ધિ આદિમા રહેલા બંધનો અક્ષાએ અન્ય અધ્યાસાત્મક કતૃત્વાદિ બંધની ઉત્પત્તિ થાય છે. શ કા થાય કે બુદ્ધિ આદિમાં સાક્ષીથી અનુભવાતા બંધના માત્ર સંસર્ગને અધ્યાસ ચિદાત્મામાં માનવામાં આવે તે પણ વિવાધિકરણ્યની શંકાને પરિવાર સંભવે છે તેથી ત્યાં બુદ્ધિ આદિમાં રહેલા રૂંવાદિના જે રૂંવાદિ બંધ ઉત્પન્ન થાય છે એવી કલ્પના માટે કઈ પ્રમાણુ નથી પણ આ શંકા બરાબર નથી યુવેગેનારા માત્રો હ્ય૩૪: (તા ૫.૮) (જીવ અન્તઃકરણના ગુણને કારણે કારણે આરાના અગ્રભાગ જેટલું છે) એ શ્રુતિમાં બતાવ્યું છે કે બુદ્ધિના પરિમાણને કારણે જીવનું ૫ણ અ૫ પરિમાણ છે. એ જ રીતે બુદ્ધિના કવાદિ ધમર જેવું જીંવાદિ પણ ચિદાત્મામાં ઉત્પન્ન થાય છે એ અથ શ્રતિસંમત હોવાથી પ્રામાણિક છે.
ફરી શંકા થાય કે કવાદિના અભ્યાસનું અધિષ્ઠાન -ચિદાત્મા તે એક છે તે સુખદુ:ખાદિની વ્યવસ્થા શી રીતે થશે આને ઉત્તર એ છે કે ન્યાય-વૈશેશિક દશનમાં સ્વીકાર્યું છે કે એક જ વૃક્ષમાં મૂલરૂપ અવદકની અપેક્ષાએ વાનરને સંગાભાવ છે જ્યારે ટોચરૂપ અવય્યદકની અપેક્ષાએ તેનાથી વિરુદ્ધ સંયોગ છે. આમ અવછેદક કે ઉપાધિના ભેદથી બે વિરુદ્ધ ધર્મોની એકમાં વ્યવસ્થા છે. એ જ રીતે કર્ણપુટથી અવછિન આકાશ તે શોન્દ્રિય. આકાશ એક હોવા છતાં અલગ અલગ વ્યક્તિના કણપુટોથી અવછિન આકાશ ભિન્ન ભિન્ન શ્રોત્રેન્દ્રિય, રૂપ ધારણ કરે છે અને જુદે જુદે સ્થળે શબ્દનું ગ્રહણ કરનાર કે ગ્રહણ નહીં કરનાર કે તાર કે મંદ્ર કે ઈષ્ટ કે અનિષ્ટ શબ્દનું ગ્રહણ કરનાર કે એવું બીજું ભિન્ન ભિન્ન વૈચિત્ર્યવાળું બને છે એમ આપણે જોઈએ છીએ. એ જ રીતે ચિદાત્મામાં પણ ભિન્ન ભિન્ન ઉપાધિને કારણે સુખિત્ય, દુખિત્વની વ્યવસ્થા સંભવશે.'
વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે વૃક્ષ અને આકાશનું દષ્ટાન્ત પરમત (ન્યાયવૈશેવિક ધ્યાનમાં રાખીને આપ્યું છે. સિદ્ધાતમાં મૂલથી અવછિન્ન વૃક્ષ અને ટોચથી
અવચ્છિન્ન વૃક્ષને કાપનિક ભેદ માને છે તેથી જ સંગ અને સગાભાવની વ્યવસ્થા - થઈ શકે છે. અને શ્રોત્રેન્દ્રિયને દિશાથી ઉત્પન્ન થયેલી માનવામાં આવી છે એમ : 'ધ્યાનમાં રાખવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org